Not Set/ પર્યાવરણ/ ઈ-રીક્ષાની ખરીદી પર 40 હજારની નાણાકીય સહાય આપશે ગુજરાત સરકાર

CM રૂપાણીની સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણ અંગે પ્રશંસનીય પહેલ કરતા, ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર ઈ-રીક્ષાની ખરીદી પર રૂપિયા 40000ની નાણાકીય સહાય આપશે. રૂપાણી સરકાર દ્વારા અનુસૂચિત જાતિ, જનજાતિ અને દિવ્યાંગોને વિશિષ્ટ લાભની પણ જોગવાઈ આ સાથે કરવામાં આવી છે. વિશ્વમાં પેટ્રોલ-ડિઝલથી ચાલતા વાહનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આ […]

Top Stories Gujarat
vijay rupani flagging off electric car પર્યાવરણ/ ઈ-રીક્ષાની ખરીદી પર 40 હજારની નાણાકીય સહાય આપશે ગુજરાત સરકાર

CM રૂપાણીની સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણ અંગે પ્રશંસનીય પહેલ કરતા, ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર ઈ-રીક્ષાની ખરીદી પર રૂપિયા 40000ની નાણાકીય સહાય આપશે. રૂપાણી સરકાર દ્વારા અનુસૂચિત જાતિ, જનજાતિ અને દિવ્યાંગોને વિશિષ્ટ લાભની પણ જોગવાઈ આ સાથે કરવામાં આવી છે.

વિશ્વમાં પેટ્રોલ-ડિઝલથી ચાલતા વાહનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આ વાહનો મોટા પ્રમાણમાં કાર્બન ઉત્સર્જન કરે છે, જેના કારણે વાતાવરણનું પ્રદૂષણ પણ દિન-પ્રતિદિન વધતું જાય છે. વાતાવરણનું પ્રદૂષણ વધવાને કારણે ગ્લોબલ વોર્મિંગ, કલાયમેટ ચેન્જ જેવી ગંભીર સમસ્યાનો સામનો સમગ્ર વિશ્વ કરી રહ્યું છે. આ ઉપરાંત વિશ્વમાં પેટ્રોલ-ડિઝલથી ચાલતા વાહનોનાં અતિ વપરાશથી પેટ્રોલિયમ પેદાશોનો મર્યાદિત જથ્થો ખૂબ જ ઝડપથી ઘટી રહ્યો છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં પેટ્રોલિયમ પેદાશોની આયાત વધવાને કારણે વિદેશી હુંડીયામણમાં વધારે ખર્ચ થઈ રહ્યો છે. પર્યાવરણીય અને આર્થિક સમસ્યાઓને પહોચી વળવા ભારતમાં હવે ઈ-વાહનોનું ચલણ વધ્યું છે ત્યારે ગુજરાત સરકારે બેટરી સંચાલિત ઈ-રીક્ષાની ખરીદી પર રૂપિયા 40000ની નાણાકીય સહાય જાહેર કરી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યમાં પર્યાવરણનાં જતન-સંવર્ધન માટે બેટરી વડે ચાલતા વાહનોનાં ઉપયોગ કરવા માટે વાહનચાલકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે. આ અંતર્ગત રૂપાણી સરકારે બેટરી ઓપરેટેડ વેહિકલ – ઈ-રીક્ષા ખરીદવા ઈચ્છતા લોકોને રૂપિયા ૪૦૦૦૦ની નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ ઈ-રીક્ષા નાણકીય સહાય યોજનોનો લાભ ગુજરાત રાજ્યનાં નાગરિકો વ્યક્તિગત ધોરણે અને વિવિધ સંસ્થાઓ વહેલા તે પહેલાનાં ધોરણે લઈ શકશે. ઈ-રીક્ષા ખરીદવાની આ સહાય યોજનામાં અનુ.જાતિ, અનુ.જનજાતિ, દિવ્યાંગ તથા રીક્ષાચાલકોને અગ્રિમતા આપવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા બેટરી સંચાલિત ઈ-રીક્ષાની ખરીદી પર આપવામાં આવનાર રૂપિયા 40000ની નાણાકીય સહાયની રકમ વાહન ખરીદનારનાં બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. આ યોજના હેઠળ એડવાન્સ બેટરી (લિથિયમ) વાળા વાહનો ઉપલબ્ધ છે. આ સિવાય ઈ-રીક્ષાની બેટરી માટે ૨ વર્ષની વોરંટી ઉત્પાદકો દ્વારા આપવામાં આવશે. ગુજરાતમાં ઈ-રીક્ષા ખરીદનાર વ્યક્તિને નાણાકીય સહાય યોજના જાહેર કરી ગ્લોબલ વોર્મિંગ, કલાયમેટ ચેન્જ જેવી ગંભીર સમસ્યાઓ નિવારવા અને સ્વચ્છ-સુરક્ષિત પર્યાવરણનાં નિર્માણમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રશંસનીય પહેલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.