ગાંધીનગર,
રાજ્યમાં છેલ્લાં એક વીકથી વરસાદ નહોતો પડી રહ્યો અને ખેડુતો ચિંતામાં આવી ગયા હતા પરંતું શનિવારે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત અને ડાંગમાં વરસાદ પડતા લોકોમાં આનંદ છવાયો છે.રાજ્યના 10થી વધુ તાલુકામાં વરસાદ પડતાં પાકને નવુ જીવતદાન મળ્યું હતું.
ઉત્તર ગુજરાતના મહેસાણામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વિરામ બાદ ફરી વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક થઇ હતી.વરસાદ પડતા સુકાતા પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશી ફેલાઇ હતી. હારીજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા.
અંબાજીના દાંતામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.પોરબંદરના બગવદર સહિતના વિસ્તારોમાં વરસાદે રમઝટ મચાવી હતી.પોરબંદરમાં મોરાણા ગામ અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.વરસાદ આવતા ખેડુતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
અમરેલીના ધારીના ગીર વિસ્તારમાં ફરી એકવાર વરસાદનું આગમન થયું હતું.શુનિવારે ગીરના જંગલ તેમજ ધારીના સુખપુરમાં વરસાદ શરૂ થયો હતો.વરસાદ પડતા અહીંની ખેતી ફરી લહેરાઇ ઉઠી હતી.અમરેલીના સાવરકુંડલામાં પણ 10 દિવસના વિરામ બાદ વરસાદની એન્ટ્રી પડી હતી.
સાવરકુંડલાના જાંબાળ,કૃષ્ણ ગઢ,અભરામ પરામાં વરસાદી ઝાપટા પડ્યા હતા.
મધ્ય ગુજરાતમાં પણ આજે મેઘરાજાએ ફરી એન્ટ્રી લેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આણંદમાં લાંબા સમય પછી ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું.
ડાંગ જીલ્લાના સાપુતારા અને તળેટી વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડતા અહીં આવતા સહેલાણીઓમાં આનંદ છવાયો હતો.ડાંગના સુબિર પંથકમાં પણ વરસાદ પડ્યો હતો.વરસાદનું ઝાપટું પડતા નાગલી અને ડાંગરના પાકને જીવતદાન મળ્યું હતું.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
