અમદાવાદમાં મેટ્રો 4 માર્ચના રોજ પીએમ મોદીએ મેટ્રો સેવાની શરૂઆત કરાવી હતી.મેટ્રો ટ્રેનનો આ પહેલો તબક્કો શહેરના એપરેલ પાર્ક સ્ટેશનથી વસ્ત્રાલ તરફના રૂટ પર શરૂ થયો હતો.હવે મેટ્રો ટ્રેનના આ રૂટ પર નવા સ્ટેશન કાર્યરત થશે.
જે પહેલો રૂટ શરૂ થયો તેમાં વસ્ત્રાલ ગામ, નિરાંત ક્રોસ રોડ, રબારી કોલોની, અમરાઇવાડી અને એપરલ પાર્કનો સુધી દોડાવવામાં આવે છે.
અમદાવાદ મેટ્રોનાં રૂટમાં આવતા દેરક સ્ટેશન પર મેટ્રોની વ્યાવસાયિક સેવાનો પ્રારંભ થયો નહોતો. વડાપ્રધાન મોદીનાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ પૈકીનાં એક એવા અમદાવાદ મેટ્રોનું ખાતમહૂર્ત થઈ ગયા બાદ નિરાંત ચોકડી અને અમરાઈવાડી સ્ટેશન કાર્યરત થયા નહોતા. પરંતુ હવે અમદાવાદ મેટ્રો ટ્રેન વસ્ત્રાલથી અમરાઈવાડી સુધી દોડવામાં આવશે.અત્યાર સુધી એપરલ પાર્કથી વસ્ત્રાલ સુધી ચલાવામાં આવતી હતી.આપણે જણાવીએ કે આગામી 18મી મે ના રોજ અમરાઈવાડીથી પણ મેટ્રોની સુવિધાનો પ્રારંભ થશે.
ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશન દ્વારા આ બંને સ્ટેશનને મેટ્રોનાં ઉદ્ઘઘાટન સમયે ખુલ્લા મૂકાયા ન હોવાથી તબક્કા વાર શરૂ કરાયા છે. નિરાંત ચોકડી સ્ટેશન ખુલ્લુ મૂકાયા બાદ હવે આગામી 18મી મેથી અમદાવાદવાસીઓ અમરાઈવાડી ખાતેથી પણ મેટ્રોમાં મુસાફરી કરી શકશે.

