Not Set/ નક્સલ લિંક : દેશદ્રોહી, નક્સલી એવું છે, તો મારી ધરપકડ કરી બતાવો- દિગ્વિજય સિંહ

ભાજપ તરફથી નક્સલ લિંક નો આરોપ લગાવાયા બાદ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ગંભીર પ્રતિક્રિયા આપી છે. એમણે કહ્યું કે જો ભાજપ મારા પર નક્સલી હોવાનો આરોપ લગાવી રહી છે, તો મારી ધરપકડ કરે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે એમને પહેલા પણ દેશદ્રોહી કહેવામાં આવ્યા છે. એટલે સરકાર એમની ધરપકડ કરે. જણાવી દઈએ કે ભાજપ નેતા સંબિત […]

Top Stories India

ભાજપ તરફથી નક્સલ લિંક નો આરોપ લગાવાયા બાદ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ગંભીર પ્રતિક્રિયા આપી છે. એમણે કહ્યું કે જો ભાજપ મારા પર નક્સલી હોવાનો આરોપ લગાવી રહી છે, તો મારી ધરપકડ કરે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે એમને પહેલા પણ દેશદ્રોહી કહેવામાં આવ્યા છે. એટલે સરકાર એમની ધરપકડ કરે. જણાવી દઈએ કે ભાજપ નેતા સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો હતો કે દિગ્વિજય સિંહ ના સંબંધો નક્સલીઓ સાથે છે.

સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પર નક્સલ લિંક ના આરોપ લગાવ્યા હતા. સંબિત પાત્રાએ આરોપ લગાવ્યા કે કોંગ્રેસ નેતા જયરામ રમેશ અને દિગ્વિજય સિંહના કથિત રીતે નક્સલીઓ સાથે સંબંધ છે. ભાજપના આરોપો પર પલટવાર કરતા દિગ્વિજય સિંહે કહ્યું કે જો એવું છે તો સરકાર મારી ધરપકડ કરે. એમણે કહ્યું કે પહેલા દેશદ્રોહી, હવે નક્સલી. જો એવું જ છે તો અહીંથી જ ધરપકડ કરો.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ પ્રેસ કોન્ફેરેન્સ કરીને આ આરોપોનો જવાબ આપ્યો, તેમજ પેટ્રોલ ડીઝલના ભાવ, રાફેલ અને રશિયા સાથે એ-103 અસોલ્ટ રાયફલોના કરારને લઈને ભાજપ પર નિશાન સાધ્યું હતું. એમણે કહ્યું કે જે તથાકથિત પોલીસના કાગળના આધારે આ આરોપ લગાવવામાં આવી રહ્યા છે, તે ભાજપના પ્રવક્તા પાસે કેવી રીતે પહોંચ્યા? કોંગ્રેસે સવાલ કર્યો કે શું ભાજપ આ દેશમાં તાપસ એજન્સીનું કામ કરી રહી છે? કોંગ્રેસે કહ્યું કે આ અઘોષિત ઇમર્જન્સી છે, જયારે સરકાર અને તપાસ એજન્સીનો ભેદ ખતમ થઇ ગયો છે.