Not Set/ યૂએઈના પિતા-પુત્રની જોડીએ 12 કલાકમાં આ કામ કરીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

દુબઈ ભારતના પ્રવાસ દરમ્યાન અબુધાબીના પિતા-પુત્રની જોડીએ 12 કલાકથી પણ ઓછા સમયમાં જાહેર પરિવહનના માધ્યમથી યુનેસ્કો દ્વારા જાહેર કરેલા વર્લ્ડ હેરિટેજ સ્થળની મુલાકાત કરીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યોછે. અબુધાબીમાં આઇટી ક્ષેત્રે વ્યવસાયમાં કાર્યરત મોહમ્મદ તાહિરે પોતાના 5 વર્ષીય દીકરા મોહમ્મ્દ અયાનને સ્વદેશની સંસ્કૃતિનું મહત્વ જણાવવા અને વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે આ પ્રવાસ કર્યો હતો. ખલીઝ […]

World Trending

દુબઈ

ભારતના પ્રવાસ દરમ્યાન અબુધાબીના પિતા-પુત્રની જોડીએ 12 કલાકથી પણ ઓછા સમયમાં જાહેર પરિવહનના માધ્યમથી યુનેસ્કો દ્વારા જાહેર કરેલા વર્લ્ડ હેરિટેજ સ્થળની મુલાકાત કરીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યોછે. અબુધાબીમાં આઇટી ક્ષેત્રે વ્યવસાયમાં કાર્યરત મોહમ્મદ તાહિરે પોતાના 5 વર્ષીય દીકરા મોહમ્મ્દ અયાનને સ્વદેશની સંસ્કૃતિનું મહત્વ જણાવવા અને વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે આ પ્રવાસ કર્યો હતો.

ખલીઝ ટાઈમ્સના જણાવ્યા અનુસાર પિતા-પુત્રની આ જોડીએ 11 કલાક, 33 મિનિટ અને 18 સેકન્ડમાં આશરે 300 કિલોમીટરની મુસાફરી હતી. તમને જણાવી દઈએ ગયા વર્ષે પણ નેધરલેન્ડના 2 વ્યક્તિએ આ જ પ્રકારનો રેકોર્ડ બનાવ્યો હતો પરંતુ આ આખા પ્રવાસ માટે 24 કલાક લીધો હતો.

36 વર્ષીય તાહિર અને 5 વર્ષીય અયાને ઉત્તરપ્રદેશમાં તાજમહેલ, આગ્રાનો કિલ્લો, ફતેહપુર સિક્રી, રાજસ્થાનમાં કેવળદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, દિલ્લીમાં હુમાયુ કિલ્લો, લાલ કિલ્લો અને કુતુબમિનારની પણ મુલાકાત લીધી હતી. આ સફર માટે તેમને ઇલેક્ટ્રિક રીક્ષા, ઓટોરીક્ષા, કેબ, સાર્વજનિક બસ, ટ્રેન, મેટ્રોનો સહારો લીધો હતો તો વળી ક્યાંક પગપાળા પણ ચાલ્યા હતા.

આ બાપ-દીકરાની જોડી જે ટુરમાં હતી તેમાં 22 લોકો બીજા પણ હતા. તાહિરે પોતાના રેકોર્ડ બ્રેક પ્રવાસ વિશે જણાવતા કહ્યું કે ગરમીના લીધે તેઓ પણ થાકી ગયા હતા પણ તેમણે હિંમ્મત ના હારી અને પ્રવાહી પીણાંની મદદ મળી રહેવાથી કોઈ તકલીફ આવી નહોતી.