Not Set/ રાજ્યમાં ગરમીનો પારો વધ્યો, 48 કલાકમાં હીટવેવની આગાહી

ગાંધીનગર, રાજ્યમાં ઉનાળો મોડા શરુ થયો છે પરંતુ હવે તીવ્ર ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો નિરંતર વધતાં રહેણાંકો અને નગરજનો ઉનાળાની કાળઝાળ ગરમીમાં શેકાઇ રહયા છે.સૌરાષ્ટ્-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હિટ વેવના કારણે લોકોને ત્રાહિમામ થઈ ગયા છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગરમીનો પારો સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ નોંધાયો હતો.મોટા ભાગના […]

Uncategorized
maoo 8 રાજ્યમાં ગરમીનો પારો વધ્યો, 48 કલાકમાં હીટવેવની આગાહી

ગાંધીનગર,

રાજ્યમાં ઉનાળો મોડા શરુ થયો છે પરંતુ હવે તીવ્ર ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો નિરંતર વધતાં રહેણાંકો અને નગરજનો ઉનાળાની કાળઝાળ ગરમીમાં શેકાઇ રહયા છે.સૌરાષ્ટ્-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હિટ વેવના કારણે લોકોને ત્રાહિમામ થઈ ગયા છે.

રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગરમીનો પારો સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ નોંધાયો હતો.મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રીને પર રહેતા લોકોએ કાળઝાળ ગરમી સહન  કરવી પડી હતી…

મંગળવારે 39.9 ડિગ્રી તાપમાન સાથે વલસાડ રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર બન્યું હતું…અમદાવાદમાં પણ ગરમીનો પારો 38 ડિગ્રી નોંધાયો હતો.અમદાવાદમાં  મોટા ભાગના રાસ્તાઓ બપોરના સમયે સુમસામ જોવા મળી રહ્યાં છે.

દક્ષિણ ગુજરાતના તાપમાનમાં એક જ દિવસમાં સીધો જ 5 ડિગ્રીનો વધારો નોંધાયો છે. સુરત,નવસારી અને વલસાડમાં 40 ડીગ્રી પારો પહોંચતા લોકો ત્રાહીમામ થઇ ગયા હતા.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી દિવસોમાં ગરમી વધશે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છના તટીય વિસ્તારો જેવા કે, પોરબંદર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભાવનગર સહિતના વિસ્તારમાં હીટવેવની અસર જોવા મળશે. આગામી બે દિવસમાં રાજ્યમાં ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વના ગરમ પવનનો મારો રહેવાની શક્યતાઓને પગલે ગરમીથી રાહત મળવાના કોઈ અણસાર નથી.

હવામાન વિભાગ દ્વારા 48 કલાકમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.