Not Set/ શીખ પરિવારો વચ્ચે બની ફાયરીંગની ઘટના

કચ્છ કચ્છના નલિયા નજીક ભાનાડા ગામમાં શીખ પરિવારો વચ્ચે હિંસક અથડામણની ઘટના બની હતી આ અથડામણમાં ફાયરીંગ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ હતુ. તેમજ અન્ય બે થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં જ કોઠારા પીએસઆઈ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો […]

Gujarat

કચ્છ

કચ્છના નલિયા નજીક ભાનાડા ગામમાં શીખ પરિવારો વચ્ચે હિંસક અથડામણની ઘટના બની હતી આ અથડામણમાં ફાયરીંગ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ હતુ. તેમજ અન્ય બે થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ઘટનાની જાણ થતાં જ કોઠારા પીએસઆઈ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર ઘટના મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ચાર વર્ષ જૂનાં જમીનના ઝઘડામાં ફાયરીંગ થયું હોવાની માહિતી મળી છે. આ ઘટનામાં ઘાયલોને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા..આ મામલે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.