Narmada News: નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના રોહદા ગામમાં માતા અને પુત્ર વચ્ચેના વિવાદમાં માતાનું મોત થયું હોવાની ઘટના (Narmada Crime News) સામે આવી છે. ફરિયાદ અનુસાર, માતાએ પુત્રને કામ કરવા અને ગામમાં રખડવાનું બંધ કરવા ટકોર કરતાં પુત્રએ તેમના પર કુહાડીથી હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન માતાનું મોત થયું હતું. આ મામલે ડેડિયાપાડા પોલીસે પુત્ર સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Narmada Crime News: કામધંધો કરવા કહેતાં વિવાદ થયો
ફરિયાદી રાયસીંગ વેસ્તા વસાવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, રોહદા ગામમાં રહેતા તેમના પુત્ર રાવજી કોઈ કામધંધો કરતા નહોતા અને ગામમાં રખડતા રહેતા હતા. આ બાબતે માતા ભગડીબેને તેમને કામ કરવા અને રખડવાનું બંધ કરવા ઠપકો આપ્યો હતો.
હુમલામાં ગંભીર ઈજાઓ, સારવાર દરમિયાન મોત
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે માતાના ઠપકાથી ઉશ્કેરાયેલા રાવજીએ ભગડીબેન પર કુહાડીથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું મોત (Mother Murder Case) થયું હતું.
ડેડિયાપાડા પોલીસે તપાસ હાથ ધરી
ઘટના બાદ ડેડિયાપાડા પોલીસે (Narmada Police) પુત્ર સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની પરિસ્થિતિ અને વિવાદ પાછળનાં કારણો અંગે તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: શિવ શર્મા હત્યા કેસમાં મોડેલ શ્રદ્ધા દુબેની ધરપકડ, 11 દિવસથી હતી ફરાર
આ પણ વાંચો: મહીસાગરમાં પ્રેમસંબંધનો કરુણ અંજામ! પતિની હત્યાના કેસમાં પત્ની અને પ્રેમી ઝડપાયા
આ પણ વાંચો: પિતાએ કાર ન અપાવી તો પુત્રએ ગ્રાઇન્ડરથી ગળું કાપી હત્યા કરી, ગુજરાતના ભરૂચમાંથી ધરપકડ
