Not Set/ તહેવારો પૂર્વે પોલીસને મળી મોટી સફળતા, 25 લાખથી વધુનો દારૂનો જથ્થો કર્યો જપ્ત

કચ્છ, કચ્છ પોલીસને તહેવારોના પૂર્વે મોટી સફળતા હાથે લાગી છે. કચ્છ પોલીસે બાતમીના આધારે બુટલેગરના ત્યાં દરોડા પાડી 25 લાખથી વધુની કિંમતનો  દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે ગોપાલસિંહ જાડેજાએ મોટી માત્રામાં દારૂનો જથ્થો સંગ્રહ કર્યો છે. જેને લઈને પોલીસે મધરાત્રે સવા બે વાગ્યે સાંય ગામમાં ગોપાલસિંહના ત્યાં રેડ પાડી હતી. […]

Top Stories Gujarat Others
mantavya 514 તહેવારો પૂર્વે પોલીસને મળી મોટી સફળતા, 25 લાખથી વધુનો દારૂનો જથ્થો કર્યો જપ્ત

કચ્છ,

કચ્છ પોલીસને તહેવારોના પૂર્વે મોટી સફળતા હાથે લાગી છે. કચ્છ પોલીસે બાતમીના આધારે બુટલેગરના ત્યાં દરોડા પાડી 25 લાખથી વધુની કિંમતનો  દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે ગોપાલસિંહ જાડેજાએ મોટી માત્રામાં દારૂનો જથ્થો સંગ્રહ કર્યો છે. જેને લઈને પોલીસે મધરાત્રે સવા બે વાગ્યે સાંય ગામમાં ગોપાલસિંહના ત્યાં રેડ પાડી હતી. જેમાં તપાસ દરમિયાન મોટી માત્રા વિદેશ દારૂનો જથ્થો મળી આવ્યો  હતો. હાલ તો પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી આોરોપીને શોધવાની તજવીજ હાથ ધરી છે. mantavya 515 તહેવારો પૂર્વે પોલીસને મળી મોટી સફળતા, 25 લાખથી વધુનો દારૂનો જથ્થો કર્યો જપ્ત

પોલીસે જણાવ્યું છે કે, સાંયના રહેવાસી અલ્પસિંહ ઊર્ફે ગોપાલસિંહ જાડેજા (ઉ.વ.25), શિવાભાઈ જીવણભાઈ કોલી (ઉ.વ.42) અને નરેન્દ્રસિંહ જાડેજા (રહે. રાપર) એમ ત્રણ બૂટલેગરે ભેગાં મળી વેચાણ અર્થે આ માલ મગાવ્યો હતો. દરોડા દરમિયાન અલ્પસિંહ અને શિવો કોલી ઝડપીપાડ્યા હતા.

mantavya 513 તહેવારો પૂર્વે પોલીસને મળી મોટી સફળતા, 25 લાખથી વધુનો દારૂનો જથ્થો કર્યો જપ્ત

રાપર પોલીસ ઈન્સ્પેક્ટર આર.એલ. રાઠોડે બાતમીના આધારે એક અવાવરૂ રહેણાંક મકાનમાં દરોડો પાડી 180 MLની 151 પેટી અને 750 MLની 75 પેટી જપ્ત કરી હતી. દરોડા સમયે એક બંધ પડેલી મારૂતિ કારમાંથી પણ કેટલોક જથ્થો મળી આવ્યો હતો.

mantavya 512 તહેવારો પૂર્વે પોલીસને મળી મોટી સફળતા, 25 લાખથી વધુનો દારૂનો જથ્થો કર્યો જપ્ત

રાપર PI રાઠોડે જણાવ્યું કે, અર્જુનસિંહ હેતુભા વાઘેલા અને અશોકસિંહ વાઘેલા નામના શખ્સોએ આ જથ્થો મગાવ્યો હતો. જો કે, દરોડા સમયે તે હાજર મળ્યાં નહોતા. દરોડા સમયે PSI એ. બી ચૌધરી, PSI એન. વી. રહેવર, ડુંગરભારથી ગોસ્વામી, નિકુંજ જાદવ, સરતાણ પટેલ વગેરે સ્ટાફ જોડાયો હતો.