લીંબડી બેઠકની પેટાચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ કરવામાં આવ્યા છે. લીંબડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. લીંબડી બેઠક ખાતે બોગસ વોટીંગ ને લઈને ફરિયાદ કરવામાં આવ્યા છે. બોગસ વોટિંગ અંગે કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચર દ્વારા ભાજપ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. અને તેઓ લીંબડી સેવાસદન ખાતે ફરિયાદ કરવા પહોંચ્યા છે.
by election / તમે કોને મત આપ્યો..? પૃચ્છા કરતો ભાજપના કાર્યકરોનો વિડીયો વા…
નોધનીય છે કે, લીંબડી, ધારી, મોરબી, ગઢડા, અબડાસા, કરજણ, કપરાડા અને ડાંગ એમ આઠ બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ભાજપ-કોંગ્રેસ બંને પાર્ટીઓએ ચૂંટણી જંગ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે. અને મતદારોને રીઝવવા માટે પ્રયાસો કર્યા છે. બંને રાજકીય પક્ષોએ તમામ બેઠકો પર જીતના દાવા કર્યા છે. આઠ બેઠકો પર ભાજપ-કોંગ્રેસ સહિત કુલ 81 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આજે મતદારો તમામ 81 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ કરશે. આગામી 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે..
Assembly By Election / મોરબી મતદાન મથક પર ભાજપના કાર્યકર્તાઓ પાસેથી મળી આવી ……
આવો જોઈએ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે …
