મોરબી પેટા ચૂંટણી જંગ માટે આજે સવારથી મતદાન શરુ થઇ ચૂક્યું છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારો ઉપરાંત સાંસદ સહીતનાઓએ મતદાન કર્યું હતુ. કોરોના મહામારી વચ્ચે મતદાન થઇ રહ્યું છે. ત્યારે દરેક મતદાન મથક પર આરોગ્યની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. અને તકેદારીના તમામ પગલા લેવાઈ રહયા છે.
by election / કરજણમાં ખૂલેઆમ મતદારો સાથે પૈસાની લેતીદેતીનો વિડીયો વાયરલ
Assembly By Election / જાણો સવારે 11.00 વાગ્યા સુધી ગુજરાતમાં થયેલા મતદાનની ટકાવારી ….
આ બધાની વચ્ચે મોરબી બેઠક ઉપર એક નવો વિવાદ સામે આવ્યો છે. મોરબીના એક મતદાન મથક પર ભાજપની પત્રિકાઓ વેચાઈ રહી હોવાનું સામે આવ્યું છે. વાઘપર નગર ગામે મતદાન મથકે કાર્યકરો પહોંચ્યા હતા. અને તેઓ ભાજપની પત્રિકાઓ લઈને કાર્યકરો પહોંચ્યા હતા. આ ઘટને પગલે Dy SP સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને તપાસ હાથ ધરી છે.
જુવો સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
