ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે પૂર્વ કેબિનેટ મંત્રી આઝમ ખાનની જામીન અરજી ફગાવી દીધી છે. જણાવી દઈએ કે વિશેષ કોર્ટે 3 વર્ષ જૂના ક્રિમિનલ કેસમાં આઝમ ખાનની જામીન અરજી ફગાવી દીધી છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ રામપુર બેઠક પરથી આઝમ ખાનને મેદાનમાં ઉતાર્યા છે.
ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી આઝમ ખાને જેલમાંથી જ ઉમેદવારી નોંધાવી હતી. આઝમ ખાન હાલમાં સીતાપુર જેલમાં બંધ છે. આઝમ હાલમાં રામપુરથી સાંસદ છે અને તે ફેબ્રુઆરી 2020થી જેલમાં છે. તેની સામે લગભગ 100 ગુનાહિત કેસ નોંધાયેલા છે. યુપી પોલીસ ઉપરાંત કેન્દ્રીય એજન્સીઓએ પણ ઘણા કેસ નોંધ્યા છે. નોંધનીય છે કે આઝમ ખાન વિરુદ્ધ આ કેસની ફરિયાદ વાદી અલ્લામા જમીર નકવીએ 1 ફેબ્રુઆરી, 2019ના રોજ હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
સાંસદ-ધારાસભ્ય કોર્ટે તેમને જેલમાંથી જ ચૂંટણી લડવાની મંજૂરી આપી છે. તેમની સામે બીજેપીએ આકાશ સક્સેનાને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે.આપને જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણી-2022 માટે બીજેપીએ રામપુર સદર સીટ પરથી સપાના સાંસદ આઝમ ખાન વિરુદ્ધ આકાશ સક્સેનાને મેદાનમાં ઉતાર્યા છે. આકાશ સક્સેના વ્યવસાયે વકીલ છે. તેના પિતાનું નામ શિવ બહાદુર સક્સેના છે.આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમને પણ સમાજવાદી પાર્ટીએ સ્વાર વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. અબ્દુલ્લા આઝમ હાલમાં જ જેલમાંથી મુક્ત થયો છે. ઉલ્લેખનીય છે કે, આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમની ઉંમરને લઈને વિવાદ થયો હતો.
