ગીરના સિંહો જંગલ છોડીને ચેક ચોટીલા સુધી 200 કિલોમીટર સુધી ફરી રહ્યા છે. તાજતરમાં ચોટીલાના ડેડુકી ગામે જોવા મળેલા સિંહણ અને નર બાળનું નવું ઘર મોરબી બની શકે છે.જે સિંહો ચોટીલા આવ્યા હતા તેને વનવિભાગ દ્વારા ટ્રેક કરવામાં આવ્યા છે
આ સિંહોની મૂવમેન્ટને મોનિટર કરતા માલુમ પડ્યું છે કે તેઓ મોરબી અને વાંકાનેર તરફ આગળ વધી રહ્યા છે. સીનિયર અધિકારીએ જણાવ્યું કે આ પહેલા સિંહોનું લોકેશન ડેડુકી ગામ હતું અને હાલમાં તેમનું લોકેશન કાનવાણ વિરડી છે, જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે તેઓ મોરબીના રામપરા વિરડી અથવા વાંકાનેર તરફ આગળ વધી રહ્યા છે.
આ અગાઉ કાનવાણ વિરડીમાં સિંહો દ્વારા એક નીલગાયનું મારણ કરવામાં આવ્યું હતું. આમ આ બંને સિંહો રામપરા વિરડી તરફ આગળ વધી રહ્યા છે અને તેઓ અહીં આવીને નવું ઘર બનાવી શકે છે. રામપુર વિરડીમાં ચિતળ, નીકગાય, સાંભર અને જંગલી ભૂંડ જેવા પશુઓ છે.
જુનાગઢના CCF એસ.કે શ્રીવાસ્તવાએ કહ્યું, અમે સિંહોને વાંકાનેર તાલુકા તરફ આગળ વધતા લોકેટ કર્યા છે. અમે તેમને એક કે બે દિવસમાં રેડિયો કોલર કરીશું. અધિકારી મુજબ, પહેલા એવું અનુમાન હતું કે આ સિંહો રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકા તરફ આગળ વધી રહ્યા છે. સિંહાનો પગના નિશાન મળ્યા હતા તેવા વિંછીયા, જસદણ અને ચોટીલા તાલુકાના ગામોમાં વનવિભાગની ટીમ કેમ્પિંગ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
