Not Set/ અમદાવાદ દારૂની પાર્ટી કરી રહેલ ભાઈ-બહેન સહિત 10 પકડાયા

અમદાવાદ, રાજ્યમાં દારૂબંધી માત્ર નામની જ છે, ખુલ્લમ ખુલ્લા દારૂ વેચાઇ રહ્યો છે અને પીવાઇ પણ રહ્યો છે. અમદાવાદમા દારુની મહેફિલ માણી રહેલા 10 નબીરીઓને  પોલીસે ઝડપી લીધા છે. બોડકદેવના રિજન્ટ પાર્ક બંગલોમાં ધાબા પર દારૂની મહેફિલ માણતી ત્રણ યુવતીઓ સહિત 10 ને વસ્ત્રાપુર પોલીસે ઝડપી લીધા છે. જેમાં સગા ભાઈ-બહેન અને પતિ-પત્ની પણ સામેલ […]

Top Stories Ahmedabad Gujarat Trending
hanhha 6 અમદાવાદ દારૂની પાર્ટી કરી રહેલ ભાઈ-બહેન સહિત 10 પકડાયા

અમદાવાદ,

રાજ્યમાં દારૂબંધી માત્ર નામની જ છે, ખુલ્લમ ખુલ્લા દારૂ વેચાઇ રહ્યો છે અને પીવાઇ પણ રહ્યો છે. અમદાવાદમા દારુની મહેફિલ માણી રહેલા 10 નબીરીઓને  પોલીસે ઝડપી લીધા છે. બોડકદેવના રિજન્ટ પાર્ક બંગલોમાં ધાબા પર દારૂની મહેફિલ માણતી ત્રણ યુવતીઓ સહિત 10 ને વસ્ત્રાપુર પોલીસે ઝડપી લીધા છે. જેમાં સગા ભાઈ-બહેન અને પતિ-પત્ની પણ સામેલ છે. રિજન્ટ પાર્કમાં રહેતા અને નાગપુરમાં નોકરી કરતા મોહિલ પટેલ નામના યુવકનો બર્થ ડે હોવાથી નાગપુરથી દારૂ લાવીને આ પાર્ટીનું આયોજન કર્યું હતુ.

વસ્ત્રાપુર પોલીસને માહિતી મળી હતી કે રિજન્ટ પાર્ક બંગલોમાં ધાબા પર યુવક યુવતીઓની દારૂની મહેફિલ ચાલે છે. પોલીસે 4 નંબરના બંગલામાં દરોડા કરીને આ તમામને ઝડપી લીધા છે તેમની પાસેથી બે ખાલી દારૂની બોટલો જપ્ત કરી છે.અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂ પાર્ટીમાંથી પકડાયેલા આરોપીઓ 

મોહિલ પટેલ (ઉ.વ 27, રિજન્ટ પાર્ક બંગલોઝ, બોડકદેવ)

કુશાન કંસારા (ઉ.વ 26, કપિધ્વજ બંગલોઝ, સેટેલાઇટ)

હિમાની કુશાન કંસારા (ઉ.વ 24, કપિધ્વજ બંગલોઝ, સેટેલાઈટ)

ચિરંતન વિક્રમ શાહ (ઉ.વ 27, વર્ધમાન ફ્લેટ, નવરંગપુરા)

શીખા વિક્રમ શાહ (ઉ.વ 26, વર્ધમાન એપાર્ટમેન્ટ, નવરંગપુરા)

કરણ પટેલ (ઉ.વ 24, ત્રિશુલા ટાવર, હેબતપુર)

કિર્તન પટેલ (ઉ.વ 23, સોમેશ્વર પાર્ક, થલતેજ)

ગિરીશ ફુલવાણી (ઉ.વ 26, હરેકૃષ્ણ ટાવર, ઉસ્માનપુરા)

રિષભ ગુપ્તા (ઉ.વ 24, ત્રિશુલ વાટિકા, હેબતપુર)

દેવયાની પટેલ (ઉ.વ 25, હિન્દૂ કોલોની, નવરંગપુરા)