Gujarat Local Body Elections Results Live/ ફરી ભાજપે મારી બાજી,ગુજરાતમાં કમળ ખીલ્યું,કોંગ્રેસ-આપના સૂપડા સાફ

જૂનાગઢ મહાનગરપાલિકા, 68 મહાનગરપાલિકા, ગાંધીનગર, કાથલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણીઓ અને સ્વરાજ્યની એકમોની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવશે.

Top Stories Gujarat Others Breaking News
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2025 02 18T085414.677 1 ફરી ભાજપે મારી બાજી,ગુજરાતમાં કમળ ખીલ્યું,કોંગ્રેસ-આપના સૂપડા સાફ

Gujarat Local Body Elections Results Live: આજે આવશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ. જેમાં 1 મનપા, 66 નપાના ઉમેદવારના ભાવિનો ફેસલો થશે. હવે થોડાજ સમયમાં મતગણતરી શરૂ થશે,ત્યારે જૂનાગઢ મનપાનું 44.32 ટકા મતદાન નોંધાયું છે. આપને જણાવી દઈએ 66 નગરપાલિકાઓનું 61.65 ટકા મતદાન  થયું હતું જ્યારે જિલ્લા પંચાયતનું સરેરાશ મતદાન 43.67 ટકા થયું હતું. તેમજ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીનું પરિણામ 65.07 ટકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનું પરિણામ 57.01 ટકા નોંધાયું છે.

14:45 PM

છોટાઉદેપુરનું ચૂંટણીમાં કોઇ સ્પષ્ટ બહુમતી નથી

છોટાઉદેપુરની નગરપાલિકાનું પરિણામ સામે આવ્યું છે જેમાં નગરપાલિકાની ચૂંટણીમાં કોઇ સ્પષ્ટ બહુમતી નથી. તેમજ 7 વોર્ડની 28 બેઠકોમાંથી 8 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. આ સાથેજ કોંગ્રેસનો ગઢ ગણાતાં છોટાઉદેપુરમાં ભાજપનો વિજય થયો છે. આ સિવાય સમાજવાદી પાર્ટીએ ઉભા રાખેલા 6 ઉમેદવારનો વિજય થયો છે. આ સિવાય ચૂંટણીમાં કોંગ્રેસના માત્ર 1 ઉમેદવારનો વિજય થયો છે.

14:30 PM

છોટાઉદેપુરમાં ભાજપે મારી બાજી  

છોટાઉદેપુરની બોડેલી તા.પં. ની તાંદલજા બેઠકનું પરિણામ જાહેર થયું છે જેમાં ભાજપના ઉમેદવાર ગોરધન રાઠવાની ભવ્ય જીત થઈ છે.ત્યારે ભાજપની જીતને લઈ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

14:15 PM

રાજકોટની જસદણ નગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટથયું 

રાજકોટમાં જસદણ નગરપાલિકામાં લહેરાયો ભાજપનો ભગવો,પાલિકાની 28 બેઠકોમાંથી 22 બેઠકો ભાજપે કબ્જે કરી જેમાં 28 બેઠકોમાં ભાજપ 22, કોંગ્રેસ 5, અપક્ષ 1 બેઠક પર વિજયી થયા.

14:10 PM

વલસાડમાં કોંગ્રેસના સુપડા સાફ

વલસાડ જીલ્લાની તમામ 3 નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગઈ છે. જેમાં વલસાડ, પારડી અને ધરમપુર ન.પા.માં ભાજપનો  ઐતિહાસિક વિજય થયો છે. તમામ 3 નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા  સાવ સાફ થયા છે. વલસાડની ધરમપુર નગરપાલિકા કોંગ્રેસ મુક્ત થઈ ધરમપુર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. તેમજ પારડી નગરપાલિકામાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો છે.

13:55 PM

બોટાદમાં લહેરાયો ભગવો 

બોટાદમાં  સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને પેટા ચૂંટણીમા ભાજપનો વિજય થયો છે. તેમજ  નપા ચૂંટણીમાં 44 બેઠકોમાંથી 41 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. આ સાથેજ નપા ચૂંટણીમાં 3 બેઠકો પર કોંગ્રેસે બાજી મારી છે. ગઢડા નપામાં 28 બેઠકો પૈકી 18 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. ગઢડા નપામાં 10 બેઠકો પર કોંગ્રેસ વિજેતા બની અને પાળીયાદ, માલણપુર અને તુરખા બેઠક પર ભગવો લહેરાયો છે.

13:45 PM

જામનગરમાં ભાજપની જીત

જામનગર જીલ્લાની ત્રણેય નગરપાલિકામાં ભાજપની જીત નોંધાઈ છે. ત્યારે જામજોધપુર ન.પા. ના 7 વોર્ડની 28 બેઠક પૈકી 27 પર ભાજપ વિજયી અને
28 બેઠક પૈકી 1 બેઠક પર AAPના ઉમેદવાર વિજયી થયા છે. કાલાવાડ ન.પા. ના 7 વોર્ડની 28 બેઠક પૈકી 26 પર ભાજપ વિજયી થઈ છે.

13:35 PM

મહિસાગરમાં ભાજપનો વિજય

મહિસાગરના 3 નપા અને 2 તા.પં.માં ભાજપનો વિજય થયો છે.આપને જણાવી દઈએ લુણાવાડા નગરપાલિકામાં વર્ષો પછી ભાજપનો 16 બેઠકો સાથે ભવ્ય વિજય થયો છે. તેમજ સંતરામપુર નપામાં ભાજપ 15 કોંગ્રેસ બેઠકો પર વિજય  થયો છે.

13:30 PM

ખેડામાં ભાજપનો વિજય

ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. મહુધા નપામાં ભાજપની 14 બેઠકો સાથે ભવ્ય વિજય થયો છે. મહુધા નપામાં 10 બેઠકો પર અન્યનો વિજય થયો છે.

13:25 PM

કપડવંજમાં ભાજપની ભવ્ય જીત

કપડવંજની તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. કુલ 26 બેઠકોમાંથી 18 બેઠકો પર ભાજપનો વિજયધ્વજ લહેરાયો છે.
તાલુકા પંચાયતની 6 બેઠકો પર કોંગ્રેસનો વિજય  થયો છે.જયારે 2 બેઠકો પર અપક્ષના ઉમેદવારે જીત મેળવી છે. ત્યારે ભાજપની ભવ્ય જીત થતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

13:20 PM

પાટણના હારીજ નપામાં ભાજપનો ભગવો લહેરાયો

પાટણ ના 6 વોર્ડની કુલ 14 બેઠકો પર સ્પષ્ટ બહુમતી મળી છે. કુલ બેઠક 24 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં   24માંથી 14 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો હતો. આપને જણાવી દઈએ કોંગ્રેસની 10 બેઠક પર વિજય થઈ છે. 14 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

13:15 PM

સિહોર નગરપાલિકા વોર્ડ નં.5ના પરિણામ જાહેર
સિહોર વોર્ડ નં.5માં ભાજપના 3 અપક્ષનો 1 ઉમેદવાર વિજેતા બન્યો છે . તેમજ ભાજપના ઇન્દુબેન મનહરભાઈ સોલંકીની ભવ્ય જીત થઈ છે.
ભાજપના હંસાબેન ઘનશ્યામભાઈ પરમાર,સહદેવભાઈ ભીખાભાઈ ડાંગર,સહિત અપક્ષ ઉમેદવાર દીપસંગભાઈ રાઠોડની જીત થઈ છે.

13:10 PM

અમદાવાદમાં બાવળા નગરપાલિકા ભાજપે કબજે કરી

અમદાવાદના બાવળા નગરપાલિકા ભાજપે કબજે કરી છે. આપને જણાવી દઈએ  નગરપાલિકાની 28 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. જેમથી  14 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. જયારે 13 બઠેક પર કોંગ્રેસ અને 1 બેઠક પર અપક્ષની જીત થઈ છે.

13:05 PM

વડનગરમાં ભગવો લહેરાયો

મહેસાણાના  વડનગર નપામાં ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનમાં ભાજપની પ્રચંડ જીત થઈ છે. જેમાં કુલ 28 બેઠકોમાંથી 26 બેઠકો ભાજપે કબ્જે કરી છે. કોંગ્રેસે ફક્ત 2 બેઠકો મેળવી અસ્તિત્વ જાળવી રાખ્યું છે.

13:00 PM

થાન પાલિકાના વોર્ડ નં-4માં બસપાના 3 ઉમેદવારો વિજયી

થાનમાં બસપાના પૂજાબેન પરમાર, કિરણ મકવાણા, વિનોદ ચાવડાની જીત નોંધાઈ છે. અને અન્ય એક બેઠક પર ભાજપના ઉમેદવાર આકાશ પરમાર વિજય થયો  છે. વોર્ડ નં-4માં કોંગ્રેસના ઉમેદવારોને હારનો સામનો કરવાનો વારો આવ્યો છે.

12:53 PM

ભાજપનો ભવ્ય વિજય

WhatsApp Image 2025 02 18 at 1.51.45 PM ફરી ભાજપે મારી બાજી,ગુજરાતમાં કમળ ખીલ્યું,કોંગ્રેસ-આપના સૂપડા સાફ

આણંદના ઓડ પાલિકામાં વોર્ડ નં-1 અને 2માં ભાજપની પેનલનો વિજય.આ પૂર્વે વોર્ડ નં-3માં ભાજપની આખી પેનલ બિનહરીફથઈ ચુકી છે,આ સાથે જ વોર્ડ નંબર-6માં પણ ભાજપના 2 ઉમેદવારો બિનહરીફ.

12:52 PM

ભાવનગર તળાજા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

WhatsApp Image 2025 02 18 at 1.55.07 PM ફરી ભાજપે મારી બાજી,ગુજરાતમાં કમળ ખીલ્યું,કોંગ્રેસ-આપના સૂપડા સાફ

વોર્ડ નં-3 વડવાડમાં પેટા ચૂંટણીની મત ગણતરીમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર અમરશીભાઈ ચુડાસમાનો ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસના હિંમતભાઈ મેણીયાને આપ્યો 3014 મતે પરાજય. ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ઉમેદવારને આપ્યા અભિનંદન.

12:51 PM

વાંકાનેર નગરપાલિકામાં ફરી એકવાર ભાજપનું શાશન

WhatsApp Image 2025 02 18 at 1.57.40 PM ફરી ભાજપે મારી બાજી,ગુજરાતમાં કમળ ખીલ્યું,કોંગ્રેસ-આપના સૂપડા સાફ

વાંકાનેર નગરપાલિકામાં ફરી એકવાર ભાજપનું શાશન,28માંથી 21 બેઠકો ભાજપે સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી છે. કોંગ્રેસ 5, બસપા 1 અને AAPને 1 બેઠક મળી છે.ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા કાર્યકરોમાં આનંદ જોવા મળ્યો.

12:50 PM

શિક્ષણમંત્રીનું નિવેદન આવ્યું સામે

સ્થાનિક સ્વરાજયના ચૂંટણીઓના પરિણામ મુદ્દે શિક્ષણમંત્રીનું નિવેદન આવ્યું સામે કહ્યું વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા દુનિયામાં છવાઈ છે,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કામગીરી પણ શ્રેષ્ઠ થઈ રહી છે. ચૂંટણીઓમાં ભાજપને મળેલો પ્રચંડ વિજય તેનું આ પરિણામ છે.વિકાસના મોડેલના કારણે ભાજપનો ભવ્ય વિજય થઈ રહ્યો છે.

12:47 PM

વલસાડના પારડી નપા પર ભાજપનો ભગવો

વલસાડના પારડી નપા પર ભાજપનો ભગવો લહેરાયો છે. 28 બેઠકમાંથી 18 બેઠકો પર ભાજપનો વિજય તો 5 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર અપક્ષનો વિજય થયો છે. વલસાડ નપા વોર્ડ નંબર 7માં ભાજપનો 3 બેઠક પર વિજય થયો છે. વોર્ડ નંબર 7માં કોંગ્રેસની 1 બેઠક પર વિજય
44માંથી 32 બેઠક ભાજપના ફાળે તો 2 અપક્ષ અને 1 કોંગ્રેસના ફાળે ગઈ છે.

12:43PM

વલસાડના પારડી નપા પર ભાજપનો ભગવો લહેરાયો

WhatsApp Image 2025 02 18 at 1.59.40 PM ફરી ભાજપે મારી બાજી,ગુજરાતમાં કમળ ખીલ્યું,કોંગ્રેસ-આપના સૂપડા સાફ

28 બેઠકમાંથી 18 બેઠકો પર ભાજપનો વિજય થયો છે અને 5 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર અપક્ષનો વિજય થયો છે. તેમજ વલસાડ નપા વોર્ડ નંબર 7માં ભાજપનો 3 બેઠક પર વિજય થઈ છે. વોર્ડ નંબર 7માં કોંગ્રેસની 1 બેઠક પર વિજય અને 44માંથી 32 બેઠક ભાજપના ફાળે તો 2 અપક્ષ અને 1 કોંગ્રેસના ફાળે ગઈ છે.

12:40 PM

વલસાડમાં ભાજપનો ભગવો લહેરાયો

વલસાડના પારડી નપા પર ભાજપનો ભગવો લહેરાયો છે. આપને જણાવી દઈએ 28 બેઠકમાંથી 18 બેઠકો પર ભાજપનો વિજય થયો છે જ્યારે 5 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર અપક્ષનો વિજય થયો છે. આ સિવાય વલસાડ નપા વોર્ડ નંબર 7માં ભાજપનો 3 બેઠક પર વિજય થયો છે.
વોર્ડ નંબર 7માં કોંગ્રેસની 1 બેઠક પર વિજય તો  44માંથી 32 બેઠક ભાજપના ફાળે તો 2 અપક્ષ અને 1 કોંગ્રેસના ફાળે ગઈ છે.

12:35 PM

પંચમહાલમાં ભાજપનો ભગવો

WhatsApp Image 2025 02 18 at 1.13.45 PM ફરી ભાજપે મારી બાજી,ગુજરાતમાં કમળ ખીલ્યું,કોંગ્રેસ-આપના સૂપડા સાફ

પંચમહાલમાંના  મોરવા હડફની બેઠક પર લહેરાયો ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે ફરી એક વાર ચોપડા બુઝર્ગ તા.પં.ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને AAP પાર્ટીનો સફાયો થયો છે અને ભાજપના ઉમેદવાર મીનાબેન માલ 2227 મતોથી વિજેતા બન્યા છે. આ સાથેજ  AAPના ઉમેદવારને 440 મત,કોંગ્રેસના ઉમેદવારને 115 મત મળ્યા છે. 

12:30 PM

દાહોદના દેવગઢ બારિયા નગરપાલિકાનું પરિણામ

વોર્ડ નંબર 2માં 3 અપક્ષ અને 1 કોંગ્રેસ ઉમેદવારનો વિજય થયો છે. અને કોંગ્રેસ ઉમેદવાર હલીમાં મજીદ ચાંદાનો 410 મતે વિજય થયો છે. અપક્ષ ઉમેદવાર મુમતાજ નિશાર શુક્લાને 993 મતે,અયુબ શુક્લાને 1054 મતે તો મહંમદ ચાંદાને 982 મતે વિજય થયો છે.નગરાળા તા.પં. બેઠક પર ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે. ભાજપના ઉમેદવાર નવલસિંહ ડામોરનો 9 મતથી વિજય

12:00 PM

પંચમહાલના ગોધરા નપા વોર્ડ નં.7 નું પરિણામ જાહેર

વોર્ડ નં.7ની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારની જીત થઈ છે. અપક્ષ ઉમેદવાર ઈમરાન ઈસ્માઈલ જમાલહાજીની જીત થઈ છે. ત્યારે કોંગ્રેસ સહિત અન્ય 1 મહિલા અપક્ષ ઉમેદવારની હાર થઈ છે.

જામનગરના જામવંથલીની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય 

ભાજપ ઉમેદવાર ભરતસિંહ ગંભીરસિંહ જાડેજાની જીત થઈ છે તો ભરતસિંહ ગંભીરસિંહ જાડેજાને 2591 મત મળ્યા છે.સાથેજ કોંગ્રેસના ઉમેદવાર ભૂરાલાલ મેઘજીભાઈ પરમારને 393 મત મળ્યા

11:55 AM

સિહોર ન.પા. નાં વોર્ડ નં-3માં ભાજપ પેનલ વિજેતા

ભાજપના અસ્મિતાબેન દિનેશભાઈ ચૌહાણ,ગીતાબેન મનજીભાઈ સોલંકી,ભરતભાઈ કાનજીભાઈ રાઠોડ તેમજ હાર્દિકભાઈ પરેશભાઈ આલ  બન્યા વિજેતા.પાલિકાના વોર્ડ નં-4માં ભાજપ 3 કોંગ્રેસ 1 બેઠક પર વિજેતા. ભાજપના અલ્પેશભાઈ છોટાલાલ ત્રિવેદી ,રૂપલબેન જયેશભાઈ રાઠોડ , નિકિતાબેન અનિરુદ્ધભાઈ પંડ્યા તેમજ કોંગ્રેસના જયરાજસિંહ નવલસિંહ મોરી વિજેતા જાહેર કરાયા

દાહોદના  દેવગઢ બારીયા વોર્ડ નં.3માં અપક્ષે બાજી મારી
વોર્ડ નં.3માં અપક્ષના ઉમેદવારોનો ભવ્ય વિજય,મુમતાજ સલીમ ભીખાને મળ્યા 858 મત,મદીના ઈકબાલ પટેલને મળ્યા 844 મત,અયુબ પટેલને 1095 મત મળ્યા,મોહમ્મદ તસ્લીમ અયુબ પટેલને 975 મત મળ્યા.

11:50 AM

સુરેન્દ્રનગરના લીંબડી તા.પં. ચૂંટણીની મત ગણતરી

WhatsApp Image 2025 02 18 at 11.54.18 AM ફરી ભાજપે મારી બાજી,ગુજરાતમાં કમળ ખીલ્યું,કોંગ્રેસ-આપના સૂપડા સાફ

ઉટડી બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અનિલભાઈ ચાવડાને 2193 મત મળતા વિજયભાજપ, કોંગ્રેસ, AAP અને અપક્ષ સહિત 4 ઉમેદવારો હતા મેદાને,લીંબડી ન.પા.ના વોર્ડ નં-૧ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજયી,ભાજપના હરદીપસિંહ રાણાને 1387 મત મળતા થયો વિજય,ભાજપના ઉમેદવાર અમરાભાઇ 1922 મતોથી ભવ્ય વિજય

સુરેન્દ્રનગરના થાન વોર્ડ નં.2માં ભાજપનો ભગવો લહેરાયો

નપા વોર્ડ નં.2માં ભાજપની પેનલનો થયો વિજય,ભાજપના તમામ 4 ઉમેદવારોનો વિજય થયો,ફુલ 7 વોર્ડની 28 બેઠકો માટે મતગણતરી

11:45 AM

દ્વારકાના ભાણવડમાં વોર્ડ નંબર 3નું પરિણામ જાહેર

WhatsApp Image 2025 02 18 at 11.56.53 AM ફરી ભાજપે મારી બાજી,ગુજરાતમાં કમળ ખીલ્યું,કોંગ્રેસ-આપના સૂપડા સાફ

ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારનો વિજય,ભાજપના કાજલબેન જગદીશભાઈ વસરા, પ્રવીણ મુળજીભાઈ વિસાવડીયા,સુભાષભાઈ રાડીયાનો પણ ભવ્ય વિજય

11:55 AM

 પાટણ: હારીજ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

WhatsApp Image 2025 02 18 at 11.56.53 AM 1 ફરી ભાજપે મારી બાજી,ગુજરાતમાં કમળ ખીલ્યું,કોંગ્રેસ-આપના સૂપડા સાફ

6 વોર્ડની કુલ 14 બેઠકો પર ભાજપને મળી સ્પષ્ટ બહુમતી,24 બેઠક પરથી ભાજપ 14 અને કોંગ્રેસ 10 બેઠક પર વિજયી

11:50 AM

પાટણ: હારીજ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

6 વોર્ડની કુલ 14 બેઠકો પર ભાજપને મળી સ્પષ્ટ બહુમતી,પાલિકાના 6 વોર્ડમાં કુલ 24 બેઠક પર યોજાઈ હતી ચૂંટણી,24 બેઠક પરથી ભાજપ 14 અને કોંગ્રેસ 10 બેઠક પર વિજયી,ભાજપને 14 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળતા ખુશીનો માહોલ

11:45 AM

ઘોટણ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર

WhatsApp Image 2025 02 18 at 12.00.12 PM ફરી ભાજપે મારી બાજી,ગુજરાતમાં કમળ ખીલ્યું,કોંગ્રેસ-આપના સૂપડા સાફ

વલસાડના કપરાડા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં  ભાજપના ઉમેદવાર અંબાદાસ ગાયકવાડનો વિજય થયો. ઉમેદવાર વિજયી થતા ભાજપની છાવણીમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો.

 સાબરકાંઠા: વિજયનગર બે તાલુકા પંચાયતનું પરિણામ જાહેર

બાલેટા સીટ પર કોંગ્રેસના મણિલાલ રામજીભાઈ ગામેતીની જીત નોંધાઈ છે. ચિઠોડા સીટ પર ભાજપની બીજલબેન શૈલેષભાઈ બોડાતની જીત થઈ છે.

11:40 AM

મહેસાણાના ખેરાલુ તા.પં. ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

WhatsApp Image 2025 02 18 at 12.01.45 PM ફરી ભાજપે મારી બાજી,ગુજરાતમાં કમળ ખીલ્યું,કોંગ્રેસ-આપના સૂપડા સાફ

કુડા સીટ પર થયો ભાજપનો ભવ્ય વિજય,સૂર્યાબેન સેધાજી ઠાકોરનો 900 મતથી થયો વિજય,ખેરાલુ તા.પં.ની પેટા ચૂંટણીમાં ત્રણેય સીટ પર ભાજપનો વિજય

11:37 AM

લાઠી નગરપાલિકાની ચુંટણી મતગણતરીમાં ભાજપ આગળ

વોર્ડ નં. 1 માં 1 કોંગ્રેસ અને 3 ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે.
ભાજપના લાલજીભાઈ મેઘાભાઇ મેર,નીતીનભાઇ સોલંકી અને ભાવનાબેન જાદવનો થયો વિજય છે. કોંગ્રસમાંથી પારસબેન હસમુખભાઈ ગોહીલનો વિજય થયો છે. 3 ભાજપ અને 1 કોંગ્રેસના ઉમેદવાર વિજયી બન્યા છે.

11:33 AM

સુરત: વોર્ડ નં-18ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત

WhatsApp Image 2025 02 18 at 12.06.45 PM ફરી ભાજપે મારી બાજી,ગુજરાતમાં કમળ ખીલ્યું,કોંગ્રેસ-આપના સૂપડા સાફ

પેટા ચૂંટણીમાં ભાજપના જીતુભાઈ કાછડની ભવ્ય જીત થઈ છે. જીત બાદ ભાજપ ઉમેદવાર જીતુભાઈ કાછડનું નિવેદન, આ મતદારોની જીત છે: જીતુભાઈ કાછડ,ભાજપના તમામ કાર્યકર્તાઓની જીત છે: જીતુ કાછડ,આવનારા દિવસોમાં વિકાસ કાર્યો ચાલુ રહેશે: જીતુ કાછડ,વાર્ડ નંબર-18માં ખાડી પ્રશ્ન ઉકેલવામાં આવશે: જીતુ કાછડ

11:30 AM

ચલાલા નપા વોર્ડ નંબર 1 તમામ ચાર બેઠકો ભાજપનો વિજય

ચલાલા નપા વોર્ડ નંબર 1 તમામ ચાર બેઠકો ભાજપનો વિજય,રાજુલા નગરપાલિકા વોર્ડ નંબર 1 ભાજપનો વિજય અને ધારી તા.પં.ની મીઠાપુર (ડુંગરી) બેઠકની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે.ભાજપના ઉમેદવાર ભાનુબેન વાળા વિજેતા બન્યા  છે.

11:20 AM

ચકલાસી ન.પા.ના વોર્ડ નં-2ની 4 પેનલમાં ભાજપનો ઝંડો લહેરયો

ભાજપના કૃપાલીબેન વાધેલા, જીગર કુમાર વાધેલાની ભવ્ય જીત થઈ છે સાથેજ ભાજપના નિશા વાધેલા, સુરેશ વાધેલાનો પણ ભવ્ય વિજય

11:15 AM

દાહોદ: દેવગઢબારિયા વોર્ડ નંબર-1નું પરિણામ જાહેર

વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો જળહળતો વિજય થયા છે. 4 બેઠક ઉપર ભાજપના ચારે ઉમેદવારોની ભવ્ય જીત થઈ છે.

11:10 AM

જંબુસર નપા વોર્ડ નં.1ની ચૂંટણીમાં ભાજપનો વિજય

ચૂંટણીમાં ભાજપનો 471ની લીડથી વિજય થયો છે. જેમાં ભાજપના અમિષાબેન કરણસિંહ વાઘેલાનો ભવ્ય વિજય થયો છે.

11:05 AM

મહેસાણાના વડનગર નગરપાલિકા ચૂંટણી મત ગણતરી

WhatsApp Image 2025 02 18 at 12.04.11 PM ફરી ભાજપે મારી બાજી,ગુજરાતમાં કમળ ખીલ્યું,કોંગ્રેસ-આપના સૂપડા સાફ

વોર્ડ નંબર-1ની મત ગણતરીમાં ભાજપ એક બેઠક પર વિજેતા થયા છે તો વોર્ડ નંબર-1ની મત ગણતરીમાં કોંગ્રેસ એક બેઠક પર વિજેતા થયા છે.
બે બેઠકો પર પહેલાથી જ ભાજપ બિનહરીફ વિજેતા થયેલી છે.

11:00 AM

ધંધુકા વોર્ડ નં.1માં ભાજપની પેનલનો વિજય

ચૂંટણીમાં ભાજપના 4 ઉમેદવારોનો થયો વિજયભાજપના કલ્પેશભાઇ બાબુભાઇ,ગીતાબેન અશોકકુમાર પરમાર, દયારામભાઈ ભીમાભાઈ ડાભી અનેમનીષાબેન શામજીભાઈ ભુંભાણી પણ બન્યા વિજય

10:57 AM

કપડવંજ નપાના વોર્ડ નં.6ની ચૂંટણીનું પરિણામ જાહેર

વોર્ડ નં.6ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર સન્ની પટેલની 2130 મતથી જીત થઈ છે.

10:55  AM

કપડવંજ નપાના વોર્ડ નં.6ની ચૂંટણીનું પરિણામ જાહેર

વોર્ડ નં.6ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થયા છે. ભાજપના ઉમેદવાર સન્ની પટેલની 2130 મતથી જીત થઈ છે.

10:50  AM

સાણંદ વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો ભવ્ય વિજય

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2025 02 18T105633.639 1 ફરી ભાજપે મારી બાજી,ગુજરાતમાં કમળ ખીલ્યું,કોંગ્રેસ-આપના સૂપડા સાફ

સાણંદ નગરપાલિકાની ચૂંટણીની મત ગણતરીમાં વોર્ડ નંબર-1માં ભાજપનો દબદબો યથાવત રહ્યો.ભાજપના કલ્પનાબેન હર્ષદભાઈ પટેલ , ધ્રુમીન અભયભાઈ દોશી ,ભાજપના વિશાલ રાજેશભાઈ રાઠોડ તેમજ ભાજપના શાંતીબેન જેરામભાઈ ભરવાડનો થયો વિજય.  સાણંદ વોર્ડ નંબર-1ની પેનલ 900 મતથી વિજેતા બની.

10:45  AM

છોટાઉદેપુરમાં પહેલા વોર્ડમાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું

છોટાઉદેપુરના નપા મતગણતરીમાં વોર્ડ નં 1નું પરિણામ જાહેર કરાયું.પહેલા વોર્ડમાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું જેમાં ચૂંટણીમાં 1 કોંગ્રેસ અને 3 અપક્ષ ઉમેદવારોની જીત થઈ છે. 7 વોર્ડમાં 28 બેઠકો માટે 99 ઉમેદવારો વચ્ચે છે જંગ જામ્યો છે અને ઉમેદવારોના સમર્થકોના ટોળા મત ગણતરીના સ્થળે જોવા મળી રહ્યા છે.

10:40  AM

દેવભૂમિ દ્વારકામાં આદમી પાર્ટીના ચારેય ઉમેદવારોની જીત

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2025 02 18T105015.108 1 ફરી ભાજપે મારી બાજી,ગુજરાતમાં કમળ ખીલ્યું,કોંગ્રેસ-આપના સૂપડા સાફ

દેવભૂમિ દ્વારકાના સલાયા ન.પા.ની વોર્ડ નં-1ની મત ગણતરી પુર્ણ થઈ ગઈ છે. જેમાં વોર્ડ નં-1માં આમ આદમી પાર્ટીના ચારેય ઉમેદવારોની જીત થઈ છે.  કુલ 27 સીટોની ગણતરીમાં 4માં આમ આદમી પાર્ટી ઉમેદવારો આગળ છે.

10:35  AM

જુનાગઢ મનપાની ચૂંટણીમાં સૌથી મોટો જનાદેશ

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2025 02 18T104222.610 1 ફરી ભાજપે મારી બાજી,ગુજરાતમાં કમળ ખીલ્યું,કોંગ્રેસ-આપના સૂપડા સાફ

જુનાગઢ મનપાની ચૂંટણીમાં  ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચાના પુત્ર પાર્થની કારમી હાર થઈ છે. વોર્ડ નંબર 5માં ભાજપ પેનલના વિજય પતાકા લહેરાયાભાજપના વિનસ હદવાણી, રાણીબેન પરમારની જીત થઈ છે. અને ભાજપના સંજય ધોરાજીયા અને સોનલ પનારાની પણ જીત થઈ છે.  આ  સાથેજ  વોર્ડ નંબર-9માં ભાજપની પેનલ તૂટી અને ભાજપના ગીતાબેન પરમારની જીત  નોંધાઈ છે.

આ સિવાય ચેતનાબેન ચુડાસામા અને આકાશ કટારાની જીત થઈ છે અને મહાનગરપાલિકાના વોર્ડ નં-1માં ભાજપ પેનલનો વિજય થયો છે.આ સિયાય
ભાજપના જિજ્ઞાસા ગુજરાતી અને નિલેશકુમાર પિઠીયાની જીત થઈ છે અને ભાજપના રેખાબેન સોલંકી અને સુભાષ રાદની પણ જીત નોંધાઈ છે.

10:30 AM

ભાણવડ નપા વોર્ડ નં.1માં 3 ભાજપ અને 1 કોંગ્રેસ ઉમેદવારનો વિજય

ભાણવડ નપા વોર્ડ નં.1માં 3 ભાજપ અને 1 કોંગ્રેસ ઉમેદવારનો વિજય થયો છે 

10:25  AM

સિંહોરમાં ભાજપ પેનલ વિજેતા

સિંહોર નગરપાલિકા વોર્ડ નંબર 1માં ભાજપ પેનલ વિજેતા

10:20 AM

સોનગઢમાં ભાજપના ચારેય ઉમેદવારોનો થયો ભવ્ય વિજય

સોનગઢ નપા ચૂંટણીનું વોર્ડ નં.1નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે જેમાં ભાજપના ચારેય ઉમેદવારોનો થયો ભવ્ય વિજય થયો છે.  સોનગઢ નગરપાલિકાની વોર્ડ નં.2ની ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. વોર્ડ નં. 2ની 4 બેઠક પર ભાજપ વિજય બની છે. અને વોર્ડ નંબર 2 માં ભાજપની પેનલ બની વિજય બની છે. કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી છે. અને ભારતીય જનતા પાર્ટીની છાવણીમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો  છે.

10:17  AM

છોટાઉદેપુર માં પહેલા વોર્ડમાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું

છોટાઉદેપુર નપા મતગણતરીમાં વોર્ડ નં 1નું પરિણામ જાહેર થયું છે અને  પહેલા વોર્ડમાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું છે.
જેમાં ચૂંટણીમાં 1 કોંગ્રેસ અને 3 અપક્ષ ઉમેદવારોની જીત થઈ છે.  નપા મતગણતરી વોર્ડ નં. 2નું પરિણામમાં પણ
ચારેય ભાજપ ઉમેદવારોની જીત થઈ છે.

10:15  AM

કચ્છનાતાલુકા પંચાયતમાં ભાજપની જીત

કચ્છના માંડવીના દશરડી તા.પં.માં ભાજપના ઉમેદવાર વિજયી થયા છે જેમાં  1708 મતથી ભાજપનો થયો વિજય થયો છે.
મુંદરાની ભુજપુર તા.પં. સીટ પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. જેમાં ઉમેદવાર નારાણ સાખરાની 999 વોટથી જીત નોંધાવી છે.

10:10  AM

રાપર પાલિકાના વોર્ડ નં. 1માં ભાજપની જીત

રાપર પાલિકાના વોર્ડ નં. 1માં ભાજપની જીત નોંધી છે,જેમાં ભાજપના ચારેય ઉમેદવારો વિજેતા બન્યા છે આપને જણાવી દઈએ  કોંગેસ હજુ સુધી ખાતું પણ ખોલાવી નથી શકયું. વોર્ડ 1.માં 4 ઉમેદવારો વિજેતા બનતા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ

10:05  AM

ધ્રોલ નપા વોર્ડ નં.1 ની મતગણતરી પૂર્ણ

ધ્રોલ નપા વોર્ડ નં.1માં ભાજપ પેનલના ચારેય ઉમેદવારો વિજય થયો છે.

9:55 AM

જૂનાગઢના વંથલી નગરપાલિકા વોર્ડ 1માં ભાજપે ખોલ્યું ખાતું

જૂનાગઢ: વંથલી નગરપાલિકા વોર્ડ 1માં ભાજપે ખોલ્યું ખાતું છે. નગરપાલિકા વોર્ડ નં.1માં ભાજપની પેનલ જીતી છે. અને વંથલી નપા વોર્ડ નં.2માં કોંગ્રેસ ન પેનલનો ભવ્ય વિજય થયો છે. વંથલી નપા વોર્ડ નં.3માં ભાજપની પેનલનો વિજય થયા  છે જેમાં  ભાજપ 8 અને કોંગ્રેસ 4 બેઠકો પર આગળ છે.

9:50 AM

ખેડબ્રહ્મા નગરપાલિકા માં ભાજપ પેનલ વિજેતા

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2025 02 18T100326.639 1 ફરી ભાજપે મારી બાજી,ગુજરાતમાં કમળ ખીલ્યું,કોંગ્રેસ-આપના સૂપડા સાફ

સાબરકાંઠાના ખેડબ્રહ્મા નગરપાલિકા પરિણામ જાહેર થઈ ચૂક્યું છે જેમાં  વોર્ડ નં.1માં ભાજપ પેનલ વિજેતા બની છે. અને
કોંગ્રેસનો ગઢ ગણાતા વોર્ડ નં.1માં પ્રથમવાર ભાજપનો પગ પેસારો થયો છે.ભાજપ, કોંગ્રેસ સહિત આપના ઉમેદવાર વચ્ચે હતી ટક્કર.
ઉમેદવારો વિજયી થતા ટેકેદારો સહિત મતદારોમાં ખુશી જોવા મળી હતી. તુષાર ચૌધરીના મતવિસ્તારમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે.જેમાં
વોર્ડ નં. 1માં ભાજપની પેનલના ઉમેદવારો વિજેતા બન્યા છે.

1.અજય કુમાર ભાંભી – ભાજપ
2. પ્રશાંત પટેલ – ભાજપ
3.  મીનાબેન ઠાકરડા – ભાજપ
4. સોનલબેન બુબડિયા – ભાજપ

9:45 AM

આણંદમાં બોરીયાવી પાલિકાની મતગણતરીનો પ્રારંભ

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2025 02 18T100801.654 1 ફરી ભાજપે મારી બાજી,ગુજરાતમાં કમળ ખીલ્યું,કોંગ્રેસ-આપના સૂપડા સાફ

આણંદમાં બોરીયાવી પાલિકાની મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે,જ્યાં 6 વોર્ડની 24 બેઠકોની મતગણતરી થઇ શરૂ થઈ ગઈ છે. આ સાથેજ બોરીયાવીમાં 4 ટેબલ પર 6 રાઉન્ડમાં ગણતરી શરૂ થઈ ગઈ છે અને વોર્ડ 1ની 4 બેઠકોની મતગણતરી શરૂ થઈ છે.

9:44 AM

આણંદમાં પીએએન  આંકલાવ પાલિકાની મતગણતરી શરૂ

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2025 02 18T101027.637 1 ફરી ભાજપે મારી બાજી,ગુજરાતમાં કમળ ખીલ્યું,કોંગ્રેસ-આપના સૂપડા સાફ

આણંદમાં પીએએન  આંકલાવ પાલિકાની મતગણતરી શરૂ થઈ ગઈ છે. જેમાં પહેલા વોર્ડની 4 બેઠકની મતગણતરી શરૂ થઈ ગઈ છે.
આ મતગણતરી 6 રાઉન્ડમાં 4 ટેબલ પર હાથ ધરાઈ રહી છે. હાલ એજન્ટોની સામે EVM મશીન ખોલવામાં આવ્યા છે, ત્યારેથોડી જ ક્ષણોમાં વોર્ડ 1નું પરિણામ આવી શકે છે.

9:42 AM

કચ્છની રાપર અને ભચાઉ ન.પા.ની મતગણતરી

કચ્છની રાપર અને ભચાઉ ન.પા.ની મતગણતરી હાથ ધરાઈ છે. જેમાં રાપર ન.પા.ના 7 વોર્ડની 27 બેઠક પર 62.52 ટકા મતદાન થયું હતું અને
ભચાઉ ન.પા.ના 4 વોર્ડની 11 બેઠક પર 54.94 ટકા મતદાન થયું હતું. આ સિવાય ભચાઉ તા.પંચાયતની લાકડીયા બેઠક પર 38.82 ટકા મતદાન થયું હતું અને મુન્દ્રા તા.પંચાયતની મોટી ભુજપુર બેઠક પર 70.17 ટકા મતદાન નોંધાયું હતું. આ સિવાય  માંડવી તાલુકા પંચાયતની દરશડી બેઠક પર 56.1 ટકા મતદાન થયું હતું. અને તાલુકા પંચાયતની 3 બેઠકો માટે પણ મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ  ગઈ છે.
લગભગ બપોર સુધીમાં તમામ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.

9:40 AM

આણંદમાં 3 પાલિકાની ચૂંટણીની મતગણતરી

આણંદમાંઆજે 3 પાલિકાની ચૂંટણીની મતગણતરી યોજાઇ છે. જેમાં એજન્ટો સહિત ઉમેદવારો મતગણતરી સ્થળે પહોંચ્યા  છે. આ
ચૂંટણી ઓબઝર્વરની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલાયા છે. આંકલાવ, ઓડ અને બોરીયાવી પાલિકાની મતગણતરી શરૂ થઈ ગઈ છે. આપને જણાવી દઈએ કુલ 4 ટેબલ ઉપર 6 રાઉન્ડમાં આ મતગણતરી થશે. અને લગભગ 11 વાગ્યા સુધીમાં પરિણામનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આ
મતગણતરીને લઈ ઉમેદવારો, એજન્ટો અને કાર્યકરોમાં ઉસ્તાહ જોવા મળી રહ્યો છે.

9:35 AM

દ્વારકાની ભાણવડ નગરપાલિકાની મત ગણતરી શરૂ થઈ ગઈ છે.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી શરુ કરાઈ છે,જેમાં ભાણવડ પાલિકાની કુલ 6 વોર્ડમાં 2 વોર્ડ બિનહરીફ જાહેર થઈ છે. ભાણવડ પાલિકામાં 4 વોર્ડમાં થયેલ મતદાનની ગણતરી ચાલુ છે.

9:25 AM

ભરૂચના જંબુસર નગરપાલિકાની મતગણતરી શરૂ  

ભરૂચના જંબુસર નગરપાલિકાની મતગણતરી શરૂ થઈ ગઈ છે.તેમજ નપા વોર્ડ નંબર 1 પેટા ચૂંટણીની મતગણતરી શરૂ કરાઇ છે. જેમાં પેટા ચૂંટણીની મતગણતરી 04 રાઉન્ડમાં કરાશે. આપને જણાવી દઈએ  2280 મતનું મતદાન નોંધાયું છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે.

9:015 AM

છોટાઉદેપુર નગરપાલિકાની મત ગણતરી

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2025 02 18T093229.595 1 ફરી ભાજપે મારી બાજી,ગુજરાતમાં કમળ ખીલ્યું,કોંગ્રેસ-આપના સૂપડા સાફ

છોટાઉદેપુર નગરપાલિકાની આજે મત ગણતરી યોજાઇ છે ત્યારે  પોલીટેકનિક કોલેજ ખાતે મત ગણતરીનું આયોજન કરવામાં આવું છે. જ્યાં
કોલેજની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં આજે કુલ 99 ઉમેદવારોના ભાવીનો થશે ફેસલો થશે. તેમજ
ભાજપ, કોંગ્રેસ, AAP, બસપા, અને અપક્ષ વચ્ચે જંગ થશે. છોટાઉદેપુર નગરપાલિકામાં અપક્ષનું જોર રહેવાની ચર્ચા થઈ રહી છે.

9:05 AM

ધોરાજીમાં ભગવતસિંહજી હાઇસ્કુલ ખાતે મત ગણતરી

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2025 02 18T092131.571 1 ફરી ભાજપે મારી બાજી,ગુજરાતમાં કમળ ખીલ્યું,કોંગ્રેસ-આપના સૂપડા સાફ

હાલ મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે ધોરાજીમાં ભગવતસિંહજી હાઇસ્કુલ ખાતે મત ગણતરી કરવામાં આવી રહી છે. આ સાથેજ કુલ 9 વોર્ડની 36 બેઠકો માટે આજે મત ગણતરી યોજાશે જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી યોજાશે.જેમાં ભાજપના 31, કોંગ્રેસના 36, AAPના 26 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જેમાંથી કુલ 110 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે. ગત ટર્મમાં ધોરાજી ન.પા.માં હતું કોંગ્રેસનું સાશન

8:37 AM

નર્મદા જિલ્લામાં ત્રિપાંખિયાની લડાઈ જોવા મળી હતી. લોકસભા ચૂંટણીમાં ગઠબંધન કરનાર AAP અને કોંગ્રેસ હવે સામસામે આવી ગયા છે. કોંગ્રેસ અને AAPએ એક-એક બેઠક પર ભાજપ સામે ઉમેદવારી નોંધાવી હતી. ડેડિયાપાડાના ઝાંક ગામની અનુસૂચિત જનજાતિ બેઠક માટે ભાજપ તરફથી સુરેશ વસાવા, આદમી પાર્ટીના ઉમેદવાર રાહુલ વસાવા, કોંગ્રેસ પાર્ટી તરફથી ગંભીર વસાવા અને એક અપક્ષે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે સાગબારાની ભાદોદ બેઠક પર ભાજપના ઉમેદવાર સરોજ વસાવા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંધ્યા વસાવા અને કોંગ્રેસના સરલા વસાવાએ અપક્ષ તરીકે બે-બે ફોર્મ ભરતા કુલ 5 ફોર્મ ભરાયા હતા. આ રીતે નર્મદામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં AAP અને કોંગ્રેસ વચ્ચેનું ગઠબંધન તૂટી ગયું છે.

8:35 AM

નવા મુખ્ય ચૂંટણી કમિશનરના નામની જાહેરાત

નવા મુખ્ય ચૂંટણી કમિશનરના નામની જાહેરાત થઈ છે જેમાં જ્ઞાનેશ કુમાર દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ચૂંટાયા છે. જે CEC રાજીવ કુમારની જગ્યા લેશે જ્ઞાનેશ કુમાર

8:30 AM

પાંચ હજારથી વધુ ઉમેદવારો મેદાનમાં છે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5775 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી અને કુલ 36 લાખ 71 હજાર 479 મતદારોએ મતદાનનો અધિકાર મેળવ્યો હતો. રાજ્યમાં યોજાયેલી નગરપાલિકા-પંચાયતની ચૂંટણીમાં પણ અનેક મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી.

8:27 AM

કચ્છની રાપર નગરપાલિકાનું આજે પરિણામ

કચ્છની રાપર નગરપાલિકાનું આજે પરિણામ આવવાનું છે ત્યારે રાપર નગરપાલિકામાં કોણ મારશે બાજી…? ઇ ઇકે મોટો સવાલ છ. આપને જણાવી દઈએ  7 વોર્ડની 27 બેઠકો પર 62.52 ટકા મતદાન થયું છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાપરમાં સીધી ટક્કર જોવા મળી રહી છે.EVM ખુલતા જ જનતાનો જનઆદેશ સામે આવશે.

8:25 AM

જૂનાગઢ મહાનગરપાલિકા પરિણામ માટે તૈયાર છે. જૂનાગઢના 13 વોર્ડના કમાન્ડરો દ્વારા નિર્ણય લેવામાં આવશે. આજે 157 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવાનો છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 3 અને 14ની બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. આ સાથે જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાના પરિણામો પણ જાહેર કરવામાં આવશે. એક તાલુકા પંચાયતના પરિણામો જાહેર થશે. માંગરોળના વોર્ડ 5માં 4 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. બાટવા નગરપાલિકાની કુલ 15 બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર થયું છે, 9 બેઠકોના પરિણામ જાહેર થશે. ચૂંટણી પહેલા જ 68 નગરપાલિકાના 461 વોર્ડમાંથી કુલ 24 વોર્ડ બિનહરીફ જાહેર થયા છે. પાલિકાની 1844 બેઠકોમાંથી 167 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. તેથી હવે 1 હજાર 677 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. આ બેઠકો માટે કુલ 4 હજાર 374 ઉમેદવારો મેદાનમાં છે. જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠકો પૈકી 8 બેઠકો સંપૂર્ણપણે બિનહરીફ થઇ છે, બાકીની 52 બેઠકો માટે કુલ 157 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ નંબર 7, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ નંબર 18 અને ભાવનગર મહાનગર પાલિકામાં વોર્ડ નંબર 3માં પેટા ચૂંટણી યોજાશે. આ ત્રણ બેઠકો માટે કુલ 17 ઉમેદવારો મેદાનમાં છે.

8:20 AM

 નગરપાલિકા કરતાં તાલુકા પંચાયતોમાં મતદાન વધુ છે.

કુલ 68 નગરપાલિકાઓમાં લગભગ 62 ટકા મતદાન થયું હતું. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકામાં 43 ટકા જેટલું મતદાન થયું હતું. કુલ 3 તાલુકા પંચાયતમાં પણ 66 ટકા જેટલું મતદાન થયું હતું. જો કે આ મતદાનમાં શહેરના મતદારો કરતાં ગ્રામીણ મતદારોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો. મહાનગરપાલિકા અને નગરપાલિકા કરતાં તાલુકા પંચાયતોમાં વધુ મતદાન થયું હતું.

8:15 AM

ચાર નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે

4 નગરપાલિકામાં વિપક્ષ કોણ હશે તે નક્કી કરવા માટે જ મતદાન યોજાયું હતું. કારણ કે મતદાન પહેલા જ આ 4 નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી ગઈ હતી. ભાજપે પહેલા જ બેઠકો બિનહરીફ જીતીને બહુમતી મેળવી હતી. જેમાં ભચાઉ, બાંટવા, જાફરાબાદ, હાલોલમાં ભાજપને બહુમતી મળી હતી. આથી વિપક્ષ કોણ હશે તે નક્કી કરવા માટે માત્ર આજનું મતદાન બાકી હતું.

ગીર સોમનાથનાકોડિનાર નગરપાલિકાના 7 વોર્ડમાં કુલ 28 ઉમેદવારોમાં ભાજપના 4 બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે 15 વોર્ડમાં લડાઈમાં ચુંટણી ભાજપ-કોંગ્રેસનો સીધો જંગ છે.તેમજ તાલાલાગીરની 2 તાલુકા પંચાયત બેઠક પર આજે પરિણામ અને ઉનાની 3 તાલુકા પંચાયતનું પણ પરિણામ આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ભાજપે જૂનાગઢના ઉમેદવારની યાદી જાહેર કરી

આ પણ વાંચો: BJP ના ઉમેદવારોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવા સૂચના

આ પણ વાંચો: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કોંગ્રેસે પ્રભારી નિમ્યા, બનાસકાંઠા માટે તુષાર ચૌધરી, બળદેવજી ઠાકોરને જવાબદારી