Not Set/ રાજકોટ માર્કેટ યાર્ડના ડાયરેક્ટરપદેથી મગન ઝાલાવાડિયાને ડિસક્વોલિફાઈડ કરાશે!!!

અમદાવાદ: સૌરાષ્ટ્રના જ નહીં સમગ્ર ગુજરાતના બહુચર્ચિત એવા મગફળી કૌભાંડમાં સંડોવાયેલા ગુજકોટ વેરહાઉસના મેનેજર અને તરઘડી સહકારી મંડળીના પ્રમુખ એવા મગન ઝાલાવાડિયાને રાજકોટ (Rajkot) માર્કેટ યાર્ડના ડાયરેકટરપદેથી મગન ઝાલાવાડિયાને ડિસ્કવોલિફાઇડ કરવા માટે આગામી તા.16મી ઓગસ્ટના બોર્ડ મિટિંગ મળશે. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પેઢલા ગામે આવેલ ગુજકોટના મગફળીના વેરહાઉસમાં બહાર આવેલા મગફળી કૌભાંડ અંગે તરઘડી […]

Top Stories Rajkot Gujarat Others Trending
Magan Zalawadia will be disqualified as director of Rajkot Market Yard !!!

અમદાવાદ: સૌરાષ્ટ્રના જ નહીં સમગ્ર ગુજરાતના બહુચર્ચિત એવા મગફળી કૌભાંડમાં સંડોવાયેલા ગુજકોટ વેરહાઉસના મેનેજર અને તરઘડી સહકારી મંડળીના પ્રમુખ એવા મગન ઝાલાવાડિયાને રાજકોટ (Rajkot) માર્કેટ યાર્ડના ડાયરેકટરપદેથી મગન ઝાલાવાડિયાને ડિસ્કવોલિફાઇડ કરવા માટે આગામી તા.16મી ઓગસ્ટના બોર્ડ મિટિંગ મળશે.

સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પેઢલા ગામે આવેલ ગુજકોટના મગફળીના વેરહાઉસમાં બહાર આવેલા મગફળી કૌભાંડ અંગે તરઘડી સહકારી મંડળી પ્રમુખ તેમજ ગુજકોટ વેરહાઉસના મેનેજર મગન ઝાલાવાડિયાની સંડોવણી બહાર આવી છે. જે અંગે પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. આ મગફળી કૌભાંડના મામલે હાલ મગન ઝાલાવાડિયા જેલ હવાલે છે.

આ સંજોગોમાં મગફળી કૌભાંડમાં સંડોવાયેલા રાજકોટ માર્કેટ યાર્ડના ખેડૂત વિભાગના ડાયરેકટર એવા મગન ઝાલાવાડિયાને ડાયરેકટર તરીકેના હોદ્દા પરથી ડિસ્કવોલિફાઇડ કરવા માટે તા.16મી ઓગસ્ટને ગુરુવારે માર્કેટ યાર્ડની બોર્ડ ઓફ ડાયરેકટર્સની બેઠક બોલાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટના બેડી માર્કેટ યાર્ડ ખાતે તા.16-8-2018ને ગુરુવારે સવારે 11 કલાકે બોર્ડ ઓફ ડાયરેકટર્સની મિટિંગ મળશે જેમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવશે.

રાજકોટ માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ, આ બેઠકમાં બહુચર્ચિત મગફળી કૌભાંડમાં સંડોવાયેલા અને હાલમાં રિમાન્ડ પર રહેલા મગન ઝાલાવાડિયાને માર્કેટ યાર્ડના ખેડૂત વિભાગના ડાયરેકટરપદેથી ડિસ્કવોલિફાઈડ કરવાની જિલ્લા રજિસ્ટ્રારને ભલામણ કરતો એક ઠરાવ પસાર કરવામાં આવશે.

આ પછી જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા આ ઠરાવને રાજ્ય સરકારના સહકાર વિભાગના નિયામકને મોકલવામાં આવશે અને ત્યારબાદ મગન ઝાલાવાડિયાને ડિસક્વોલીફાઈડ કરવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.