Not Set/ માલધારીઓની દુષ્કાળ જેવી પરિસ્થિતીને લઈને કચ્છથી હિજરત

રાજકોટ, કચ્છના રાપરથી માલધારીઓની હિજરત હજુ પણ યથાવત જોવા મળી રહે છે. દોઢ મહિના પહેલા કચ્છના રાપર તાલુકાના જ કેટલાક માલધારીઓ પોતાના પરીવાર અને પશુધન સાથે રાજકોટ આવી પહોંચ્યા હતા. કચ્છમાં દાતા ઓની કે સરકારી તંત્ર તરફથી કોઈ સહાય ન મળતા કચ્છના સીમાડા છોડી માલધારીઓ રાજકોટ આવ્યા હતા. રાજકોટ પહોંચતા ની સાથે જ દાનનો પ્રવાહ […]

Top Stories Rajkot Gujarat
mantavya 1 103 માલધારીઓની દુષ્કાળ જેવી પરિસ્થિતીને લઈને કચ્છથી હિજરત

રાજકોટ,

કચ્છના રાપરથી માલધારીઓની હિજરત હજુ પણ યથાવત જોવા મળી રહે છે. દોઢ મહિના પહેલા કચ્છના રાપર તાલુકાના જ કેટલાક માલધારીઓ પોતાના પરીવાર અને પશુધન સાથે રાજકોટ આવી પહોંચ્યા હતા.

કચ્છમાં દાતા ઓની કે સરકારી તંત્ર તરફથી કોઈ સહાય ન મળતા કચ્છના સીમાડા છોડી માલધારીઓ રાજકોટ આવ્યા હતા. રાજકોટ પહોંચતા ની સાથે જ દાનનો પ્રવાહ વહેતો થતા છેલ્લા દોઢ મહિનાથી રાજકોટના ન્યારા ગામે માલધારીઓ સુખેથી રહે છે.

ત્યારે વધુ માલધારીઓ પોતાના પરિવાર અને પશુધન સાથે રાજકોટના રતનપર ગામે આવી પહોંચ્યા છે. બે મહિનાથી હિજરત કરતા કરતા માલધારીઓ રાજકોટના રતનપર ગામે આવી પહોંચ્યા છે, પોતાના 600 જેટલા પશુધન સાથે ત્યારે માલધારીઓએ દાતા પાસે અપીલ કરી છે કે તેમના મુંગા જીવને ખવડાવવા માટે તેમની પાસે કોઈ ઘાસચારો નથી.

ત્યારે કોઈ સામાજિક સંસ્થાઓ કે દાતાઓ આગળ આવી ઘાસચારો પૂરો પાડે. ઉલ્લેખનીય છે કે દોઢ મહિનાથી 3 હજાર પશુધન સાથે માલધારીઓ રાજકોટ આજુબાજુ આશરો લીધો છે.

દુષ્કાળને કારણે હજુ 2500 ગાય સૌરાષ્ટ્ર તરફ આવવા કચ્છથી રવાના થઈ છે. ત્યારે આ માલધારીઓ આગામી જૂન – જુલાઈ સુધી માલધારીઓ સૌરાષ્ટ્રમાં વસવાટ કરશે તેવું જણાવ્યું હતું.