Not Set/ મહેસાણા: રાજપુર પાટીયા પાસે કંપનીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે

મહેસાણા જિલ્લાના છત્રાલ નજીક રાજપુર પાટીયા પાસે આવેલી એક કંપનીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રે લાગેલી આ આગ પર હજુ સુધી કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. રાજપુર પાટીયા પાસે આવેલી શાકો ફ્લેક્સ નામની કંપનીમાં અચાનક જ આગ લાગી ગઈ હતી.જેને લઈને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જણાવીએ કે ફાયર […]

Gujarat Others

મહેસાણા જિલ્લાના છત્રાલ નજીક રાજપુર પાટીયા પાસે આવેલી એક કંપનીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રે લાગેલી આ આગ પર હજુ સુધી કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે.

રાજપુર પાટીયા પાસે આવેલી શાકો ફ્લેક્સ નામની કંપનીમાં અચાનક જ આગ લાગી ગઈ હતી.જેને લઈને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જણાવીએ કે ફાયર બ્રિગેડ દ્વારા ગઇકાલ રાતથી જ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જોકે, મહદઅંશે આગ કાબુમાં આવી છે પણ આગને સંપૂર્ણ કાબુમાં લેવાના પ્રયાસો ચાલુ છે.

આ ઘટનાને પગલે કડી, કલોલ અને મહેસાણાની ફાયર બ્રિગેડની ટીમો બોલવામાં આવો છે. સાથે જ કંપનીમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હોવાનું જાણવા મળી રહ્યું છે.

મહત્વનું છે આ આગના કારણે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આપને જણાવી દઈએ કે.છેલ્લા કેટલાક સમયથી ફાયર સેફ્ટીના અભાવના કારણે આગ લાગવાના બનાવો વધ્યા છે. જેને લઈને તંત્રએ પણ લાલ આંખ કરી છે.