Not Set/ ગુજરાતમાં મ્યૂકોરમાયકોસિસને મહામારી જાહેર કરાઈ

હોસ્પિટલોએ કેન્દ્રની ગાઈડલાઈનનું કરવું પડશે પાલન , એપીડેમિક ડીસીઝ એક્ટ 1857 મુજબ મહામારી જાહેર

Top Stories Gujarat Others
black fungas 12 2 ગુજરાતમાં મ્યૂકોરમાયકોસિસને મહામારી જાહેર કરાઈ

કોર કમિટીની બેઠક બાદ સરકારનો નિર્ણય
આવો નિર્ણય કરનારું ગુજરાત પાંચમું રાજ્ય
હોસ્પિટલોએ કેન્દ્રની ગાઈડલાઈનનું કરવું પડશે પાલન
એપીડેમિક ડીસીઝ એક્ટ 1857 મુજબ મહામારી જાહેર

ગુજરાત રાજ્યમાં મંદ કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યાં વળી નવી બીમારી મ્યૂકોરમાયકોસિસ માથું ઊંચકી રહ્યું છે. રાજ્યમાં આજે CM ની અધ્યક્સ્તામાં મળેલી કોર કમિટીની બેઠકમાં ગુજરાતમાં મ્યૂકોરમાયકોસિસ રોગને મહામારી ઘોષિત કરવા માં આવી છે. એપીડેમિક ડીસીઝ એક્ટ 1857 અન્વયે આ રોગને મહામારી જાહેર કરવામાંઆવી છે.

આ સંદર્ભમાં હવે આ રોગની સારવાર કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોએ સ્ક્રીનીંગ ડાયગનોસિસ અને ટ્રીટમેન્ટ માટે ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ આઇ સી એમ આર દ્વારા આ રોગ માટે નક્કી કરવામાં આવેલી ગાઈડ લાઇન્સનું પાલન કરવાનું રહેશે. આ રોગના શંકાસ્પદ તેમજ કનફર્મ કેસોની વિગતો ભારત સરકારને સમયાંતરે મોકલવાની રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મ્યૂકોરમાયકોસિસને મહામારી જાહેર કરતું ગુજરાત દેશનું પાંચમુ રાજ્ય   છે. અગાઉ રાજસ્થાન, તેલંગાના,  હરિયાણા, તામીલનાડુ,  પણ મ્યૂકોરમાયકોસિસને મહામારી જાહેર કરી ચુક્યા છે.