Not Set/ રાજ્યમાં સતત ઘટતાં કોરોના કેસ, પંરતુ મોતનો સિલસિલો યથાવત, આજે નોધાયા 11084 નવા કેસ

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 11084 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો  681012 પહોંચ્યો  છે. 

Top Stories Gujarat
bhavsinh rathod 8 રાજ્યમાં સતત ઘટતાં કોરોના કેસ, પંરતુ મોતનો સિલસિલો યથાવત, આજે નોધાયા 11084 નવા કેસ

ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં  રોકેટ ગતિએ વધારો નોધાયો  હતો. જેમાં હવે ધીમે ધીમે ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 11084 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો  681012 પહોંચ્યો  છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 121 લોકોનાં મૃત્યુ થયા છે.  રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 14770  છે.  ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા  533004 છે.  રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 139614 છે.

રાજ્યમાં કોરોનાના નવા  કેસ કરતા સાજા થનારનો આંકડો વધુ છે. પરંતુ હજુ પણ રાજ્યમાં મૃત્યુ આંક 100 + આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2883 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 72 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 836 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 274 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 790 કેસ, જ્યારે ગ્રામ્યમાં 391 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 395 કેસ અને ગ્રામ્યમાં 351 કેસ નોંધાયા છે.

corona update રાજ્યમાં સતત ઘટતાં કોરોના કેસ, પંરતુ મોતનો સિલસિલો યથાવત, આજે નોધાયા 11084 નવા કેસ