Not Set/ LIVE : પીએમ મોદીએ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું,એરફોર્સના વિમાનોએ આપી સલામી

રાજપીપળા, કેવડીયામાં સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની પ્રતિમાનું આજે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કર્યું હતું.સવારે 10.30 કલાકે પીએમ મોદીએ 182 મીટર ઉંચી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરીને તેને વિશ્વ સમક્ષ મુકી હતી. प्रधानमंत्री @narendramodi ने #StatueOfUnity राष्ट्र को किया समर्पित, #SardarVallabhbhaiPatel की 182 मीटर ऊंची प्रतिमा विश्व की सबसे ऊंची […]

Top Stories India
Statue of Unity 5 LIVE : પીએમ મોદીએ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું,એરફોર્સના વિમાનોએ આપી સલામી

રાજપીપળા,

કેવડીયામાં સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની પ્રતિમાનું આજે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કર્યું હતું.સવારે 10.30 કલાકે પીએમ મોદીએ 182 મીટર ઉંચી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરીને તેને વિશ્વ સમક્ષ મુકી હતી.

પ્રતિમાનું અનાવરણ કરતાં સમયે વાયુસેનાના વિમાનો દ્રારા ભારતીય તિંરગાના ત્રણેય રંગો દ્રારા સરદારની પ્રતિમાને સલામી આપવામાં આવી હતી.

statue of unity 3 LIVE : પીએમ મોદીએ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું,એરફોર્સના વિમાનોએ આપી સલામી

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ માટે પીએમ નરેન્દ્ર મોદી મંગળવારે રાતે અમદાવાદ ઍરપોર્ટ પહોંચ્યા હતા જ્યાં તેમનું સ્વાગત રાજ્યપાલ ઓપી કોહલી,સીએમ વિજય રૂપાણી, ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજા અને અમદાવાદના મેયર બીજલબહેન પટેલ દ્વારા સ્વાગત કરાયું હતું.

મંગળવારે રાતે રાજભવન ખાતે રોકાયા બાદ આજે સવારે પીએમ મોદી કેવડિયા ખાતે જાવા રવાના થયા હતા.કેવડીયામાં પીએમએ વેલી ઓફ ફ્લાવર્સનું  ઉદ્દઘાટન કર્યું હતું.કેવડિયા પહોંચ્યા બાદ પીએમએ ટેન્ટ હાઉસનું પણ નિરીક્ષણ કર્યું હતું.

statue of unity Modi LIVE : પીએમ મોદીએ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું,એરફોર્સના વિમાનોએ આપી સલામી

સવારે 9.40 થી બપોરના 12.10 વાગ્યા સુધી વડાપ્રધાનની હાજરીમાં અનેક કાર્યક્રમ યોજાશે જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહીતના મહાનુભવો હાજર રહેશે. સભામંડપમાં શીવલિંગ પર અભિષેક કરી વડાપ્રધાન વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને રાષ્ટ્રને સમર્પિત કરશે.

પીએમ મોદીએ કચ્છના ધોરડો રણની જેમ બનેલા ટેન્ટ સીટીનું અનાવરણ કર્યું હતું.અહીં 250 જેટલા ટેન્ટ બનાવવામાં આવ્યા છે.