Not Set/ અમરેલી જિલ્લામાં વધુ એક ખેડૂતે ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત

અમદાવાદ: અમરેલી જિલ્લામાં વધુ એક ખેડૂત દ્વારા આપઘાત કરવાનો બનાવ સામે આવ્યો છે. આ ખેડૂતે ખેતરમાં દોરી વડે ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું છે. જેના કારણે તેના પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના સુવાગઢ ગામની છે. સુવાગઢ ગામે રહેતા ખેડૂત નામ દામજીભાઈ […]

Top Stories Gujarat Others Trending
One more Farmer has committed suicide in Amreli

અમદાવાદ: અમરેલી જિલ્લામાં વધુ એક ખેડૂત દ્વારા આપઘાત કરવાનો બનાવ સામે આવ્યો છે. આ ખેડૂતે ખેતરમાં દોરી વડે ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું છે. જેના કારણે તેના પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના સુવાગઢ ગામની છે. સુવાગઢ ગામે રહેતા ખેડૂત નામ દામજીભાઈ જીવાભાઈ મકવાણા ખેતી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દામજીભાઈએ પોતાના ગામની મંડળીમાંથી ખેતી માટે ધિરાણ લીધું હતું.

મંડળીમાંથી રૂપિયા 2.75 લાખનું ધિરાણ લીધા બાદ દામજીભાઈની આર્થિક પરિસ્થિતિ નબળી પડી ગઈ હતી. જેના કારણે મંડળીમાંથી લીધેલા ધિરાણની રકમ પરત કરી શક્યા ન હતા. જેથી દામજીભાઈ છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં આવી ગયા હતા. આ ડિપ્રેશનથી આખરે કંટાળીને આજે પોતાના ખેતરમાં દોરી વડે ગળેફાંસો ખાઇને મોતને વ્હાલું કર્યું હતું.

આ ઘટનાને પગલે તેમના ખેતરમાં લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. આ મામલે દામનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં તુરંત જ દામનગર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે આ મામલે આત્મહત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુવાગઢ ગામના દામજીભાઈ જીવાભાઈ મકવાણા નામના ખેડૂતે આર્થિક સંકડામણથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. જેના કારણે અમરેલી જિલ્લામાં ખેડૂતોની આત્મહત્યા કરવાની ઘટનામાં વધુ એક ખેડૂતનો સમાવેશ થયો છે.

આર્થિક સંકડામણના કારણે સૌરાષ્ટ્રમાં ખેડૂતો દ્વારા કરવામાં આવતી આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા પણ આ મામલામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.