Not Set/ ડો.આશા પટેલના પુતળાનું દહન કરનારાઓ સામે દાખલ થઇ પોલિસ ફરિયાદ

ઉંઝા, પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલના પુતળા દહન મામલે 10થી 12 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.કોંગ્રેસના ઉંઝાના પુર્વ ધારાસભ્ય ડો.આશાબહેન પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા પછી રાજકીય વાતાવરણ ગરમાયું છે.ડો.આશા પટેલના રાજીનામા બાદ તેમનાથી નારાજ કોંગ્રેસના કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો હતો.ડો.આશા પટેલે રાજીનામુ આપ્યા પછી  શનિવારે મોડી સાજે તેમના રાજીનામાનો વિરોધ કરતા તેમનું પુતળા દહન […]

Gujarat Others
mmo 12 ડો.આશા પટેલના પુતળાનું દહન કરનારાઓ સામે દાખલ થઇ પોલિસ ફરિયાદ

ઉંઝા,

પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલના પુતળા દહન મામલે 10થી 12 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.કોંગ્રેસના ઉંઝાના પુર્વ ધારાસભ્ય ડો.આશાબહેન પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા પછી રાજકીય વાતાવરણ ગરમાયું છે.ડો.આશા પટેલના રાજીનામા બાદ તેમનાથી નારાજ કોંગ્રેસના કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો હતો.ડો.આશા પટેલે રાજીનામુ આપ્યા પછી  શનિવારે મોડી સાજે તેમના રાજીનામાનો વિરોધ કરતા તેમનું પુતળા દહન કરવામાં આવ્યું હતું.રાજીનામાથી નારાજ કોંગ્રેસના કેટલાંક કાર્યકરો આશાબહેનનું પુતળા દહન કરતાં તેમની સામે પોલિસ ફરિયાદ થઇ હતી.

મળતી માહિતી પ્રમાણે આશાબહેનના પુતળાનું દહન કરનાર સંજય સોમાભાઇ પટેલ, અરવિંદ અમૃતલાલ પટેલ સહિત 10થી 12 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે. પોલિસના સુત્રોનું કહેવું છે કે આ વ્યક્તિઓએ જાહેરનામાનો ભંગ કરીને રસ્તા પર પુતળા દહન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી પહેલા ઊંઝા કોંગ્રેસનાં ધારાસભ્ય ડો. આશાબહેન પટેલે રાજીનામું આપતા રાજકારણ ગરમાઇ ગયું છે. આશાબહેને ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષને પોતાનું રાજીનામું આપ્યું છે. જેના આધારે કારણે અનેક અટકણો ચર્ચાઇ રહી છે. લોકોનું માનવું છે કે તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ જશે.