ક્રાઈમ/ ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર, સુરતના આ વિસ્તારમાંથી ઝડપાયો દારૂ

સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા પુણા બોમ્બે માર્કેટ રોડ રેણુકા ભવન પાસે એક મકાનમાં બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો કરવામાં આવ્યો હતો.

Gujarat Surat
Mantavyanews 1 7 ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર, સુરતના આ વિસ્તારમાંથી ઝડપાયો દારૂ

@અમિત રૂપાપરા 

Surat News: ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવાની વાતો માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. કારણકે, અવાર નવાર દારૂના મુદ્દામાલ સાથે બુટલેગરો પકડાયા હોવાના કિસ્સાઓ સામે આવે છે. તો ઘણી વખત રાજકીય પક્ષો સાથે જોડાયેલા કે, પછી કાયદાનું રક્ષણ કરાવતા જ પોલીસકર્મીઓ દારૂના મુદ્દામાલ સાથે પકડાયા હોવાના કિસ્સા પણ સામે આવે છે. ત્યારે સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂના વેપલા પર દરોડો કરવામાં આવ્યો હતો અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 403 લીટર દેશી દારૂ તેમજ ઇંગલિશ દારૂની 138 નાની બોટલો જપ્ત કરવામાં આવી હતી. તો આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 2 ઈસમોને વોન્ટેડ જાહેર કરાયા છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરને નોટિસ આપી માતા-પિતાને સોંપવામાં આવ્યો છે.

સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા પુણા બોમ્બે માર્કેટ રોડ રેણુકા ભવન પાસે એક મકાનમાં બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો કરવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન વિદેશી તેમજ દેશી દારૂનો મુદ્દામાલ કરવામાં આવ્યો હતો. જેમાં સ્ટેટ મોનીટરિંગ ચાલે વિદેશી દારૂની નાની 138 બોટલો તેમજ દેશી દારૂ 4003 લીટર 13,750 રોકડા સહિત કુલ 40,620નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે.

તો બીજી તરફ આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કાયદાના સંદર્ભમાં આવેલા બાળકિશોરને નોટિસ આપી તેના વાલીને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. એટલે કે જે બાળકિશોરને નોટિસ આપવામાં આવી છે તે પરથી એવું સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ ઘટનામાં બાળકો પાસે દારૂનો વેપલો કરાવવામાં આવતો હોઈ શકે છે. તો બીજી તરફ મુખ્ય આરોપી વિનોદ પટેલ તેમજ મુન્નાલાલ ઉર્ફે મુન્નો ગુપ્તાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાને લઈને વરાછા પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. કેમ કે છેલ્લા કેટલાક દિવસોથી સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ દ્વારા દરોડો કરીને દારૂના વેપલાનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. ત્યારે એક તરફ નો ડ્રગ્સ.ઇન સુરત સીટીની વાત કરવામાં આવી રહી છે અને બીજી તરફ સુરત શહેરમાં બેફામ દારૂનો વેપલો થતો હોય તેવું સ્ટેટ મોનિટરિંગ સેલના અલગ અલગ જગ્યા પર પડેલા દરોડાથી સ્પષ્ટ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો:સમરસ હોસ્ટેલમાં હોબાળો, આ કારણે વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે વિરોધ

આ પણ વાંચો:ભારે વરસાદને પગલે અમદાવાદથી પસાર થતી ટ્રેનો કરાઈ રદ, ઘરેથી નીકળતા પહેલા જોઈ લો લિસ્ટ

આ પણ વાંચો:ભાવનગર તબીબને બ્લેકમેલ કરી કરોડોની ખંડણી માગનાર ત્રણ ઝડપાય

આ પણ વાંચો:એ..હાલો..ને માનવિયું તરણેતરના મેળે” તરણેતરના મેળાનો આવતીકાલથી પ્રારંભ થશે