Not Set/ મુક્તિધામના પાંચ મુકસેવક વિરલા પ્રસિદ્ધિની પરવા કર્યા વિના કોવિડ કે નોન કોવિડ મૃતદેહોને આપી રહ્યા છે અગ્નિદાહ

મીડિયા કે સોશિયલ મીડિયામાં ખોટી પ્રસિદ્ધિ કર્યા વગર કોવિડ કે નોન કોવિડ મૃતદેહોને આપી રહ્યા છે અગ્નિદાહ

સરકારી તંત્રએ એક કોવિડ મૃતદેહ ના અગ્નિસંસ્કાર દીઠ પાંચેય ને પીપીઈ કીટ આપવાનું જણાવ્યું હતુ પરંતુ હેન્ડ ગ્લોઝ પણ નથી આપ્યા 

Gujarat Others Trending
ventilator 3 મુક્તિધામના પાંચ મુકસેવક વિરલા પ્રસિદ્ધિની પરવા કર્યા વિના કોવિડ કે નોન કોવિડ મૃતદેહોને આપી રહ્યા છે અગ્નિદાહ

મીડિયા કે સોશિયલ મીડિયામાં ખોટી પ્રસિદ્ધિ કર્યા વગર કોવિડ કે નોન કોવિડ મૃતદેહોને આપી રહ્યા છે અગ્નિદાહ

સરકારી તંત્રએ એક કોવિડ મૃતદેહ ના અગ્નિસંસ્કાર દીઠ પાંચેય ને પીપીઈ કીટ આપવાનું જણાવ્યું હતુ પરંતુ હેન્ડ ગ્લોઝ પણ નથી આપ્યા 

મોટા શહેરોમાં એક બાજુ મૃતદેહમાંથી પણ પૈસા કામ્મ્વાનું સુઝી રહ્યું છે. બેંગ્લોર હૈદરાબાદ,મુંબઈ, જયપુર, દિલ્હી જેવા શહેરોમાં ૩૦ થી ૪૦ હાજર રૂપિયા લઈને અંતિમ વિધિ કરી આપવામાં આવી રહી છે. ત્યારે ગોંડલ જેવા નાના શહેરોમાં કોઈ પણ જાતના પૈસા કે પ્રસિદ્ધિની પરવા કાર્ય વિના આ પાંચ વિરલા પોતાના જીવની પણ કર્યા વિના કોવિડ અને નોન કોવિડમૃત દેહને કાંધ આપી રહ્યા છે.

મરવાનું મન થાય તેવા ગોંડલ ના મુક્તેશ્વર સેવા ટ્રષ્ટ સંચાલિત મુક્તિધામ માં છેલ્લા ઘણા દિવસોથી રાત દિવસ જોયા વગર કોવિડ – નોન કોવિડ મૃતદેહોને પાંચ મુકસેવક કોઈપણ જાતની પ્રસિદ્ધિ વગર દિવસ રાત સેવા આપી રહ્યા છે. એકવાર એક વૃદ્ધ એકલા કોરોના પોઝિટિવ પત્નીના મૃતદેહ ને લઈ અગ્નિ સંસ્કાર માટે પહોંચ્યા હતા ત્યારે આ પાંચેય મૂકસેવકો એ કંધોતર બની અંતિમ વિધિ કરી ખરા અર્થમાં માનવતા બજાવી હતી.

ગોંડલ ના સ્મશાન ગૃહ ખાતે રમેશભાઈ ભેડા, વિજયસિંહ જાડેજા અને ભાવેશભાઈ વ્યાસ નગરપાલિકા રોજમદાર, બિઝનેસમેન દિનેશભાઇ ભાલાળા અને કિશનભાઈ જાદવ દ્વારા કોવિડ – નોન કોવિડ મૃતદેહોને સતત અગ્નિદાહ આપવામાં આવી રહ્યા છે. ઘણીવાર સ્મશાને ભૂખ્યા તરસ્યા પણ રહેવું પડતું હોય પણ આ પાંચેય વિરલા માટે ટ્રષ્ટ ના એક પૈસાનો ચા કે નાસ્તો હરામ બરોબર છે.

ગેસશૈયામાં સતત અગ્નિદાહના કારણે બ્લાસ્ટ થયો હતો 900 ડીગ્રી ટેમ્પરેચર વચ્ચે રીપેરીંગ કામ શક્ય ન હોય દિનેશભાઇ ભાલાળા અને સાથીઓ દ્વારા સતત પાણી નો મારો ચલાવી ગેસશૈયાનું તાપમાન નીચું લાવી યુદ્ધના ધોરણે રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું.

સ્મશાન ના ભડભાદરો ને પણ નિતનવા અનુભવો થઈ રહ્યા છે ગતરોજ એકવૃધ્ધ તેમના કોરોના પોઝિટિવ પત્ની નો મૃતદેહ લઈ એમ્બ્યુલન્સ મારફત સ્મશાને પહોંચ્યા હતા અને ભડભાદરો ને પૂછ્યું કે કાંધ દેવા આવશો ? એક ક્ષણ નો વિલંબ કર્યા વગર આ મૂકસેવકો એ વૃદ્ધાની અંતિમ સંસ્કાર ની વિધિ કરી આપી ખરા અર્થમાં સમાજ સેવા કરી હતી.

દિનેશભાઇ ભાલાળા બે અઢી દાયકા પહેલાં મોટા ભાઈ અરવિંદભાઈ ભાલાળા ની મુક્તેશ્વર ટ્રષ્ટ ની સેવાકીય પ્રવૃત્તિ ના ખૂબ વિરોધી હતા ભત્રીજા તેજસ ના લગ્ન વેળા એ અરવિંદભાઈ અકસ્માતમાં ઘાયલ અને મૃતકોની સેવા માં નીકળી જતા ઝઘડો પણ કર્યો હતો બાદમાં હૃદય પરિવર્તન થતા આજે દિનેશભાઇ નું સરનામું સ્મશાન થઈ ગયું છે કોઈપણ પ્રસિદ્ધિ વગર 24 કલાક નિરંતર સેવા આપી રહ્યા છે.