Gujarat Weather/ Gujarat Rain Live: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા જામનગર

રાજ્યમાં આગામી દિવસોમાં મુશળધાર વરસાદ વરસશે. આ જીલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે.

Top Stories Gujarat Breaking News

Gujarat News: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના લોકોને 26 જુલાઈ સુધી ભારે વરસાદથી રાહત નહીં મળે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 24, 25 અને 26 જુલાઇ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારો સહિત ગુજરાત પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. આ અંગે ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આ દરમિયાન ભારે પવનની પણ આગાહી કરી છે. ગુજરાતમાં હવામાન વિભાગે આગામી સાત દિવસમાં વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં રેડએલર્ટ છે તો સૌરાષ્ટ્રમાં જામનગર અને પોરબંદરમાં રેડ એલર્ટ છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રના દ્વારકા તથા જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા આજે બપોરે આ વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે જશે. મુખ્યમંત્રી બપોરે ૩ ૪૫ કલાકે વિમાન દ્વારા જામનગર પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવા જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યારબાદ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને સબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી માહિતી મેળવશે.

Gujarat Rain Live Update

દ્વારકાના અવિરત વરસાદને પગલે તંત્ર દ્વારા પગલા લેવાની માંગ કરવામાં આવી છે. ત્યારે  વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ  હોવાથી
જિલ્લાના નાગરિકો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે. તેમજ તકલીફ પડે તો આપેલ નંબર પર સંપર્ક કરવા અનુરોધ પણ કર્યો છે.

જુનાગઢમાં વરસાદને કારણે નદીઓ  ગાંડીતૂર બની છે ત્યારે ઓઝત નદી ગાંડીતૂર બનતા સુરક્ષા દીવાલ તૂટી ગઈ છે તેમજ ઓઝત નદીના પાણી આંબાના બગીચામાં ફરી વળ્યા છે.ઓઝત નદીનો પાળો તૂટતાં પરિસ્થિતિ ગંભીર બની હતી. ખેડૂતોની જમીનમાં મોટા પ્રમાણમાં નુકશાન પહોંચ્યું હતું તેમજ પાળો તૂટતાં ખેતર નદીમાં ફેરવાયું હતું.

સુરતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે ત્યારે વરસાદના કારણે સુરતમાં ખાડી પૂરનો ખતરો જોવા મળી રહ્યો છે તેમજ સુરત અને નવસારીને જોડતા રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. 2 કિલોમીટર સુધીના રસ્તા પાણીમાં ગરકાવ થયાં છે તેમજ પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો હતો જેથી ભારે વાહનોની હાલત કફોડી બની હતી.પાણીનો નિકાલ ન થતા લોકો પરેશાન થયા હતા.

નવસારીના જલાલપોરમાં દરિયાના પાણી પ્રવેશ્યા છે ત્યારે વાસી બોરસી ગામે પાણી ગામમાં પ્રવેશ્યા છે. માહિતી અનુસાર દરિયામાં કરંટ વધતા પાણી ગામમાં પ્રવેશ્યા છે તેમજ પ્રોટેક્શન વોલ ન હોવાથી પાણી ગામમાં પ્રવેશે છે ગ્રામજનોની રજૂઆતો છતાં કોઈ પણ કાર્યવાહી થતી નથી આથી પ્રોટેક્શન વોલ ન બનતા ગ્રામજનો સ્થળાંતર કરવા મજબુર બન્યા છે.

કચ્છમાં ભારે વરસાદથી પ્રવાસીઓ અટવાયા છે ત્યારે નખત્રાણા લખપતને જોડતો માર્ગ બંધ થયો છે નદીના પાણી કોઝવે પર ફરતા વાહન વ્યવહાર ઠપ થઇ ગયો છે.સવારથી રાજ્ય ધોરીમાર્ગ બંધ થયો છે ત્યારે  મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેમજ સ્થાનિકો અટવાયા છે વરસાદમાં સર્વિસ રોડનું પણ ધોવાણ થયું  છે.

સીએમ ભુપેન્દ્ર પટેલે ભારે વરસાદને લઇ જાત નિરીક્ષણ કર્યું છે ત્યારે દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદને લઇ હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ અને DGP પણ જોડાયા હતા તેમજ વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની જાત માહિતી મેળવી હતી.

કચ્છના માંડવી અને મુન્દ્રામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે મુન્દ્રાના માલધારી માથે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.ભારે વરસાદનાં પગલે પશુઓ તણાયા હતા ત્યારે સિરાચા પાવર પ્લાન્ટ પાસેના વહેણમાં ભેંસો તણાઈ ગઈ હતી.

વલસાડના દાંતીનો દરિયો ગાંડોતુર બન્યો છે તેમજ દાંતી ગામમાં દરિયામાં કરંટ જોવા મળ્યો છે. દરિયામાં 10 થી 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા છે ત્યારે  મોજા ઉછળવાના કારણે દરિયાનું પાણી ગામમાં પ્રવેશ્યું છે ગામમાં અધૂરી બનેલ પ્રોટેકશન વોલના કારણે પાણી પ્રવેશે છે. ત્યારે  દરિયામાંથી પાણી ગામમાં પ્રવેશતા  નુકસાન થાય છે.ત્યારે તાત્કાલિક ધોરણે પ્રોટેકશન વોલ બને તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે.

રાજકોટમાં વરસાદ શરૂ થયો છે ત્યારે યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ,યાજ્ઞિક રોડ, હનુમાન મઢી ચોક સહિતમાં વરસાદ પડ્યો હતો જેમાં  ભારે ભફરા બાદ રાજકોટમાં વરસાદ પડ્યો હતો.

ગીર સોમનાથના ઉનામાં મછુન્દ્રી ડેમ ભરાયો છે ત્યારે ડેમ ભરાતા તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું હતું તેમજ લોકોને નદીના પટમાં ન જવા સૂચના અપાઈ છે
ઉના તેમજ ગીરગઢડાના 16 ગામોને કરાયા એલર્ટ કરાયા છે.

4.40

વલસાડના દાંતીનો દરિયો ગાંડોતૂર બન્યો

વલસાડના દાંતીનો દરિયો ગાંડોતૂર બન્યો છે. દાંતી ગામમાં દરિયામાં કરંટ જોવા મળ્યો છે. દરિયામાં 10 થી 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા છે. મોજા ઉછળવાના કારણે દરિયાનું પાણી ગામમાં પ્રવેશ્યું છે. અધૂરી બનેલ પ્રોટેકશન વોલના કારણે પાણી પ્રવેશે છે ગામમાં. દરિયામાંથી પાણી ગામમાં પ્રવેશતા નુકસાન થાય છે. તાત્કાલિક ધોરણે પ્રોટેકશન વોલ બને તેવી ગ્રામજનોની માગ કરાઈ છે.

4.38

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર પહોંચ્યા

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવાના છે. ત્યારે જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતા મહાનુભાવો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી સાથે ચીફ સેક્રેટરી રાજકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

4.37

રાજકોટમાં શરૂ વરસાદ થયો છે. યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડમાં વરસાદ પડ્યો છે. યાજ્ઞિક રોડ, હનુમાન મઢી ચોક સહિતમાં વરસાદ જોવા મળ્યો છે.

4.11

ગીર સોમનાથના ઉનામાં મછુન્દ્રી ડેમ ભરાયો

ગીર સોમનાથના ઉનામાં મછુન્દ્રી ડેમ ભરાતાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. લોકોને નદીના પટમાં ન જવા સૂચના અપાઈ છે. ઉના તેમજ ગીરગઢડાના 16 ગામોને કરાયા એલર્ટ. તાલુકા તથા ગીરગઢડા તાલુકાને પીયત પાણી પુરું પાડતો મછુન્દ્રી ડેમ 91 ટકા ભરાતાં વહિવટી તંત્ર દ્વારા કરાયુ અલર્ટ જાહેર.  લોકોને નદીના પટમાં ન જવું તેમજ પશુ ધન પણ નજવા દેવાની સુચના આપવામાં આવી છે. ઉના તથા ગીરગઢડા તાલુકા મળી 16 ગામ કરાયા અલર્ટ.

અલર્ટ કરાયેલ ગામોની યાદી 

ગીર ગઢડા તાલુકાના નામ

૧.રસુલપરા ૨.કોદિયા ૩.દ્રોણ ૪.ઇટવાયા ૫.ફાટસર ૬.ઝુડવડલી ૭.મેણ ૮. ગુંદાળા.

ઉના તાલુકાના ગામ

૧.ચાચકવડ ૨.ઉના ૩.દેલવાડા ૪.કાળાપાણ ૫.રાજપરા ૬.રામપરા ૭.ઝાખરવાડા, ૮.નવાબંદર

3.50

સવારે 6થી બપોરના 2 વાગ્યા સુધીમાં આ તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લા તાલુકા વરસાદ (ઇંચ)
કચ્છ નખત્રાણા 4.33
કચ્છ માંડવી (કચ્છ) 3.82
સુરત પલસાણા 3.74
કચ્છ લખપત 3.03
દેવભૂમિ દ્વારકા દ્વારકા 2.95
નવસારી ખેરગામ 2.76
સુરત બારડોલી 2.52
તાપી વ્યારા 2.32
કચ્છ મુન્દ્રા 2.20
ડાંગ વાઘાઈ 2.20

3.30

બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

સુરત સહિત જિલ્લામાં પડેલા ભારે વરસાદથી પુણા કુંભારિયા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. ફાયર વિભાગ દ્વારા બોટ મુકવામાં આવી છે. પાદર ફળિયુ, હળપતિ વાસ ખાડીપુરના પાણીમાં ગરકાવ થયા છે. અંદાજિત ૭ થી ૮ ફૂટ ખાડીપૂરના પાણી ભરાયા છે. જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ લાવવા ભારે મુશ્કેલી ઊભી થઈ છે.

સુરતમાં વરસાદને પગલે બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે. બલેશ્વર ગામ બેટમાં ફેરવાતા રેસ્ક્યુ ટીમ બોલાવાઇ છે. બલેશ્વર ગામની બત્રીસ ગંગા ખાડીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ફાયરની ટીમે કર્યું 30 થી 35 લોકોનું રેસ્ક્યુ.

3.15

સૌરાષ્ટ્રમાં PGVCLને નુકસાન

અવિરત વરસાદથી સૌરાષ્ટ્રમાં PGVCLને નુકસાન થયું છે. અત્યાર સુધી 12 સર્કલમાં 10000 ફીડર બંધ થયા છે. હજી 218 ફીડર બંધ અન્ય ફીડર પૂર્વવત કરાયા છે. હજી 13 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયેલ છે. હાઈટેન્શન 35 કિમીની લાઈન પર રીપેરીંગ ચાલુ છે. 179 ટ્રાન્સફોર્મમાંથી 44 પેન્ડિંગ અન્ય કાર્યરત છે. કુલ 3500 જેટલાં વીજપોલ અફેકટેડ, 751 બેલેન્સ. 12 સર્કલમાં ટોટલ 750 ટીમ મેદાન પર છે.

3.04

સુરતના સણીયા હેમાદમાં જળબંબાકારની સ્થિતિ

સણીયા હેમાદ ગામમાં છાતીસમા પાણી ભરાયા છે. ગામમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ગામની અંદર જવા આવવાનો મુખ્ય માર્ગ બંધ થયો છે. ગામમાં વરસાદી પાણીએ ભારે તારાજી સર્જી છે. લોકોને સલામત સ્થળે ખસવા માટે અપીલ કરાઈ છે.

તાપીમાં ડેમ ઓવરફ્લો

તાપી ગાયકવાડી ડોસવાડા ડેમ ઓવરફ્લોની તૈયારીમાં છે. 405 ફૂટ ભયજનક સપાટી સામે ડેમનું લેવલ 402 ફૂટ નોંધાયું છે.  અનેક રસ્તાઓ પર ડાઈવર્ઝન જાહેર કરાયું છે. ડેમ કિનારે આવતા ગામોને એલર્ટ પર મૂકાયા છે. અવિરત વરસાદ થતા ડેમ ભયજનક સપાટીએ છે.

2.53

અબડાસામાં ભારે વરસાદથી ટ્રેક્ટર તણાયું

અબડાસામાં ભારે વરસાદના કારણે સ્થાનિકોને ભારે હાંલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આજે ડુમરામાં નદીમાં ટ્રેક્ટર તણાયું હતું, જેને ગામ લોકો જીસીબી મદદથી મહામહેનતે બહાર કાઢ્યું હતું.

ભાવનગરમાં મોજા ઊંચા ઉઠળ્યા

ભાવનગરમાં દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. મહુવા,તળાજા,અલંગ, ઘોઘામાં મધદરિયે પણ ઉંચા મોજા જોવા મળ્યા છે.  દરિયામાં કરંટ સાથે પવનમાં પણ ગતિ વધી છે.

2.39

ગીરાધોધ સોળેકલાએ ખીલી ઉઠ્યો

ડાંગમાં ગીરાધોધ સોળેકળાએ ખીલી ઉઠ્યો છે. જિલ્લાના ત્રણ તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. ગિરિમથક સાપુતારા ખાતે પણ વરસાદ પડ્યો છે. અંબિકા, ગીરા પૂર્ણા અને ખાપરી નદીઓ બે કાંઠે વહી છે.

સુરતમાં શાળાઓ બંધ

સુરતના સારોલી ગામમા વરસાદી પાણી ઘૂસ્યા છે. સારોલી પોલીસ મથક સંપર્ક વિહોણું થયું છે. પોલીસ મથકના રોડ પર છાતીસમાં પાણી ભરાયા છે. રોડ પર એક બસ પણ ગઈકાલથી ફસાઈ હતી, ખાનગી સ્કૂલમાં પાણી ઘુસી જતા સ્કૂલ પણ બંધ રખાઈ છે. રેસિડેન્સીમાં જવા આવવા માટેનો મુખ્ય રસ્તો બંધ કરાયો છે. અહીં દર વર્ષે પાણી ભરાય છે પરિણામે વિસ્તારમાં રહેતા લોકોને ઘણી સમસ્યાઓ નડે છે.


2.15

કચ્છમાં લોકો હેરાન

કચ્છમાં ભુજના મોટા પીર વિસ્તારમાં જળ ભરાવના કારણે આ વિસ્તારના શાળાએ આવતા જતા બાળકો અને રાહદારીઓને જીવના જોખમે પાણી ભરેલા નાળામાંથી પસાર થવું પડે છે. વધુ વરસાદ પડે તો ઉપરના રેલવે ટ્રેકને પસાર કરી નિયત સ્થળે પહોંચવું પડે છે. કાયમી ઉકેલ આવે એવી લોકોની માગ છે.

1.59

જામનગરમાં પડી રહ્યો છે અવિરત વરસાદ

જામનગરમાં જીલ્લા કલેકટર ભાવિન પંડ્યાએ મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી છે. જિલ્લાના 17 જેટલા ડેમો થયા ઓવરફ્લો. રણજીતસાગર અને સસોઈ ડેમ પણ ઓવરફ્લો થયો છે. સમગ્ર જિલ્લામાં કોઈ જાનહાની નહીં. જામજોધપુર અને કાલાવડમાં ભારે વરસાદ ખાબક્યો છે. સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર સજ્જ છે. જિલ્લા કલેકટરે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

નવસારીમાં ભારે વરસાદ

નવસારી જિલ્લામાં ભારે વરસાદના પગલે અંબિકા નદીનું પાણી ફરી વળતાં અંબિકા નદી પર આવેલો કોઝવે બંધ થયો છે. જેના કારણે નવસારી પૂર્વ પટ્ટીના લોકો ચકરાવો ખાઇ ચીખલી વિસ્તારમાં જવા મજબૂર બન્યા છે.

1.47

કચ્છમાં તૂટ્યો વરસાદ

કચ્છમાં લખપત તાલુકાના નરાવાડી વિસ્તારમાં કામ કરતા ખેત મજૂર પર આજે મંગળવાર સવારના અરસામાં વીજળી પડતા તેનું મોત થયું હતું. કલ્યાણપુરમાં વીજ પોલ ધરાશાયી થતાં નુકસાન થયું છે. અબડાસા તાલુકાની જીવાદોરી સમાન મીઠી ડેમ ઓવરફ્લો થતા સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. મીઠી ડેમ બેરાચીયા ડેમ, કંકાવટી ડેમ બીટા ડેમ સહિતના ડેમો થતા સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો હજી સુધી કોઈ જાનહાનિ થવાના કોઈ સમાચાર જોવા મળ્યા નથી. અમુક રોડ રસ્તાઓ વરસાદના કારણે તૂટી જતા વાહન વ્યવહાર ઠપ થયા હતા અને ગામ સંપર્ક વિહોણા બન્યા હતા.

1.33

સુરતમાં હોસ્ટેલમાંથી વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ

સુરતમાં હોસ્ટેલમાંથી વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરાયું છે. સરથાણાની આદર્શ હોસ્ટેલમાંથી 45 વિદ્યાર્થીઓનું ફાયરની ટીમે રેસ્ક્યુ કર્યુ છે. વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરી સ્થળાંતર કરાયા છે. હોસ્ટેલમાં પાણી ભરાતા રેસ્કયુ કરાયુ છે.

ગીર સોમનાથના ઉનાનો મછુંદ્રી ડેમ ઓવરફલો થયો છે. શિંગોડા બાદ ગીરનો વધુ એક ડેમ ઓવરફ્લો થયો છે.

1.28

વલસાડમાં પૂરની સ્થિતિ

વલસાડમાં ઓરંગા નદીમાં પૂર આવતા એનડીઆરએફ એલર્ટ થઈ ગયું છે. વલસાડ જિલ્લાની નદીઓ બે કાંઠે વહી છે. ઔરંગા, પાર, કોલક, દમણગંગા, માન નદી, તાન નદી સહિત તમામ નદીઓ 2 કાંઠે વહેવા લાગી છે. વલસાડ જિલ્લા પંચાયત દ્વારા 47 રસ્તાઓ અને 2 અન્ય રોડ મળી કુલ 49 રસ્તાઓ ઓવર ટોપિંગના કારણે વાહન વ્યવહાર માટે બંધ કર્યા છે. જિલ્લાની નદીઓની સપાટી વધતા વહીવટી તંત્ર દ્રારા એલર્ટ મોડમાં છે. એક NDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

જૂનાગઢમાં અવિરત વરસાદ

જૂનાગઢનો વિલીંગ્ડન ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે. વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થતાં કાળવા નદીમાં પૂર આવ્યા છે. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.

આજે સવારે 10 થી બપોરના 12 વાગ્યા સુધીમાં આ તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લા તાલુકા વરસાદ (ઇંચ)
કચ્છ લખપત 2.48
સુરત પલસાણા 1.73
જુનાગઢ વંથલી 1.61
સુરત બારડોલી 1.18
જુનાગઢ જુનાગઢ 1.14
જુનાગઢ જૂનાગઢ શહેર 1.14
તાપી વ્યારા 1.10
કચ્છ નખત્રાણા 0.94
સુરત સુરત શહેર 0.94
જુનાગઢ માણાવદર 0.87

1.15

અમદાવાદમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. શહેરના કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પડ્યો છે.

તો બીજી બાજુ રવાપર નેત્રાને જોડતો માર્ગ પર આવેલ રવાપર નાગવીરી વચ્ચે નદીમાં ઘોડાપૂર આવી જતા લોકોની અવરજવર સાથે વાહન વ્યવહાર બંધ થયો છે.

દ્વારકાના ધડેચીમાં 9 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. NDRFની ટીમે કર્યું 9 લોકોનું રેસ્ક્યુ. ધડેચી ગામે ભારે વરસાદે તબાહી મચાવી છે. ખેતરોમાં પાણી ભરાતા ખેતરમાં 9 લોકો ફસાયા હતા.

કચ્છનાં નખત્રાણામાં ભારે વરસાદ

કચ્છનાં નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગામની વચ્ચે ચારે બાજુ મેઈન બજાર સહિત વિસ્તારમાં નદીઓ વહેતી હોય તેવા દ્દશ્યો જોવા મળી રહ્યા છે. સવારથી રાજ્ય ધોરીમાર્ગ બંધ હોવાથી અનેક લોકો રસ્તા વચ્ચે અટવાયા છે. 6 ઈંચ વરસાદ નોંધાયો છે.

12.41

મોરઝર અને થરવડાની વચ્ચે આવેલી મોરઝરની ભોંયડ નદી બે કાંઠે વહી નીકળી છે. રોપરમાં ભારે વરસાદથી દુકાનો, બેંક બંધ છે. લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ છે.

12.34

માતાના મઢ ખાતે ધોધમાર વરસાદથી કોરીડોર હાઇવેનું કામ અટક્યું

કચ્છમાં લખપત તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે ધોધમાર વરસાદથી કોરીડોર હાઇવેનું કામ અટકી ગયું છે. ચારેય બાજુ પાણી જ જોવા મળી રહ્યું છે. માતાના મઢને જોડતો નિર્માણાધિન કોરિડોર જલમગ્ન થયો છે. યાત્રાધામ માતાના મઢમાં નદી જેવા દ્દશ્યો સર્જાયા છે. અત્યાર સુધી અંદાજે ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

12.29

સુરતમાં જનજીવન અસ્તવ્યસ્ત 

સુરતમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. નેશનલ હાઇવે 48થી સુરતને જોડતો રોડ પાણીમાં ગરકાવ થયો છે. નંદુરબાર ધુલિયાથી તમામ વાહનો સુરતમાં પ્રવેશ કરે છે. કડોદરા હાઇવેને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયા છે. વરસાદના કારણે ખાડીઓ તથા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. બે થી ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે.

12.25

મીઠી ખાડી ઓવરફ્લો

સુરતમાં ખાડીઓ ઓવરફ્લો થઈ છે. પાણી પર્વત પાટિયાની લીલીયા સ્કૂલમાં ઘૂસ્યા છે. સ્કૂલ કેમ્પસમાં પાણી ભરાતા તળાવ જેવો માહોલ સર્જાયો છે. શાળામાં પાણી ભરાતા રજા રાખવામાં આવી છે. સ્કૂલ કેમ્પસ અને મીઠી ખાડીનું પાણી લગોલગ વહેતુ થયું છે.

12.23

સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 46.40 ટકા, દક્ષિણ ગુજરાતના 13 માં 42.55 ટકા, મધ્ય ગુજરાતના 17માં 35.10, કચ્છના 20માં 32.36 તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.50 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

12.17

જળાશયો હાઈએલર્ટ

8 જળાશયોમાં 15 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે. જેમાં દમણગંગામાં 51,786 ક્યુસેક, ઉકાઈમાં 31,206 ક્યુસેક, રાણા ખીરસરામાં 23,656 ક્યુસેક, વેણુ-2માં 18,906 ક્યુસેક, ઉમિયાસાગરમાં 18,468 ક્યુસેક, ઓઝત-વિઅર(વંથલી)માં 16,024 ક્યુસેક, ઓઝત-વિઅરમાં 15,256 ક્યુસેક તથા સરદાર સરોવરમાં 13,419 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય રાજ્યના 29 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 19 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે 50 ડેમ 25 થી 50 ટકા ભરાયા છે.

ગુજરાતમાં વરસાદના પરિણામે 31 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 55 ટકા નોંધાયો છે. સરદાર સરોવરમાં હાલમાં 1,83,724 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 55 ટકા જેટલો જળસંગ્રહ જ્યારે આ સિવાય રાજ્યના કુલ 206 જળાશયોમાં 2,23,685 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 39.93 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.

12.05

વલસાડમાં ઓરંગા નદી બે કાંઠે જોવા મળી છે. ઓરંગા નદી ભયજનક સપાટીએ છે. પારડી, સાંઢપોર ખાતે સાયરન વગાડ્યું છે. જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે થઈ છે.

12.08

સુરેન્દ્રનગરમાં મેઘમહેર

સુરેન્દ્રનગરમાં સાર્વત્રિક મેઘ મહેર થઈ છે. ચુડામાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. વાંસલ ડેમમાં 100% પાણીની આવક થઈ છે. ખેતરોમાં ધોવાણ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. થાનમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. મૂળી, ચોટીલા, વઢવાણ સહિતમાં વરસાદ પડ્યો છે. જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. કપાસ મગફળી જેવા પાકોને થશે ફાયદો.

12.00

કેશોદનો ઘેડ વિસ્તાર જળબંબાકાર

કેશોદનો ઘેડ વિસ્તાર જળબંબાકાર થયો છે. સાબલી ડેમમાં પાણીની આવક થઈ છે. ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા. જોનપુર બામણાસા રોડ ઉપર ફર્યા છે. પારો રીપેર ન કરાતા રોડ ઉપર પાણી ભરાયા છે. હજારો વીઘામાં પાણી ફરી વળ્યા છે. પારો રિપેર કરવા ખેડૂતોની માગ કરી છે.

11.50

જામનગરમાં ડેમમાં ગાબડું પડ્યું

જામજોધપુરના સોગઠી ડેમમાં ગાબડું પડ્યું છે. ડેમમાં ગાબડું પડતા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક થયું છે. પ્રાંત અધિકારી, સિંચાઈના ઇજનેરે ડેમની મુલાકાત લીધી છે. મામલતદારે પણ ડેમ ખાતે પહોંચી સ્થિતિની માહિતી મેળવી. સ્થળાંતર સ્થિતિ ઉભી થાય તો ત્વરિત કાર્યવાહીની તૈયારી બતાવી છે. દરેક ગામોમાં જરૂરી સ્ટાફની નિમણૂક કરાઈ છે. પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરાઈ છે.

11.41

વરસાદને લઈને રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું

વરસાદને લઈને રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. સૌરાષ્ટ્રમાં થયેલા વરસાદમાં કોઈ જાનહાની નથી થઈ. પાણી ઉતર્યા બાદ પાક અને જમીન નુકશાનની લેવાશે વિગત. સોગઠી ડેમ બાબતે અધિકારીઓને સતર્ક રહેવા જણાવ્યું છે.

જૂનાગઢના ધોધમાર વરસાદ

જૂનાગઢનાં માણાવદરમાં કલેક્ટરે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે. મંતવ્ય ન્યુઝ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી છે. 1200 લોકોનું સ્થળાંતર કરાયું છે. 37 ગ્રામ સંપર્ક વિહોણા બન્યા છે. માણાવદરના 14 ગામનો સંપર્ક તૂટ્યો છે. સ્થળાંતરિત લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઈ છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. કોઈ મુશ્કેલી પડે તો કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે.

દ્વારકામાં ફરી વરસાદ

યાત્રાધામ દ્વારકામાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. દ્વારકામાં મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે. દ્વારકામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું છે.

સુરતમાં મેઘો ત્રાટક્યો

સુરતમાં પવન અને વરસાદને પગલે વૃક્ષ ધરાશાયી થયા છે. સિવિલ હોસ્પિટલની પાછળના ભાગે વૃક્ષ ધરાશાયી થયા હતા. વૃક્ષ ધરાશાયી થતા ટ્રાફિક જામના દ્વશ્યો સર્જાયા છે શહેરમાં અનેક વૃક્ષ પડવાની ઘટના સામે આવી છે. સુરતના પલસાણામાં આધેડ ડૂબ્યા છે. ચલથાણ ગામની ખાડીમાં આધેડ ડૂબતાં ઘટના બની હતી.

સુરતમાં સવારથી વરસાદ પડી રહ્યો છે. બે કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે.

ડાંગમાં અવિરત વરસાદ

ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્રણ તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. ગિરિમથક સાપુતારા ખાતે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ડાંગમાં પ્રવાસીઓએ વરસાદનો માણ્યો આનંદ.

જામનગરનો ડેમ ઓવરફ્લો

જામનગર નજીકનો સસોઈ ડેમ ઓવરફલો થયો છે. સૌ પ્રથમ ડ્રોન તસવીર માત્ર મંતવ્ય ન્યૂઝ પર જુઓ. જામનગરનો જીવાદોરી સમાન ડેમ ઓવરફલો થયો છે. નિચાણવાળા 11 જેટલા ગામને સાવચેત કરાયા છે.

સસોઈડેમનો અદભુત અને કુદરતી રમણીય નજારો જોવા મળ્યો છે.

નવસારીમાં પાણી ફરી વળ્યા

નવસારીના કાવેરી નદીના ઊંડાચ બીલીમોરાને જોડતા લો લાઈન પૂલ પર પાણી ફરી વળ્યાં છે. લો લાઈન પૂલ પર 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે. કાવેરી નદીના જળ સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. લો લાઈન બ્રિજ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહારને અસર પહોંચી છે. આસપાસના ગામના લોકો 30 KMનો ચકરાવો કરવા મજબૂર બન્યા છે.

નદીમાં પાણી વધતા તાડકેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન થઈ ગયું છે.

કચ્છમાં વરસાદ

કચ્છનો અબડાસાનો કંકાવટી ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદના પગલે કંકાવટી ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારનાં ગામોને એલર્ટ કરાયા છે. મિયાણી, હાજાપર, નુંધાતણને કરાયા એલર્ટ. તંત્રએ લોકોને સતર્ક રહેવાની સૂચના આપી છે.

મુંદ્રામાં સાડા પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.

સચરાસર અને વ્યાપક વરસાદ બાદ નખત્રાણા તાલુકાની મોટાભાગની નદીઓમાં પાણી રહી રહ્યા છે. ત્યારે નખત્રાણા તાલુકાના નાના અંગિયા અને મોટા અંગિયા ગામની વચ્ચે આવેલી ભુખી નદીમાં વરસાદી પાણીના પ્રવાહના કારણે નદીની પાપડી પર બનાવવામાં આવેલો ડામર રોડનો એક બાજુનો આખે આખો રોડ આરસીસી પરથી ઉખડી ગયો હતો. જેથી લોકોમાં કુતૂહલ ફેલાયું હતું. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, જે રીતે આખો રોડનો લાંબો પટ્ટો વરસાદી પાણીના પ્રવાહના કારણે આરસીસી રોડ ઉપરથી ઉખડી ગયું છે તે પાણીના પ્રવાહ ની ભયાનકતા દર્શાવે છે.

ભરૂચ જીલ્લામાં 24 કલાક અવિરત વરસાદ

ભરૂચના અંકલેશ્વરમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે. અમરાવતી નદી બે કાંઠે વહેતી જોવા મળી છે. નદીમાં ભેંસો પાણીના વહેણમાં તણાઇ છે. પશુપાલક માથે આભ તૂટ્યા જેવો ઘાટ થયો છે.

આજે સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં આ તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લા તાલુકા વરસાદ (ઇંચ)
કચ્છ નખત્રાણા 1.81
વલસાડ પારડી 1.34
કચ્છ મુન્દ્રા 1.30
વલસાડ ધરમપુર 1.22
જુનાગઢ માળીયા હાટીના 1.06

ગીર સોમનાથમાં વરસાદ

ગીર જંગલમાં મુશળધાર વરસતા વરસાદની વન્ય પ્રાણીઓ પણ મોજ માણી રહ્યા છે. ત્યારે વરસતા વરસાદમાં વૃક્ષ પર આરામ ફરમાવવાની સાથે વરસાદની મોજ માણતા દીપડાનાં રોમાંચક દૃશ્યો સામે આવ્યા છે. ધોધમાર વરસતા વરસાદમાં વૃક્ષ પર આરામ ફરમાવવાની સાથે વરસાદનો લુફત ઉઠાવતો દીપડો મોબાઈલ કેમેરામાં કેદ થયો છે. ગીર જંગલના દેવળીયા પાર્કના આ દ્રશ્યો છે જ્યાં મોન્સૂન સિઝનમાં પણ દેશ-વિદેશના પ્રવાસીઓને વનરાજ સહિત વન્ય પ્રાણીઓને નિહાળવાનો લહાવો મળે છે.

વલસાડ જિલ્લામાં ભારે વરસાદ

વલસાડમાં ભારે વરસાદને કારણે શાળા-કોલેજોમાં રજા આપવામાં આવી છે. ઉમરગામની શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. શાળાઓ, કોલેજો અને આઈ.ટી.આઈ બંધ કરાયા છે. સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવા આદેશ આપ્યો છે. કલેકટર દ્વારા ટ્વીટ મારફતે અપાઈ માહિતી. વલસાડના મધુબન ડેમના કેચમેન્ટમાં ભારે વરસાદથી ડેમમાં 74000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે. ડેમના 10 દરવાજા 2.2 મીટર ખોલાયા છે. ડેમમાંથી 86000 ક્યુસેકથી વધુ પાણી છોડાયું છે. દમણ ગંગા નદીમાં છોડવામાં આવ્યુ પાણી. દમણ ગંગા નદી તોફાની સ્વરૂપે જોવા મળી છે. નદી કિનારાના લોકોને સાવચેત રહેવાના સૂચન અપાયા છે.

આજે સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં આ તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લા તાલુકા વરસાદ (ઇંચ)
દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર 11.30
જુનાગઢ માણાવદર 10.04
જુનાગઢ વિસાવદર 8.90
સુરત પલસાણા 7.44
જુનાગઢ કેશોદ 7.36
સુરત બારડોલી 7.09
વલસાડ કપરાડા 6.89
દેવભૂમિ દ્વારકા દ્વારકા 6.54
વલસાડ વાપી 6.54
જુનાગઢ માળીયા હાટીના 6.42
નવસારી ચીખલી 5.91
સુરત કામરેજ 5.87
રાજકોટ ઉપલેટા 5.75
વલસાડ પારડી 5.47
નવસારી ખેરગામ 5.47
વલસાડ ઉમરગામ 5.47
પોરબંદર રાણાવાવ 5.35
વલસાડ વલસાડ 5.24

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજયમાં ચાંદીપુરા વાઇરસનો હાહાકાર, વાઈરસે 36 બાળકોના લીધો ભોગ

આ પણ વાંચો: સુરત એરપોર્ટ પરથી જંગી પ્રમાણમાં ઝડપાયું સોનું

આ પણ વાંચો: ભૂટાનના રાજા અને વડાપ્રધાને CM ભુપેન્દ્ર પટેલ સાથે સ્નેહ ભોજન લીધું