Gujarat Weather News: ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ગઈકાલે શ્રાવણ મહિનાની સમાપ્તિ સાથે જ વરસાદ સમગ્ર ગુજરાતમાં ત્રાટક્યો હતો. દક્ષિણ ગુજરાતમાં વરસાદના આગમનથી સુરત, ભરૂચ, નવસારી, તાપી, વલસાડ, ડાંગ જીલ્લો વરસાદમાં સંપૂર્ણ ભીંજાઈ ગયો હતો. વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગામી 3 દિવસ ગુજરાતમાં ભાદરવો ભરપૂર રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાતોના અનુસાર રાજ્યમાં હાલ એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જીલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ડીપ ડિપ્રેશન, શિયર ટ્રફ, મોનસૂન ટ્રફ અને શિયર ઝોન સિસ્ટમ એક્ટિવ થતા ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં અત્યારે 10 નદીઓ અને 132 જળાશયોમાં પાણી ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે. 206 જળાશયો સંપૂર્ણ ભરાઈ ચુક્યા છે. ભરૂચ, નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગે વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદમાં ભારે વરસાદને લઈ ચેતવણી આપી છે.
Gujarat Rain Live Update
અમરેલી વરસાદ
અમરેલીના બગસરામાં મેઘાવી માહોલ જામ્યો છે ત્યારે મનમૂકીને મેઘરાજા વરસ્યા હતા જેના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.
કુંકાવાવ નાકે નદીની માફક વરસાદી પાણી વહેતા થયા હતા.
ભરૂચ વરસાદ
ભરૂચના વાલિયાના ડહેલી ગામમાં કિમ નદીના પાણી ફરી વળ્યા છે ત્યારે ડહેલી પાતોતા ફળિયું બેટમાં ફેરવાતા તંત્ર એકશનમાં આવ્યું છે.
ઘટના સ્થળે SDM પહોચ્યા હતા તેમજ મામલતદાર સહિતની ટીમ દોડી આવી હતી.
ભરૂચ વરસાદ
ભરૂચનાવાલિયા 16 ઇંચ વરસાદ વરસ્યો છે તેમજ વાલીયાના ડહેલી ગામ પાણી પાણી થઇ ગયું હતું. ડહેલી ગામનું પાતોતા ફળિયું બેટમાં ફેરવાયું હતું આ
ગામના આકાશી દ્રશ્યોએ ગામની પરિસ્થિતિ દર્શાવી હતી.
4.25 PM તાપી
તાપી નદીમાં પાણી ઉતારતા નુકસાનીના દ્રષ્યો સામે આવ્યા છે. મીંઢોળા નદી પર બનેલ રિવરફ્રન્ટને નુકસાન પહોંચ્યું છે. રિવરફ્રન્ટ પર પાણી ફરી વળતાં નુકસાન જોવા મળ્યું છે. રિવરફ્રન્ટની રેલીંગ પેવર બ્લોક નીકળી જતા ધોવાણ થયું છે.
4.13 PM સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના દસાડામાં વરસાદી માહોલ જામ્યો છે. પાટડી શહેર સહિત દસાડા ગ્રામ્યમાં વરસાદ નોંધાયો છે. શહેરના માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે. વરસાદ વરસતા ખેડૂતો થયા ચિંતિત.
4.07 PM વડોદરા
વડોદરાના ડભોઇથી વાઘોડિયા જવાનો મુખ્ય માર્ગ બંધ થયો છે. પ્રયાગપુરાથી કરાલીપુરાને જોડતો મુખ્ય માર્ગ બંધ થયો છે. પ્રયાગપુરા મુખ્ય માર્ગ ઉપર ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે. પ્રયાગપુરાના ખેતરોમાં પાણી પાણી થઈ ગયા છે. મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા કરાલીપુરાનો સંપર્ક તૂટ્યો છે. વાઘોડિયા જવાનો પણ મુખ્ય માર્ગ છે હજારો વીઘા ખેતરોમાં મોટું નુકસાન. પ્રયાગપુરા કરાલીપુરાના ખેડૂતોને ઢાઢરના પાણી ફરી વળ્યા છે.
3.57 PM અમરેલી
અમરેલીના રાજુલા અને જાફરાબાદમાં વરસાદી માહોલ છવાયો છે. હિંડોરણા, છતડીયા સહિતમાં ધીમીધારે વરસાદ નોંધાયો છે. ગ્રામ્યમાં છુટો છવાયો વરસાદ વરસ્યો છે.
3.45 PM મહેસાણા
મહેસાણાનાં કડી તાલુકાના વિડજ ગામનો મામલો સામે આવ્યો છે. વિડજ ગામમાં પાણી ભરાયા છે. વિડજ ગામની પંચાયતમાં પાણી ઘૂસ્યા છે. વિરજ ગામના મુખ્ય રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળ્યા છે. વરસાદી પાણીનો નિકાલ થતો જ નથી તેવું ગ્રામજનો કહી રહ્યા છે. તંત્રની નિષ્કાળજીથી ગ્રામજનોને હાલાકી પડી રહી છે. રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ રહી છે.
3.17 PM સુરત
સુરતના માંગરોળમાં કિમ નદીના પાણી ગામમાં ઘુસ્યા છે. માંગરોળમાં કિમ નદીના પાણી કોસાડી ગામમાં ઘૂસવાથી 50થી વધુ ઘરોમાં પાણીથી જળબંબાકાર જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. આદિવાસી ફળિયું તેમજ ટાંકી ફળિયામાં પાણી ઘૂસ્યા છે. અનેક ઘરો તરબોળ થતાં ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. ગામમાં આવેલ દવાખાનામાં પણ પાણી ઘૂસ્યા છે.
2.40 PM
સવારે 6થી 2 વાગ્યા નોંધાયેલો વરસાદ
જિલ્લા | તાલુકા | વરસાદ (ઇંચ) |
ભરૂચ | વાલિયા | 6.14 |
ભરૂચ | નેત્રંગ | 4.96 |
સુરત | ઉમરપાડા | 4.13 |
વલસાડ | વલસાડ | 4.09 |
મહેસાણા | જોટાણા | 3.74 |
વલસાડ | વાપી | 3.35 |
સુરત | પલસાણા | 3.03 |
વલસાડ | પારડી | 2.72 |
સુરત | માંગરોળ | 2.60 |
કચ્છ | રાપર | 2.56 |
1.50 PM સુરત
સુરતના માંગરોળમાં 7થી વધુ લોકોનું રેસ્કયુ કરાયું છે. સીમોદ્રા ગામે 7થી વધુ લોકોનું રેસ્ક્યું કરાયુ છે. SDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. લોકોને રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડવામા આવ્યા છે. ટોકરી નદીના પાણી હળપતિવાસમાં ફરી વળ્યા હતા, SDRF, મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
નદીનું પાણી ગામમાં ઘુસતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે.
1.40 PM સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભારે વરસાદને પગલે હાથમતી નદી બે કાંઠે, ન્યાય મંદિરથી મહેતા પુરા કોઝવે બંધ કરાયો છે. નદીમાં પાણીનો પ્રવાહ વધતા અવરજવર બંધ કરવામાં આવી છે. વરસાદને લઈ નદી નાળામાં નવા નીર આવ્યા છે. હિંમતનગરના કાંકણોલ ગામનું તળાવ ભરાયું છે. તળાવ ભરાતા ખેતરોમાં પાણી જોવા મળ્યું છે. જેસીબીની મદદ વડે પાણી નિકાલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
1.00 PM ડાંગ
ડાંગ જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદ સાથે ધુમ્મ્સભર્યું વાતાવરણ જોવા મળ્યું, સાપુતારા ખાતે ધુમ્મ્સભર્યું આહલાદક વાતાવરણથી સાપુતારામાં ઝીરો વિઝિબિલિટી છે.
12.57 PM
સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં નોંધાયેલો વરસાદ
જિલ્લા | તાલુકા | વરસાદ (ઇંચ) |
ભરૂચ | વાલિયા | 5.98 |
ભરૂચ | નેત્રંગ | 4.96 |
સુરત | ઉમરપાડા | 3.94 |
વલસાડ | વલસાડ | 3.78 |
વલસાડ | વાપી | 2.95 |
સુરત | પલસાણા | 2.80 |
કચ્છ | રાપર | 2.56 |
સુરત | માંગરોળ | 2.44 |
વલસાડ | પારડી | 2.32 |
નવસારી | ખેરગામ | 2.28 |
12.07 PM બનાસકાંઠા
પાલનપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે, વરસાદથી આંબાવાડી વિસ્તાર બેટમાં ફેરવાયો છે. લોકોના મકાનોમાં વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન થયું છે. માર્ગ પર કેડસમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે.
11.38 AM રાજકોટ
રાજકોટ શહેરમાં વરસાદી માહોલ સર્જાયો છે. વહેલી સવારથી ધીમી ધારે વરસાદ પડ્યો છે. 4 દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો છે. ફરી એક વખત મેઘરાજાએ રાજકોટમાં મુકામ કરતા શહેરીજનોની ચિંતામાં વધારો થયો છે. 4 દિવસ વરસાદે વિરામ લીધો હોવાથી રસ્તાઓ કોરા થવા લાગ્યા હતા. ફરી વરસાદી માહોલને પગલે રસ્તાઓ ભીના થયા છે.
11.31 AM બનાસકાંઠા
બનાસકાંઠાના ઉમરદશી નદીમાં નવા નીર આવ્યા છે. પાલનપુર નજીક નદીમાં નીરથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. 50થી વધુ ગામડાનાં ખેડૂતોને ફાયદો થશે.
વડગામના 2 થી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અંબાજી હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહનચાલકો, રાહદારીઓ અટવાયા છે.
11.27 AM
સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં નોંધાયેલો વરસાદ
જિલ્લા | તાલુકા | વરસાદ (ઇંચ) |
ભરૂચ | નેત્રંગ | 2.83 |
ભરૂચ | વાલિયા | 2.76 |
વલસાડ | વલસાડ | 2.64 |
સુરત | ઉમરપાડા | 2.56 |
સુરત | માંગરોળ | 1.97 |
11.18 AM વલસાડ
વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. તમામ તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ઉમરગામ, સંજાણમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થયા છે. આજે વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
10.52 AM સુરત
સુરતના માંગરોળમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બે કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. વાંકલ-નાંદોલા માર્ગ પર પાણી ફર્યા છે. માર્ગ પર પાણી ફરતા લોકો અટવાયા છે. નાનીફળી પાસે આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થવા મજબૂર થયા છે. મીંઢોળામાં નદીમાં પૂર આવ્યું છે. તાપીમાં ભારે વરસાદને પગલે નદીમાં પૂરે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે.
બારડોલીના વિસ્તારોમાં 60થી 70 ઘરોમાં પૂરના પાણી પ્રવેશ્યા છે. લોકોની ઘરવખરીના સામાનને ભારે નુકસાન થયું છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત કરાયા હતા. મીંઢોળા નદીના પૂરથી રામજી મંદિર નજીકનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. વહીવટી તંત્ર દ્વારા બ્રિજને બંધ કરવામાં આવ્યો છે.
10.30 AM નર્મદા
નર્મદામાં અશ્વિન નદીના પ્રવાહમાં યુવક તણાયો હતો, પાણીમાં પિક અપ ગાડી સાથે યુવક તણાતા પોલીસ અને SDRF ટીમ દ્વારા દિલધડક રેસ્ક્યુ કરાયું છે. કલાકોની મહેનત બાદ યુવકને બચાવવામાં આવ્યો છે.
10.17 AM અરવલ્લી
અરવલ્લીના બાયડની કાંસનાં છાપરા નદી બે કાંઠે થઈ છે. બાયડમાં 4 ઇંચ વરસાદ બાદ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઉપરવાસમાં પાણી છોડાતા નદી બે કાંઠે જોવા મળી હતી. નદી કિનારે ન જવા તંત્રએ લોકોને કરી અપીલ.
9.39 AM પાટણ
પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. વીજળીના કડકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. પાટણમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. સરસ્વતીમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે. રાધનપુરમાં 2 ઇંચ વરસાદ, સાંતલપુર, સમી, હારીજ, ચાણસ્મામાં વરસાદ નોંધાયો છે.
9.17 AM સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાના જળાશયોમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે. અવિરત વરસાદના પગલે જળાશયોમાં પાણી ભરાયા, ગુહાઇ ડેમમાં 1,535 ક્યુસેકની પાણીની આવક થઈ, ગુહાઇ ડેમની સપાટી 34.80 ટકા ભરાયો છે. હાથમતી ડેમમાં 175 ક્યુસેક પાણીની આવક, ડેમની જળ સપાટી 37.68 ટકા થઈ છે. જવાનપુરા ડેમ 400 ક્યુસેક પાણીની આવકથી જળસપાટી 68.05 ટકા થઈ છે.
9.07 AM સુરત
સુરત ગ્રામ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે. ઓલપાડમાં રાત્રિથી વરસાદ પડી રહ્યો છે. ઓલપાડમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વરસાદને લઇ ખાડીઓ બે કાંઠે વહી રહી છે. આજે સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે. રેલ્વે વ્યવહાર ખોરવાવવાની સંભાવના છે.
9.00 AM મહીસાગર
મહીસાગરના કડાણા ડેમમાં 57818 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં વરસાદથી ભારે પાણીની આવકથી કડાણા ડેમ 94.81% ભરાયો, ડેમમાંથી 45,180 પાણી છોડવામાં આવ્યું છે. ડેમના 5 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું છે. નદી કાંઠાના લોકોને તકેદારી રાખવા તંત્રની અપીલ કરાઈ છે.
8.55 AM સાબરકાંઠા
સાબરકાંઠાના વિજયનગરમાં વરસાદ વરસ્યો છે. ગ્રામીણ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બાલેટા, કોડિયાવાડા, દઢવાવ, ચિઠોડા, ગાડીવાકડા, ચિતરીયામાં પણ વરસાદ પડ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. નદીઓમાં નવા નીરની આવક શરૂ થઈ છે.
8.42 AM અરવલ્લી
અરવલ્લીના ડેમોમાં પાણીની વ્યાપક આવક શરૂ થઈ છે. વાત્રક અને માઝુમ ડેમ ફરી છલકાયા છે. વાત્રક ડેમમાં 44430 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમમાંથી 45378 ક્યુસેક પાણી છોડ્યું, બાયડના અને ખેડાના 15 ગામોને સતર્ક કરાયા છે. માઝુમ ડેમમાંથી 6800 ક્યુસેક પાણીની આવક થઈ છે. નદી કિનારાના 3 તાલુકાના ૩૦ ગામો એલર્ટ કરવામાં આવ્યા છે.
8.31 AM ભરૂચ
ભરૂચ જિલ્લામાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે. ભરૂચમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વાલિયા ડહેલી ગામમાં પાણી ભરાયા છે. વરસાદી પાણી ઘરોમાં પણ ભરાયા છે, ગ્રામજનોનું જનજીવન અસરગ્રસ્ત થયું છે. નગરપાલિકામાં પાણી ભરાયા છે. જેેમાં ગઈકાલે 11 ઈંચ વરસાદથી ભરૂચ જળબંબાકાર થયું હતું.
8.25 AM અમદાવાદ
અમદાવાદમાં સાંજથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદથી થોડા સમય માટે શહેર થંભી ગયું હતું. મોડી રાત્રે પણ વરસાદ પડતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. આજે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
8.20 AM સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ વરસ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ચાર દિવસ બાદ વરસાદે વપધરામણી કરી છે. લીંબડી, ચુડા સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે.
8.15 AM નવસારી
નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પૂર્ણા અને અંબિકા નદીમાં પૂર આવતા શહેરો જળબંબાકાર થઈ ગયા છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. જિલ્લામાં 1300થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું. નદીઓના જળસ્તર વધતા 50 જેટલા માર્ગો બંધ કરવામાં આવ્યા છે. ગણદેવી તાલુકાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે.
8.00 AM
ગઈકાલે 24 કલાકમાં જાણો કેટલો વરસાદ નોંધાયો
જિલ્લા | તાલુકા | વરસાદ (ઇંચ) |
ભરૂચ | વાલિયા | 11.69 |
તાપી | સોનગઢ | 10.00 |
તાપી | વ્યારા | 8.98 |
સુરત | માંગરોળ | 7.76 |
ડાંગ | વાઘાઈ | 7.68 |
ભરૂચ | ભરૂચ | 7.28 |
નર્મદા | તિલકવાડા | 6.97 |
તાપી | ઉચ્છલ | 6.93 |
તાપી | ડોલવણ | 6.73 |
ખેડા | નડિયાદ | 6.69 |
નવસારી | વાંસડા | 6.54 |
ડાંગ | સુબીર | 6.50 |
મહીસાગર | લુણાવાડા | 5.47 |
ખેડા | કપડવંજ | 4.96 |
પંચમહાલ | મોરવા (હડફ) | 4.80 |
વડોદરા | કરજણ | 4.76 |
સાબરકાંઠા | પ્રાંતિજ | 4.57 |
નર્મદા | નાંદોદ | 4.49 |
ડાંગ | ડાંગ-આહવા | 4.45 |
ખેડા | કાથલાલ | 4.45 |
આ પણ વાંચો:રાજ્યભરમાં ભારે વરસાદના કારણે પ્રભાવિત માર્ગોના મરામતની કામગીરી યુદ્ધના ધોરણે શરુ
આ પણ વાંચો:Gujarat Rain Live: સુરતમાં ઓલણ નદીમાં પૂર આવ્યું, દક્ષિણ ગુજરાત થઈ જાઓ સતર્ક
આ પણ વાંચો:અમદાવાદમાં 1 કલ્લાકમાં પડ્યો દોઢ ઇંચ વરસાદ