Not Set/ રાજકોટ:પાઇપ વડે શિક્ષક દ્વારા માર મારતા વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

રાજકોટ, રાજકોટનાં જેતપુરની શાળામાં શિક્ષકે માર મારતા વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો છે. એક્ટિવ સ્કુલનાં શિક્ષકે સામાન્ય બાબતે ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને પાઈપ વડે માર માર્યો. વિદ્યાર્થીને હાથ અને પગ પર ઈજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જોકે આ બનાવ બાદ વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. જેતપુરના અમરનગર રોડ ઉપર આવેલ એક્ટિવ સ્કૂલના […]

Top Stories Rajkot Gujarat
mantavya 157 રાજકોટ:પાઇપ વડે શિક્ષક દ્વારા માર મારતા વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

રાજકોટ,

રાજકોટનાં જેતપુરની શાળામાં શિક્ષકે માર મારતા વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો છે. એક્ટિવ સ્કુલનાં શિક્ષકે સામાન્ય બાબતે ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને પાઈપ વડે માર માર્યો. વિદ્યાર્થીને હાથ અને પગ પર ઈજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જોકે આ બનાવ બાદ વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે.

જેતપુરના અમરનગર રોડ ઉપર આવેલ એક્ટિવ સ્કૂલના વિધાર્થી ઉપર સ્કૂલના શિક્ષક દ્વારા હુમલો કરવામાં આવેલ હતો. જેના પગલે વિધાર્થીને જેતપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતો.

મળતી માહિતી મુજબ ક્લાસનો પિરિયડ પૂરો થતા શિક્ષક દ્વારા વિધાર્થી ઓને શાંતિ રાખવા બાબતે સૂચના આપવામાં આવેલ હતી ત્યારે આ સૂચનાને શાળાના વિદ્યાર્થી બુટાણી મોહિત દ્વારા પાલન નહિ કરતા અને શિક્ષક ધ્વારા વિધાર્થીને ટપારાવામાં આવતા વિધાર્થી જેમ તેમ ગાળું બોલવા લાગેલ હતો.

ઉગ્ર થઇને શિક્ષક ઉપર સ્કૂલ બેગ ફેંકીને હુમલો કર્યો હતો, જે તમામ ઘટના CCTV માં કેદ થઇ હતી, જયારે આ બાબતે સ્ટુડન્ટનો આક્ષેપ છે કે, શિક્ષક દ્વારા વિધાર્થીને હાથ અને પગમાં પ્લાસ્ટિકના પાઇપથી માર મારેલ છે અને અતિ માર મારતા વિધાર્થીને હોસ્પિટલમાં દાખલ થયો હતો.

જયારે CCTV જોતા વિધાર્થીની તમામ હરકત જોવા મળી હતી, જેમાં વિધાર્થી શિક્ષક સામે સ્કૂલ બેગ ફેંકીને હુમલો કરીને બીભત્સ વર્તન કરતો જોવ મળતો હતો, હાલ તો આ સમગ્ર ઘટનાને પગલે વિધાર્થી મોહિત હોસ્પિટલમાં દાખલ છે, સાથે સાથે ઘટનાને પગલે સમગ્ર શૈક્ષણિક જગતના ઉગ્ર પડઘા પડેલ છે.