Not Set/ અમદાવાદ : ઝડપાયો ડુપ્લીકેટ પીએસઆઇ, સેટેલાઇટ પોલીસે કરી ધરપકડ

અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાંથી બનાવટી પોલીસ અધીકારી એટલે કે પોલીસ સબ ઈન્સપેક્ટરના રુપમાં શખ્સ પકડાતા અમદાવાદ શહેર પોલીસ એલર્ટ થઇ ગઈ છે. સેટેેલાઈટ વિસ્તારમાં ગઈ કાલે સાંજે સેટેલાઈટ પોલીસ સ્ટેશનના બે હોકરાઈડર પેટ્રોલીંગ કરવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં કાર મળી આવતા, પેટ્રોલીંગ કરતા બે કાન્સેબલે કારની ચેકીંગ હાથ ધરતા, એક શખ્સ થેલી લઈને કારમાંથી ભાગતા હોકરાઈડર ફિલ્મી ઢબે પીછો કરી પકડી પડ્યો […]

Top Stories Ahmedabad Gujarat
ahd duplicate police અમદાવાદ : ઝડપાયો ડુપ્લીકેટ પીએસઆઇ, સેટેલાઇટ પોલીસે કરી ધરપકડ

અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાંથી બનાવટી પોલીસ અધીકારી એટલે કે પોલીસ સબ ઈન્સપેક્ટરના રુપમાં શખ્સ પકડાતા અમદાવાદ શહેર પોલીસ એલર્ટ થઇ ગઈ છે. સેટેેલાઈટ વિસ્તારમાં ગઈ કાલે સાંજે સેટેલાઈટ પોલીસ સ્ટેશનના બે હોકરાઈડર પેટ્રોલીંગ કરવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં કાર મળી આવતા, પેટ્રોલીંગ કરતા બે કાન્સેબલે કારની ચેકીંગ હાથ ધરતા, એક શખ્સ થેલી લઈને કારમાંથી ભાગતા હોકરાઈડર ફિલ્મી ઢબે પીછો કરી પકડી પડ્યો હતો.

ahd duplicate police 2 e1538220200731 અમદાવાદ : ઝડપાયો ડુપ્લીકેટ પીએસઆઇ, સેટેલાઇટ પોલીસે કરી ધરપકડ

તેની પાસેથી પોલીસ સબ ઈન્સપેક્ટરનો ડ્રેસ મળી આવ્યો હતો. ત્યાર બાદ કેસ વધારે શંકાસ્પદ લાગતા, ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેની બેગ માંથી રૂ. 2 લાખ રોકડ મળી આવ્યા હતા.

હોકરાઈડર દ્વારા સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી શખ્સને પાલીસ સ્ટેશન લાવી વધુ તપાસ હાથ ધરાતા જાણવા મળ્યું કે, નકલી પાલીસ સબ ઈન્સપેક્ટરનો રોફ બતાવી લોકો પાસેથી ખોટી રીતે પૈસા પડાવતો હતો. પોલીસ તપાસ દરમિયાન શખ્સે તેનુ નામ રાજુ પટેલ જણાવ્યું છે. પરંતુ પોલીસના કહેવા મુજબ શખ્સ તેનુ સાચુ નામ બતાવી નથી રહ્યો.

ahd duplicate police 3 e1538220242413 અમદાવાદ : ઝડપાયો ડુપ્લીકેટ પીએસઆઇ, સેટેલાઇટ પોલીસે કરી ધરપકડ

હાલમાં પોલીસને શખ્સ ક્યાનો રહેવાસી છે. શું કામ કરતો હતો કે તેનુ સાચુ નામ શું છે, તેવા લીગલ પુરાવા મળ્યા નથી. પોલીસ હાલમાં ગુનાને ગંભીરતાથી લઈ બને તેટલું જલ્દી આ શખ્સ વિષે પુરાવા મળે તે દીશામા તપાસ હાથ ધરી છે. અત્યાર સુધીમાં અધિકારીના રુપમાં કેટલા લોકો પાસેથી ખોટી રીતે તોડ કર્યા છે. તે તમામ બાબતો ને પણ ધ્યાનમાં લઈને તપાસ કરવામાં આવશે.