Not Set/ અમદાવાદ: વેપારી પરિવારની ગેરહાજરીમાં નોકરે ચોર્યા રોકડા રૂ. 24 લાખ

અમદાવાદ શહેરના મોટેરા વિસ્તારમાં રહેતા વેપારીના ઘરમાં કામ કરતા નોકરે જ રોકડા રૂ. 24 લાખની ચોરી કરી હોવાની ઘટના બની છે. પરિવારના સભ્યો દુબઈ ટૂર પર ગયા હતા તે દરમ્યાનમાં બેડરૂમમાં બેડની અંદર રાખેલા રૂપિયાની તેણે ચોરી કરી હતી. મળતી માહિતી મુજબ મોટેરા વિસ્તારમાં ક્રિષ્ના બંગ્લોઝની બાજુમાં આવેલા સંગાની આદિત્ય હાઈટ્સ નામના ફ્લેટમાં નરેશભાઈ અરોરા તેમના પરિવાર […]

Ahmedabad Top Stories Gujarat
VectorPortal Vector Thief 1 અમદાવાદ: વેપારી પરિવારની ગેરહાજરીમાં નોકરે ચોર્યા રોકડા રૂ. 24 લાખ

અમદાવાદ શહેરના મોટેરા વિસ્તારમાં રહેતા વેપારીના ઘરમાં કામ કરતા નોકરે જ રોકડા રૂ. 24 લાખની ચોરી કરી હોવાની ઘટના બની છે. પરિવારના સભ્યો દુબઈ ટૂર પર ગયા હતા તે દરમ્યાનમાં બેડરૂમમાં બેડની અંદર રાખેલા રૂપિયાની તેણે ચોરી કરી હતી.

મળતી માહિતી મુજબ મોટેરા વિસ્તારમાં ક્રિષ્ના બંગ્લોઝની બાજુમાં આવેલા સંગાની આદિત્ય હાઈટ્સ નામના ફ્લેટમાં નરેશભાઈ અરોરા તેમના પરિવાર સાથે રહે છે. તેઓ ગુજરાત અને રાજસ્થાનમાં અલગ અલગ જગ્યાએ હોટેલ ધરાવે છે. છેલ્લા છ માસથી તેમના ઘરે મૂળ રાજસ્થાનના કુંભલગઢના રહેવાસી કિશનલાલ ગામેતીને તેઓએ નોકર તરીકે નોકરીએ રાખ્યો હતો.

rablo 10 e1539168767413 અમદાવાદ: વેપારી પરિવારની ગેરહાજરીમાં નોકરે ચોર્યા રોકડા રૂ. 24 લાખ

નરેશભાઈને ધંધાના રૂ. 24 લાખ આવતાં તેમણે તેમનાં પત્ની વંદનાને આપ્યા હતા. બીજા દિવસે નરેશભાઈ તેમનાં પત્ની, પુત્ર અને પુત્રી સાથે દુબઇ ફરવા માટે ગયા હતા. ઘરે નરેશભાઈના માતા-પિતા અને કિશનલાલ જ હાજર હતા. 5 સપ્ટેમ્બરના રોજ તેઓ દુબઈથી પરત ફર્યા હતા.

5 ઓક્ટોબરના રોજ કિશન અમદાવાદ પરત આવ્યો હતો. કિશનને વિશ્વાસમાં લઈને નરેશભાઈએ પૂછપરછ કરતાં તેણેે જ આ રૂપિયા ચોર્યા હોવાની કબૂલાત કરી હતી. આ અંગે નરેશભાઈએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.