Not Set/ દાહોદ :પતિ-પત્ની અને ચાર સંતાનોની ગળું કાપેલી હાલતમાં લાશ મળી

દાહોદ જિલ્લામાં સંજેલી નજીક તરખંડા ખાતે મોટો હત્યાકાંડ સર્જાયો છે.સંજેલીના તરખંડા ખાતે એક જ પરિવારના છ સભ્યોની લાશ મળતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ સામૂહિક હત્યાની આશંકા સેવાઈ રહી છે. તરખંડામાં એક જ પરિવારના છ વ્યક્તિઓની ગળા કપાયેલી હાલતમાં લાશ મળતા ગામમાં હો હા મચી ગઈ હતી. આ પરિવારમાં રહેતા પતિ-પત્ની અને 4 બાળકોની […]

Uncategorized

દાહોદ જિલ્લામાં સંજેલી નજીક તરખંડા ખાતે મોટો હત્યાકાંડ સર્જાયો છે.સંજેલીના તરખંડા ખાતે એક જ પરિવારના છ સભ્યોની લાશ મળતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ સામૂહિક હત્યાની આશંકા સેવાઈ રહી છે. તરખંડામાં એક જ પરિવારના છ વ્યક્તિઓની ગળા કપાયેલી હાલતમાં લાશ મળતા ગામમાં હો હા મચી ગઈ હતી.

આ પરિવારમાં રહેતા પતિ-પત્ની અને 4 બાળકોની ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. મરનારાઓમાં 3 બાળકો અને 1 બાળકીનો સમાવેશ થાય છે.

હત્યાની તસવીરો એટલી દર્દનાક હતી કે, તમામ લોકોના ગળા કાપીને તેમની હત્યા કરવામાં આવી હતી. ત્યારે આવા મોટો હત્યાકાંડ બાદ દાહોદ પોલીસ દોડતી થઈ હતી, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

દાહોદના એસપી હિતેશ જોઈશરના જણાવ્યા મુજબ તમામ મૃતકો એક જ પરિવારના હોવાનું મનાઈ રહ્યું છે. મૃતકોમાં પતિ, પત્ની અને તેમના ચાર સંતાનો હોવાની સંભાવના છે. જો કે પોલીસ તેમની ઓળખ કરી રહી છે. ગળા કપાયેલી હાલતમાં લાશો મળતા પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે.

સંજેલીના અંતરિયાળ ગામ તરખંડામાં સંભવિત હત્યા કરાઈ છે તે પરિવાર મજૂરી કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. મૃતકોના 5 મૃતદેહ ગામમાં રહેલા કાચા મકાનમાંથી મળી આવ્યા છે જ્યારે એક મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો છે. પોલીસ હત્યાની આશંકાની દિશામાં તપાસ કરીને વધુ વિગતો મેળવવા પ્રયાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.