Not Set/ અમદાવાદમાં બીજા દિવસે પ્રદૂષણનું સ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું

અમદાવાદમાં આજે બીજા દિવસે પણ પ્રદૂષણનું સ્તર ભયજનક સ્થિતિએ પહોંચ્યુ છે. પ્રદૂષણને લઈને અમદાવાદ અને ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓની આજે બેઠક યોજાવાની છે. આ બેઠકમાં મુખ્ય સચિવ જે.એન.સિંઘ પ્રદૂષણ મામલે ચર્ચા કરશે. આ બેઠકમાં બંને શહેરના મ્યુનિસિપલ કમિશ્નર પણ હાજર રહેશે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના જિલ્લા કલેક્ટર પણ હાજરી આપશે. તો ઈન્ડસ્ટ્રીઝ વિભાગના અધિકારીઓ પણ પ્રદૂષણ […]

Top Stories

અમદાવાદમાં આજે બીજા દિવસે પણ પ્રદૂષણનું સ્તર ભયજનક સ્થિતિએ પહોંચ્યુ છે. પ્રદૂષણને લઈને અમદાવાદ અને ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓની આજે બેઠક યોજાવાની છે. આ બેઠકમાં મુખ્ય સચિવ જે.એન.સિંઘ પ્રદૂષણ મામલે ચર્ચા કરશે. આ બેઠકમાં બંને શહેરના મ્યુનિસિપલ કમિશ્નર પણ હાજર રહેશે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના જિલ્લા કલેક્ટર પણ હાજરી આપશે. તો ઈન્ડસ્ટ્રીઝ વિભાગના અધિકારીઓ પણ પ્રદૂષણ મામલે ચર્ચા કરશે.

ખાસ કરીને નવરંગપુરામાં એર કવોલિટી ઈન્ડેક્સ 197 રહેશે. એરપોર્ટ પર 102 એર ક્વોલિટી ઇન્ડેકસ રહેશે. સેટેલાઇટમાં 200 એર કવોલિટી ઈન્ડેક્સ, જ્યારે બોપલમાં 131, ચાંદખેડામાં 127, રાયખડમાં 119 અને પીરાણામાં 182 એર ક્વોલિટી ઈન્ડેક્સ રહેશે. જ્યારે સૌથી વધુ રખિયાલમાં 357 જેટલો એર ક્વોલિટી ઈન્ડેક્સ રહેશે. ગાંધીનગર ખાતે ગિફ્ટ સીટીમાં 182 એર ક્વોલિટી ઈન્ડેક્સ રહેશે.