સરકારી તંત્રની લાપરવાહીને લઈ દરવર્ષે યેનકેન પ્રકારે અનેક લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે તેવો જ કિસ્સો તાપી જિલ્લાનાં વાલોડમાં પણ બન્યો છે. જ્યાં બેદરકાર તંત્રનાં પાપે રસ્તા પરથી પસાર થતી વેળાએ સૂકાયેલ વૃક્ષની ડાળી માથા પર પડતાં વાલોડનાં કોસંબીયા ગામના બાઈક પર સવાર યુવાનનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું.
હેરાનીની વાત તો એ રહી કે તંત્રનાં પાપે યુવાને જીવ ગુમાવ્યો હોવા છતાં તંત્રએ અકસ્માતનો ભોગ બનનાર યુવાનનાં પરિવારને કોઈપણ પ્રકારની સહાયની ચૂકવણી પણ હજું સુધી કરવામાં આવી નથી.
તેમજ આ સમગ્ર ઘટનાની કોઈ જ ગંભીરતા ન દાખવતાં તંત્રએ આ ઘટનાને સામાન્ય રોડ અકસ્માતમાં ખપાવી દેવામાં આવ્યો હોય તેમ રસ્તાની બંને તરફના સૂકા વૃક્ષોને કાપવા હજું તંત્ર કોઈ બીજા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.

તાપી જિલ્લાનાં વાલોડ ચાર રસ્તાથી વેડછી – ખાનપુર સ્ટેટ હાઈવેની બંને તરફના હારબંધ સુકાયેલા વૃક્ષોને કાપવા બાબતે ચોમાસા પૂર્વે સ્થાનિક આદિવાસી યુવા ખેડૂત સંગઠન દ્વારા તંત્રને રજૂઆત કરી વારંવાર ધ્યાન ધોરવા છતાં વનવિભાગ કે R & B વિભાગે અકસ્માતને નોતરતા આ સુકાયેલા વૃક્ષોને કાપવાની તસ્દી ન લેતાં વાલોડનાં કોસંબીયા ગામનો માતાપિતાને એકનો એક દીકરો તથા અગાઉથી જ પોતાના માતાપિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી પુત્રવધૂએ પોતાનો પતિ પણ ગુમાવી દેતાં ત્રીસ વર્ષીય મહિલા પોતાની પાંચ વર્ષની બાળકી અને સાસુ – સસરાનાં ભરણપોષણને લઈ ચિંતામાં ગરકાવ છે.
તંત્ર પાસે આર્થિક મદદની અપેક્ષા સેવી રહી છે જો કે આજદિન સુધી પોતાના પતિનાં કમોતે મોત માટે જવાબદાર તંત્રએ હજું સુધી કોઈ પણ પ્રકારની સહાય સુદ્ધા કરવામાં આવી નથી જે શરમજનક કહી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
