Not Set/ વાછરડાની કતલ કરનાર આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારતી કોર્ટ, રાજ્યમાં પહેલી સજા

રાજ્યમાં ગૌ વંશની કતલ અંગેના કાયદામાં સુધારો થયા પછી વાછરડાની હત્યા કરનાર એક આરોપીને ધોરાજીની કોર્ટે 10 વર્ષ કેદની સજા ફટકારી છે.ગૌ હત્યા કેસ મામલાના સુધારા અધિનિયમ પછીની આ રાજ્યની સૌપ્રથમ સજા હોવાનું પણ જણાવ્યું હતું. ધોરાજીની એડિશનલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટના જજ હેમંતકુમાર દવેએ  આરોપી સલીમ કાદરને 10 વર્ષની સજા તથા બે લાખ બે […]

Top Stories Gujarat Others
tdfidwb 1 વાછરડાની કતલ કરનાર આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારતી કોર્ટ, રાજ્યમાં પહેલી સજા

રાજ્યમાં ગૌ વંશની કતલ અંગેના કાયદામાં સુધારો થયા પછી વાછરડાની હત્યા કરનાર એક આરોપીને ધોરાજીની કોર્ટે 10 વર્ષ કેદની સજા ફટકારી છે.ગૌ હત્યા કેસ મામલાના સુધારા અધિનિયમ પછીની આ રાજ્યની સૌપ્રથમ સજા હોવાનું પણ જણાવ્યું હતું.

ધોરાજીની એડિશનલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટના જજ હેમંતકુમાર દવેએ  આરોપી સલીમ કાદરને 10 વર્ષની સજા તથા બે લાખ બે હજારનો દંડની સજા ફટકારી છે.

સલીમ કાદરની દીકરીના લગ્ન પ્રસંગે તેમણે ફરિયાદી સતારભાઈ માજોઠીના ઘરેથી વાછડી ચોરી હતી.સલીમે આ વાછડી ચોરી તેને કાપી, તેની બિરયાની બનાવી તેમના લગ્નમાં આવેલા મહેમાનોને મીજબાની આપી હતી.

આ અંગે ફરિયાદી સતારભાઈ માજોઠીએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગુનો નોંધી અને ચાર્જશીટ કરવામાં આવ્યું હતું.

આ કામમાં તપાસ થયેલા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને ધોરાજીના વેટરનરી ઓફિસર ઠુંમર તરફથી મળેલા અવશેષો ગૌવંશ હોવાના પુરાવા પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનની સરકારી વકીલની દલીલ તથા અન્ય તમામ સંજોગો ધ્યાને લઇ કોર્ટે આરોપી સલીમ કાદરને ભારતીય દંડ સંહિતા કલમ 379 429 તથા પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ કલમ 2017ની કલમ 8 મુજબ દોષિત ઠરાવી અને 10 વર્ષની કેદ તથા રૂપિયા 1 લાખ 2 હજારનો દંડ ફટકાર્યો છે.

ગૌ હત્યા કેસ મામલાના સુધારા અધિનિયમ પછીની આ રાજ્યની સૌપ્રથમ સજા હોવાનું પણ જાણવા મળેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.