Not Set/ પાટા પર નહિ રસ્તા પર ઉભું રહી ગયું આ એન્જિન

સુરતના બારડોલીમાં આવેલી રામબાગ સોસાયટીની બહાર રેલવે પાટા પરથી ટ્રેનનાં એન્જીનને ઉઠાવતી વખતે  એન્જિન અચાનક જ રોડ પર પડી ગયું હતું . ઘટના એમ હતી કે નવા બનાવેલા રેલવે સ્ટેશનમાં આ એન્જીને પાટા પરથી ઉઠાવીને મુકવાનું હતું તે સમયે ક્રેન માંથી એન્જીન છટકી જતાં તે રેલવે ફેનસીગ તોડીને બહાર આવી ગયું હતું. આ ઘટનાની જાણ […]

Top Stories

સુરતના બારડોલીમાં આવેલી રામબાગ સોસાયટીની બહાર રેલવે પાટા પરથી ટ્રેનનાં એન્જીનને ઉઠાવતી વખતે  એન્જિન અચાનક જ રોડ પર પડી ગયું હતું . ઘટના એમ હતી કે નવા બનાવેલા રેલવે સ્ટેશનમાં આ એન્જીને પાટા પરથી ઉઠાવીને મુકવાનું હતું તે સમયે ક્રેન માંથી એન્જીન છટકી જતાં તે રેલવે ફેનસીગ તોડીને બહાર આવી ગયું હતું.

આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો સોસાયટીની બહાર આવી ગયા હતાં. જયારે ક્રેનમાંથી રેલવે એન્જીન છટકી ગયું તે સમયે રોડ પર કોઈ પણ જાતની અવર જવર નહોતી જેના કારણે કોઈ પણ જાનહાની થઈ નહોતી.

સ્ટેશન માસ્ટરનું કહેવું છે કે રેલવે સ્ટેશનમાં એન્જીન મુક્તિ વખતે આ ઘટના બની હતી. જયારે રેલવે એન્જીન રોડ પર આવી ગયું ત્યારે લોકો સોસાયટીની બહાર આવી ગયા હતાં પણ ઘટના સમયે કોઈ ના હોવાથી કોઈ પણ જાતની જાનહાની થઈ નહોતી અને વાહન વ્યવહારમાં કોઈ પણ જાતની અડચણ ઉભી થઈ નહોતી.