IPL 2023/ ગુજરાત ટાઇટન્સે મુંબઇને 55 રનથી હરાવ્યું,નૂર એહમદે લીધી 3 વિકેટ

ગુજરાતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 207નો વિશાળ સ્કોર કર્યો હતો તેના જવાબમાં મુંબઇ માત્ર 152 રન જ કરી શકી

Top Stories Sports

IPL 2023માં મંગળવારે ગુજરાત ટાઇટન્સ (GT) એ મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે 55 રને વિજય મેળવ્યો હતો. ગુજરાતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 207નો વિશાળ સ્કોર કર્યો હતો તેના જવાબમાં મુંબઇ માત્ર 152 રન જ કરી શકી હતી 2017 પછી રનની દ્રષ્ટિએ મુંબઈની આ સૌથી મોટી હાર છે. ગુજરાત સામે મુંબઈ તરફથી નેહલ વાઢેરાએ (40) સૌથી વધુ રન બનાવ્યા હતા. તેના સિવાય કેમેરોન ગ્રીને 33 રનની ઇનિંગ રમી હતી. આ બે સિવાય મુંબઈનો કોઈ પણ ખેલાડી 25નો આંકડો પાર કરી શક્યો નહોતો. સૂર્યકુમાર યાદવ (23), પીયૂષ ચાવલ (18), ઈશાન કિશન (13), અર્જુન તેંડુલકર (13), કેપ્ટન રોહિત શર્મા અને તિલક વર્માએ બે-બે રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત તરફથી નૂર અહેમદે ત્રણ વિકેટ ઝડપી હતી. મોહિત શર્મા અને રાશિદ ખાને બે-બે વિકેટ લીધી 

આ પહેલા ટોસ હાર્યા બાદ ગુજરાતની શરૂઆત ખરાબ રહી હતી. ત્રીજી ઓવરમાં રિદ્ધિમાન સાહા (4) અર્જુનનો શિકાર બન્યો હતો. આ પછી શુભમન ગિલ (56)એ લીડ મેળવી હતી. તેણે કેપ્ટન હાર્દિક પંડ્યા (13) સાથે બીજી વિકેટ માટે 38 રન જોડ્યા. પંડ્યા સાતમી ઓવરમાં અને ગિલ 12મી ઓવરમાં અડધી સદી ફટકારીને આઉટ થયા હતા. વિજય શંકર (19)એ ટૂંકી ઇનિંગ્સ રમી હતી. તે જ સમયે ડેવિડ મિલર (46) અને અભિનવ મનોહર (42) વચ્ચે પાંચમી વિકેટ માટે 71 રનની ભાગીદારી થઈ હતી. મિલરે છઠ્ઠી વિકેટ માટે રાહુલ તેવટિયા (અણનમ 20) સાથે 33 રનની ભાગીદારી કરીને ગુજરાતને 200 ની પાર પહોંચાડી દીધી હતી. મિલર 20મી ઓવરમાં પેવેલિયન પરત ફર્યો હતો.