Not Set/ આજે ગુજરાત સ્થાપના દિન નિમિતે 18 વર્ષથી વધુના લોકો માટે વિનામૂલ્યે વેક્સીનેશન શરૂ

આજે ગુજરાત સ્થાપના દિવસ એટલે કે પહેલી મેથી રાજ્યના 10 જિલ્લામાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે કોરોના રસીકરણ અભિયાન શરૂ થયુ.

Top Stories Gujarat Others
A 3 આજે ગુજરાત સ્થાપના દિન નિમિતે 18 વર્ષથી વધુના લોકો માટે વિનામૂલ્યે વેક્સીનેશન શરૂ

આજે ગુજરાત સ્થાપના દિવસ એટલે કે પહેલી મેથી રાજ્યના 10 જિલ્લામાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે કોરોના રસીકરણ અભિયાન શરૂ થયુ. ત્યારે મોટી સંખ્યામાં જાગૃત લોકો વેક્સીન લેવા સેન્ટર પર પહોંચી ગયા છે.  રાજ્યના કોરોનાનું વધુ સંક્રમણ ધરાવતા 10 જિલ્લાઓમાં 18 વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતમાં આજથી યુવાનોના વેક્સીનેશનનો આરંભ થઈ ગયો છે.

આપને જણાવી દઈએ કે, પહેલા એવા સમાચાર આવ્યા હતા કે વેક્સીન નિર્માતા કંપનીઓ તરફથી રસીનો જથ્થો પૂરો પાડવામાં આવે તેવી શક્યતા નહિવત હોવાથી રસીકરણ અભિયાન શરૂ નહીં થઈ શકે. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રજાજોગ સંદેશ આપતા જાહેરાત કરી છે કે પ્રથમ મેના રોજ ગુજરાતના સૌથી વધારે કોરોના પ્રભાવિત જિલ્લાઓમાં રસીકરણ શરૂ થશે.

આ પણ વાંચો :ડીસામાં વધુ 10 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન

ગુજરાત સરકારે રાજ્યના લોકોને નિશુલ્ક રસી લગાવવા માટે પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટને 2 કરોડ વેક્સીનનો તથા ભારત બાયોટેકને 50 લાખ વેક્સીનનો ઓર્ડર આપ્યો છે. આ તમામ વેક્સીન સ્વદેશી છે. જે ભારતીય કંપનીઓ દ્વારા બનાવવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત પ્રમાણે કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત અમદાવાદ, સુરત, રાજકોટ , વડોદરા, ભાવનગર, જામનગર, ભરૂચ, મહેસાણા, કચ્છ અને ગાંધીનગરમાં રસીકરણની શરૂઆત થશે. આ જિલ્લાઓમાં જે લોકોએ પહેલાથી જ રસી માટે રજિસ્ટ્રેશન કરાવી રાખ્યું છે તેમને કોઈ જ ચાર્જ વગર રસી આપવામાં આવશે. મુખ્યમંત્રીની જાહેરાત પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતમાં આવતીકાલથી યુવાનોને વેક્સીન આપવાની શરૂઆત થશે.

આ પણ વાંચો :ભરૂચની કોવિડ હોસ્પિટલ બાદ કેમિકલ કંપનીમાં પણ લાગી ભીષણ આગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 80 શાળાઓમાં રસીકરણ કરવામાં આવશે. સ્થળ પર રજિસ્ટ્રેશન કરવામાં આવશે નહીં અગાઉથી રજિસ્ટ્રેશન કરેલા નાગરિકોનું રસીકરણ કરવામાં આવશે. નાગરિકોને પોતાનું ઓળખ કાર્ડ લઈને જવાનું રહેશે.

નોંધનીયે છે કે અત્યાર સુધી 45થી વધુ વર્ષની વયના નાગરિકોને રસી અપાઇ. જેમાં અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ સમગ્ર ગુજરાત રાજ્યમાં રસીકરણમાં અવ્વલ સ્થાન મેળવ્યું છે. 28 એપ્રિલ, 2021ની સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં કુલ 4,15,733 લોકોને રસી આપવામાં આવી છે. જેમાં આરોગ્યકર્મીઓ, ફ્રંટલાઈન વર્કર અને 45 વર્ષથી વધુ વયના લોકોનો સમાવેશ થાય છે. અમદાવાદ જિલ્લામાં 37,702(99 ટકા) ફ્રંટલાઈન વર્કર્સ રસીનો પ્રથમ ડોઝ લીધો છે, જ્યારે 32,201( 73 ટકા)એ રસીનો બીજો ડોઝ લઈ કોરોના સામે સુરક્ષા મેળવી છે.

આ પણ વાંચો :ભરૂચ કોવિડ સેન્ટર વેલ્ફેર હોસ્પીટલમાં ભીષણ આગ : 18 દર્દીઓના મોત, CMએ જાહેર કરી આટલી સહાય

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 14605 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે. છેલ્લા 5 દિવસથી નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 173 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 7183  પર પહોંચી ગયો છે.

રાજ્યમાં ગઈકાલે 10180 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,18,548 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 42 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 142046   પર પહોંચ્યો છે. જેમાંથી 613 લોકો વેન્ટિલેટર પર અને 141433 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 73.72  ટકા છે.

આ પણ વાંચો :આજથી શરૂ થશે 18 + નું વેક્સિનેશન, જાણો કયા રાજ્યોમાં મુકાશે રસી

Untitled 47 આજે ગુજરાત સ્થાપના દિન નિમિતે 18 વર્ષથી વધુના લોકો માટે વિનામૂલ્યે વેક્સીનેશન શરૂ