Not Set/ મેડિકલની વિદ્યાર્થિનીઓને ઘરે પરત ફરતી વખતે થયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોત

વડોદરા શહેર નજીક ભીમપુરા પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં મેડિકલની વિદ્યાર્થિની સહિત 3 જણાના મોત થયા હતાં. વિદ્યાર્થિની સહિત 3 જણાને ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. વડોદરાનાં ભીમપુરા ગામ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કરમસદ ખાતે આવેલી મેડિકલ કોલેજમાં ફીઝીયોથેરાપીમાં અભ્યાસ કરતી વડોદરાની વિદ્યાર્થીની અને કાર ચાલકનું મોત નીપજ્યું હતું. વડોદરાનાં ગોત્રી […]

Top Stories

વડોદરા શહેર નજીક ભીમપુરા પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં મેડિકલની વિદ્યાર્થિની સહિત 3 જણાના મોત થયા હતાં. વિદ્યાર્થિની સહિત 3 જણાને ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

વડોદરાનાં ભીમપુરા ગામ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કરમસદ ખાતે આવેલી મેડિકલ કોલેજમાં ફીઝીયોથેરાપીમાં અભ્યાસ કરતી વડોદરાની વિદ્યાર્થીની અને કાર ચાલકનું મોત નીપજ્યું હતું. વડોદરાનાં ગોત્રી વિસ્તારમાં રહેતી 22 વર્ષની મૈત્રી સતીષભાઇ રાજપુત કરમસદ ખાતે આવેલ ક્રિષ્ણા મેડિકલ કોલેજમાં ફીઝીયોથેરાપીના ફાઇનલ યરમાં અભ્યાસ કરતી હતી.

મૈત્રી અને તેની સાથી સ્ટુડન્ટે કોલેજ જવા આવવા માટે વડોદરાના મકરપુરા એરફોર્સ પાસે આવેલી સરસ્વતી ટાઉનશિપમાં રહેતા હેમરાજભાઇ ચૌધરીની ઇકો ગાડી લીધી હતી. ઇકો કારનાં ચાલક હેમરાજ ચૌધરી બપોરે કરમસદ કોલેજથીઆ બંને સ્ટુડન્ટસને લઇ વડોદરા આવી રહ્યા હતા. તે દરમિયાન ભીમપુરા ચોકડી પાસે પુરપાટ પસાર થઇ રહેલી ટ્રક સાથે કારનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

જ્યારે ટ્રક પલટી ખાઇ ગઇ હતી. આ બનાવ બનતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાઇ ગયેલા સ્ટુડન્ટોને બહાર કાઢ્યા હતા. આ ગોઝારા અકસ્માતમાં મૈત્રી અને કાર ચાલક હેમરાજનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય સ્ટુડન્ટસને ઇજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા.