Not Set/ જેતપુર માંથી પશુ ચોરવાનું કારસ્તાન, સીસીટીવીમાં થયું કેદ

રાજકોટના જેતપુરમાં છેલ્લા ઘણા સમય થી ગાય ભેંસ જેવા પશુઓની ચોરીના બનાવો બનતા હતા. ત્યારે માલધારી શખ્સોએ આ પશુ ચોરીનું કારસ્તાન પકડી પાડ્યું છે. પશુઓની ચોરી CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મહત્વનું છે કે જેતપુરના ગોંદરા વિસ્તારમાંથી 2 દિવસ પહેલા 8 ગાયો અને 3 ભેંસોની ચોરી થઈ હતી. જેની ફરિયાદ જેતપુર સિટીપોલીસ મથકે નોંધાવવામાં […]

Top Stories

રાજકોટના જેતપુરમાં છેલ્લા ઘણા સમય થી ગાય ભેંસ જેવા પશુઓની ચોરીના બનાવો બનતા હતા. ત્યારે માલધારી શખ્સોએ આ પશુ ચોરીનું કારસ્તાન પકડી પાડ્યું છે. પશુઓની ચોરી CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

મહત્વનું છે કે જેતપુરના ગોંદરા વિસ્તારમાંથી 2 દિવસ પહેલા 8 ગાયો અને 3 ભેંસોની ચોરી થઈ હતી. જેની ફરિયાદ જેતપુર સિટીપોલીસ મથકે નોંધાવવામાં આવી હતી ફરિયાદમાં ચાર શખ્સો બોલેરો જીપમાં ક્રૂરતા પૂર્વક બાંધીને આ પશુઓ ચોરી ગયાનો ઉલ્લેખ હતો.

કેટલાક માલધારીઓએ રાત્રિના સમયે જાતે પેટ્રોલીંગ શરૂ કર્યું હતું. એવામાં શુક્રવારે રાતે પશુ ચોરો બોલેરો જીપમાં એક ગાયને બાંધીને શહેરના ટાકુડી પરામાંથી પસાર થઈ રહ્યા હતા.

તેથી પેટ્રોલિંગ કરી રહેલા માલધારીઓએ ગાય અંગે પૂછપરછ કરતા ગાયને લઈ જનાર ચારેય શખ્સો યોગ્ય જવાબ આપી શક્યા નહીં અને ચાલક સહિત બે યુવાનો નાસી જતા તેઓ પશુઓની ચોરી કરવા આવ્યા હોવાની માલધારીઓ શંકા હકીકતમાં બદલાઈ ગઈ. જેથી અન્ય બે યુવકોને પકડી લઈને માલધારીઓએ તેમને પોલીસને સોંપી દીધા હતા. પોલીસે તેમની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.