રાજકીય/ AICC ના નવા ઈન્ચાર્જ અધ્યક્ષ કમલનાથ ?

ઘણા સમયથી અનેક વખત માંગ ઉઠી છે કે અન્ય નેતાની અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવે ત્યારે તેની વચ્ચે આવનારા દિવસોમાં કમલનાથની AICCના અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવશે.

Top Stories India

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના નવા અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવે એ છેલ્લા ઘણા સમયથી કોકડું ગૂંચવાયેલું છે ત્યારે આવનારા થોડાક જ દિવસોમાં સત્તાવાર રીતે નવા અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી શકે છે. નવા અધ્યક્ષ તરીકે ગાંધી પરિવારના નજીક તેમજ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની પસંદગી કરવામાં આવી શકે છે. 2019 ની સામાન્ય ચૂંટણી બાદ સોનિયા ગાંધીને કોંગ્રેસના ઇન્ચાર્જ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી અનેક વખત માંગ ઉઠી છે કે અન્ય નેતાની અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવે ત્યારે તેની વચ્ચે આવનારા દિવસોમાં કમલનાથની AICCના અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવશે. સાથે જ કમલનાથ ગાંધી પરિવારના નજીકના તેમજ રાજીવ ગાંધીના એક સમયના અંગત મિત્ર પણ રહેલા છે. સાથે જ અધ્યક્ષ તરીકે અશોક ગહેલોતની પણ પસંદગી થાય તેવી શક્યતા હતી. પરંતુ અશોક ગહેલોત હાલ રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળી રહ્યા છે ત્યારે તેની વચ્ચે કમલનાથ ના નામ પર આવનારા દિવસોમાં મોહર લાગવા જઈ રહી છે.

ગુજરાત કોંગ્રેસના નેતાઓના દિલ્હીમાં ધામાં..

રાજીવ સાતવ ના નિધન બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી સાથે જ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ તેમજ વિરોધ પક્ષના નેતાની પસંદગી ને લઈને ગુજરાત કોંગ્રેસ ના સિનિયર નેતાઓ એ બુધવારે બપોરે કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ગુજરાત કોંગ્રેસમાં અટવાયેલી જાહેરાતો તાત્કાલિક કરવામાં આવે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ આવનારા બે સપ્તાહની અંદર પ્રભારી ની જાહેરાત થયા બાદ અન્ય જાહેરાતો પણ તાત્કાલિક થાય તેવી ખાતરી મહા સચિવ દ્વારા આપવામાં આવી હતી.

ઘણા સમયથી અનેક વખત માંગ ઉઠી છે કે અન્ય નેતાની અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવે ત્યારે તેની વચ્ચે આવનારા દિવસોમાં કમલનાથની AICCના અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવશે.

પ્રતિબંધ / RBIએ માસ્ટરકાર્ડ પર લગાવી રોક, નવા ગ્રાહકો બનાવવા પર પ્રતિબંધ મૂક્યો

Pride / ગાંધીનગર રેલ્વે સ્ટેશનની ઉપર બનાવવામાં આવેલી ફાઇવ સ્ટાર હોટલ વિષે જાણીએ વિગતે, પીએમ મોદી કરશે ઉદઘાટન