Not Set/ તમારે કોંગ્રેસને પતાવીને કરવું છે શું એ તો કહો? : અમરીશ ડેર

ઉર્જા વિભાગની માગણીઓ પરની ચર્ચા દરમિયાન જવાબ આપતા ઉર્જામંત્રી સૌરભ પટેલ ખાનગી વીજ કંપનીઓ પાસેથી ઊંચા દરે વીજખરીદીના વિપક્ષના આક્ષેપથી અકળાઈ ગયા હતા.

Mantavya Exclusive
lalit vasoya 17 તમારે કોંગ્રેસને પતાવીને કરવું છે શું એ તો કહો? : અમરીશ ડેર

હેપીનેસ ફિલ કરવી પડે: પિયુષ દેસાઈ

ગૃહમાં માગણીઓ પરની ચર્ચા દરમિયાન ભાજપના ધારાસભ્ય પિયુષ દેસાઈએ તેમના વક્તવ્ય ના પ્રારંભે વર્લ્ડ હેપીનેસ ડે અને ચકલી દિવસની ગૃહને શુભેચ્છાઓ પાઠવી. તરત જ કોંગ્રેસના પરેશ ધાનાણીએ પ્રશ્ન કર્યો કે ભારત હેપીનેસમાં ક્યાં ક્રમે? પિયુષ દેસાઈએ તરત વળતો જવાબ આપ્યો, એ તો તમારે ફિલ કરવું પડે. તમે તો માત્ર ટીકામાં જ માનો છો.

lalit vasoya 16 તમારે કોંગ્રેસને પતાવીને કરવું છે શું એ તો કહો? : અમરીશ ડેર

ધારાસભ્યોની રજૂઆતો ધ્યાને લો:પુંજા વંશ

ગૃહમાં માગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશે પણ આક્ષેપ કર્યો હતો કે ખાણ ખનીજ સહિતની જે ચીરીઓ થાય છે તે મુદ્દે અનેક વખત ધારાસભ્યો જે તે વિભાગનું ધ્યાન દોરી ચુક્યા છે પણ અધિકારીઓ ની સાંઠગાંઠ ના કારણે પગલા લેવાતા નથી. આવા સંજોગોમાં અગાઉ કેટલા ધારાસભ્યોએ ક્યાં મુદ્દે રજૂઆતો કરી વિભાગોમાં અને તેને આધારે કેવા પગલાં લેવાયા તેની તપાસ થવી જોઈએ. અધિકારીઓ ધારાસભ્યોની રજૂઆતોને ધ્યાને લેતા જ નથી.

ઘરે બેસીને પત્નીનું બનાવેલું ખાવને: ઉર્જામંત્રી

ઉર્જા વિભાગની માગણીઓ પરની ચર્ચા દરમિયાન જવાબ આપતા ઉર્જામંત્રી સૌરભ પટેલ ખાનગી વીજ કંપનીઓ પાસેથી ઊંચા દરે વીજખરીદીના વિપક્ષના આક્ષેપથી અકળાઈ ગયા હતા. તેમણે વિપક્ષને જવાબ આપતા કહ્યું કે ખાનગી રેસ્ટોરન્ટમાં જમવા જાવ છો ત્યારે તમને ‘ખાનગી’ યાદ નથી આવતું? ઘરે બેસીને પત્નીનું બનાવેલું ખાવને…

કોંગ્રેસનું 2022 સુધીમાં પૂરું

ઉર્જામંત્રી સૌરભ પટેલે માગણીઓ પરની ચર્ચામાં જવાબ આપતા વિપક્ષને કટાક્ષ કર્યો હતો કે, વર્ષ 2022 સુધીમાં એક બાજુ કિસાન સૂર્યોદય યોજના પુરી અને બીજી બાજુ કોંગ્રેસ પુરી… તરત જ કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરે ગેલેરીમાંથી સવાલ કર્યો કે, તમારે કોંગ્રેસને પતાવીને કરવું છે શું એ તો કહો? તરત જ ઉર્જામંત્રી એ વળતો જવાબ આપ્યો, અમારે લોકોની સેવા કરવી છે.

સારું-સારું સાંભળોને : નીતિન પટેલ

ઉર્જામંત્રીના જવાબ દરમિયાન કોંગ્રેસના શૈલેષ પરમારે પોતાની જગ્યા પર બેસીને ઉર્જામંત્રીને વચ્ચે જ પુછી લીધું કે GSPC મુદ્દે જવાબ આપો. ઉર્જામંત્રી એ કહ્યું કે નિવેદનમાં છેલ્લે જણાવું છું. તરત જ નીતિન પટેલે હસતા હસતા શૈલેષ પરમારને ટીખળ કરતા કહ્યુ, નથી કહેવું તમને કાંઈ, સારું-સારું સાંભળોને.

અધ્યક્ષે ધારાસભ્યોની શિસ્તને વખાણી

સંસદીય પ્રણાલીના પાલન મુદ્દે કડક વલણ અપનાવતા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ધારાસભ્યોની શિસ્તને વખાણવામાં પણ પાછા પડતા નથી. ગૃહમાં અધ્યક્ષ તરફથી થયેલા આદેશને માન આપનારા ધારાસભ્યોને આજે અધ્યક્ષે ગૃહની કાર્યવાહીના અંતે જાહેરમાં અભિનંદન આપી તેમની શિસ્તને વખાણી હતી.  કોઈ દલીલ વગર શિસ્ત પાલન કરનાર ધારાસભ્ય વિપક્ષના હોય કે શાસક પક્ષના, અધ્યક્ષ હંમેશા તટસ્થતાથી તેમની કામગીરીને મુલવતા જાેવા મળે છે. અધ્યક્ષે આ જ રીતે આજે પાંચ ધારાસભ્યો અને એક મંત્રી સહિતના શિસ્ત પાલનને વખાણી ઉમેર્યુ હતુ કે સંસદીય પ્રણાલીને મજબુત બનાવવી હોય તો આ પ્રકારનુ શિસ્ત પાલન ઈચ્છનીય છે.

lalit vasoya 19 તમારે કોંગ્રેસને પતાવીને કરવું છે શું એ તો કહો? : અમરીશ ડેર

કેવડીયાના સફારી પાર્કમાં 46 પ્રાણીના મોત

કેવડીયા સ્થિત સફારી પાર્કમાં કેટલા વિદેશી પ્રાણીઓ લવાયા અને તેમાંથી કેટલાના મોત થયા તે મુદ્દે ગરબાડાના ધારાસભ્ય ચંદ્રીકાબેન બારીયાએ પ્રશ્ન કર્યો હતો જેના લેખિત જવાબમાં વનમંત્રીએ જણાવ્યુ કે સફારી પાર્કમાં ડિસેમ્બર-2020ની સ્થિતિએ 22 પ્રાણી વિદેશથી લવાયા હતા જે પૈકી પાંચ પ્રાણીના મોત થયા છે જ્યારે 148 પ્રાણી અન્ય રાજ્યોમાંથી લવાયા હતા,જે પૈકી 41 પ્રાણીના મોત નિપજ્યા છે. આ બંને પ્રકારના પ્રાણીઓ પાછળ છેલ્લા બે વર્ષમાં રુ. 5.3915નો ખર્ચ કરાયો છે.

છેલ્લા બે વર્ષમાં 313 સિંહના મોત

રાજ્યમાં સિંહ, સિંહબાળ અને દિપડાના છેલ્લા બે વર્ષમાં કેટલા મોત થા તે મુદ્દે દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પ્રશ્ન કરતા વનમંત્રીએ તેનો લેખિતમાં જવાબ આપ્યો હતો. જે મુજબ છેલ્લા બે વર્ષમાં 152 સિંહબાળ સહિત 313 સિંહના મોત થયા છે જ્યારે દિપડાના 91 બચ્ચા સહિત 375 દિપડાના મોત થયા છે. આ કુલ મોત પૈકી 23 સિંહ અને 83 દિપડા અકુદરતી રીતે મોતને ભેટ્યા હતા.

ગૌશાળાઓને સહાય ચુકવણીમાં ગૌસંવર્ધન વિભાગનીવિસંગતતા

કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે પ્રશ્નોત્તરીકાળના સમાપન બાદ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. પ્રશ્ન નંબર 101માં ગૌસંવર્ધનમંત્રીએ આપેલા લેખિત જવાબમાં વિસંગતતા મુદ્દે તેમણે વાંધો ઉઠાવ્યો હતો. મહિસાગર જિલ્લામાં એક ગૌશાળા કાર્યરત હોવાનું લેખિત જવાબમાં જણાવાયુ હતુ જ્યારે સહાય ચુકવણી છ ગૌશાળાને કરાઈ હોવાનું જવાબમાં જણાવાતા આ મુદ્દે વિરજી ઠુમ્મરે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતા અધ્યક્ષે આ મુદ્દે તેમને લેખિતમાં સવાલ કરવા આદેશ કર્યો હતો.