Not Set/ નર્મદા ડેમની સપાટી 132 મીટર પાર,7 ગેટ ખુલ્લા મુકાયા

ગુજરાત ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. રાજ્યમાં અને ઉપવાસમાં સારા વરસાદને કારણે રાજ્યના જીવાદોરી સમાન નર્મદા ડેમની પાણીની સપાટી 132.02 મીટરે પહોંચી છે જેના લીધે ડેમમાં રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટો ચાલુ કરી દેવામાં આવ્યા છે. નર્મદા ડેમની જળસપાટી 132મીટરે વટાવી જતાં દરવાજા ખોલનો નિર્ણય લેવાયો હતો. હાલ ડેમની સપાટી 132.02 મીટર છે અને […]

Top Stories Gujarat Others

ગુજરાત ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. રાજ્યમાં અને ઉપવાસમાં સારા વરસાદને કારણે રાજ્યના જીવાદોરી સમાન નર્મદા ડેમની પાણીની સપાટી 132.02 મીટરે પહોંચી છે જેના લીધે ડેમમાં રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટો ચાલુ કરી દેવામાં આવ્યા છે.

નર્મદા ડેમની જળસપાટી 132મીટરે વટાવી જતાં દરવાજા ખોલનો નિર્ણય લેવાયો હતો. હાલ ડેમની સપાટી 132.02 મીટર છે અને ડેમમાં હાલ 59,935 ક્યુસેક્સ પાણીની આવક થઈ રહી છે, જ્યારે 1,17,519 ક્યુસેક્સ પાણીની જાવક થઈ રહી છે.

નર્મદા ડેમમાં રિવર બેડ પાવર હાઉસના 1200 મેગાવોટના બધા જ યુનિટને હાલ ચાલુ કરી દેવામાં આવ્યા છે.

ડેમમાં દરવાજા મૂકાયા બાદ પહેલી વાર ટોચની સપાટીએ પહોંચ્યો છે. સરદાર સરોવરના દરાવાજ ખોલવામાં આવતા નર્મદાના નીચાણવાળા વિસ્તારોમાં નદી બે કાંઠે વહેતા જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.