Not Set/ રાજકોટ: ૧.૬૭ કરોડની પકડાયેલી જૂની નોટ અંગે રાણપુરના સ્વામીએ શું કહ્યું તે જાણો

રાજકોટ: રાજકોટના બસ સ્ટેશનની સામેથી ચલણમાંથી રદ કરાયેલી રૂ. ૧.૬૭ કરોડની જૂની નોટો પકડાઈ હતી. જે અંગે ભેંસાણ પાસેના રાણપુર આશ્રમના મહંત મુક્તાનંદ સ્વામીએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, હા આ રદ થયેલી રૂ.૧.૬૭ કરોડની ચલણી નોટો મે જ તે બંનેને આપી હતી. કારણ કે, વ્યાજના વિષ વમળમાં ફસાયેલા પોતાના શિષ્યના પુત્રને બહાર કાઢવા […]

Gujarat Rajkot
What did Swamiji of Ranpur say about the old note caught in Rajkot worth Rs 1.67 crore? Learn it

રાજકોટ: રાજકોટના બસ સ્ટેશનની સામેથી ચલણમાંથી રદ કરાયેલી રૂ. ૧.૬૭ કરોડની જૂની નોટો પકડાઈ હતી. જે અંગે ભેંસાણ પાસેના રાણપુર આશ્રમના મહંત મુક્તાનંદ સ્વામીએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, હા આ રદ થયેલી રૂ.૧.૬૭ કરોડની ચલણી નોટો મે જ તે બંનેને આપી હતી. કારણ કે, વ્યાજના વિષ વમળમાં ફસાયેલા પોતાના શિષ્યના પુત્રને બહાર કાઢવા માટે મે પોતે આ કામ કર્યું હોવાનું પણ કહ્યું હતું. આ નોટો અંગે તેમણે કહ્યું હતું કે, આ નોટ કોઈ અજાણી વ્યક્તિ આવીને દાન કરી ગઈ હતી.

રાજકોટ શહેરના બસ સ્ટેશન સામે આવેલી સૂચક સ્કૂલ નજીકથી આજથી ૧૩ દિવસ અગાઉ રૂ. ૧.૬૭ કરોડની રદ થયેલી જૂની ચલણી નોટોની સાથે જૂનાગઢના વંથલી રોડ રોડ પર ટીંબાવાડી નજીક કર્મચારીનગરમાં રહેતા અને એચડીએફસી બેન્કના કર્મચારી કમલ મુકેશભાઈ ભટ્ટ તેમજ તેની સાથે રાજકોટના મવડી પ્લોટ વિસ્તારમાં આવેલી માટેલ સોસાયટીમાં રહેતા તેના મિત્ર અશોક પ્રેમજી છાયાની પોલીસે ઝડપી લીધા હતા.

આ મામલે પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ ધરી હતી. જેમાં કમલ ભટ્ટે પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, રદ થયેલી જૂની ચલણી નોટો રાણપુર આશ્રમના મહંત અને અન્નક્ષેત્ર ચાલવતા મુક્તાનંદ સ્વામી પાસેથી લીધી હોવાની કબૂલાત કરી હતી.

આ પૂછપરછના આધારે પોલીસે મુક્તાનંદ સ્વામીને તા. ૨૫ મી મેના રોજ પોલીસ સમક્ષ હાજર થવા માટે નોટિસ આપી હતી. જે અંગે મહંત મુક્તાનંદ સ્વામી પોલીસ સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા. મહંત મુક્તાનંદ સ્વામીએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે, તેઓ ભેંસાણ નજીક આવેલા રાણપુર ખાતે આશ્રમ અને અન્નક્ષેત્ર ચલાવે છે. થોડા સમય અગાઉ યાત્રાળુઓની એક પ્રાઈવેટ બસ આવી હતી. આ બસના યાત્રાળુઓ રદ થયેલી જૂની ચલણી નોટો આપી ગયા હતા.

આ પછી મારા શિષ્ય એવા મુકેશભાઈ ભટ્ટ અને તેમનો પુત્ર કમલ ભટ્ટ મારી પાસે આવ્યા હતા. મુકેશભાઈએ મને કહ્યું હતું કે, મારો પુત્ર કમલ છેલ્લા કેટલાક સમયથી વ્યાજના વિષ ચક્રમાં ફસાઈ ગયો છે અને મોટી રકમનું દેવું તેની ઉપર થઈ ગયું છે. મુકેશભાઈની વાત સાંભળીને તેમને મદદરૂપ થવાના ઈરાદા સાથે આ નોટ મે કમલ ભટ્ટને આપી હતી.

જો કે, ભૂતકાળમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા એવા મહંત મુક્તાનંદ સ્વામીની આ મદદરૂપ થવાની વાત રાજકોટ પોલીસને ગળે ઉતરી રહી નથી. આથી રાજકોટ પોલીસ દ્વારા કોર્ટની મંજૂરી મેળવીને મુક્તાનંદ સ્વામીની ધરપકડ કરીને તેમના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.