Not Set/ ઈ-મેમોથી બચતા લોકો સામે ટ્રાફિક પોલીસે ઉગામ્યું આ શસ્ત્ર

સરકારે ટ્રાફિક નિયમનો ભંગ રોકવા માટે અલગ અલગ નિયમો બનાવે છે. પણ લોકો તે નિયમોનું પાલન કરવામાં માનતું જ નથી. અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતાં લોકોને રોકવા માટે ઈ-મેમો આપવામાં આવતો હતો. જેમાં ટ્રાફિકનો નિયમનો ભંગ કરનારનો ફોટોગ્રાફ્સ કેમરામાં આવી જતો અને તેમના ગાડીના નંબરપ્લેટના એડ્રેસ પર ઈ-મેમો આપવામાં આવતો અને નજીકના પોલીસ સ્ટેશન […]

Top Stories
55648551 ઈ-મેમોથી બચતા લોકો સામે ટ્રાફિક પોલીસે ઉગામ્યું આ શસ્ત્ર

સરકારે ટ્રાફિક નિયમનો ભંગ રોકવા માટે અલગ અલગ નિયમો બનાવે છે. પણ લોકો તે નિયમોનું પાલન કરવામાં માનતું જ નથી.

અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતાં લોકોને રોકવા માટે ઈ-મેમો આપવામાં આવતો હતો. જેમાં ટ્રાફિકનો નિયમનો ભંગ કરનારનો ફોટોગ્રાફ્સ કેમરામાં આવી જતો અને તેમના ગાડીના નંબરપ્લેટના એડ્રેસ પર ઈ-મેમો આપવામાં આવતો અને નજીકના પોલીસ સ્ટેશન પર ઈ-મેમો ભરવામાં આવતો પણ લોકો આ નિયમનું પાલન કરતાં ન હતા જેના લીધે ટ્રાફિક પોલીસની આવકમાં ઘટાડો થવા લાગ્યો.

ટ્રાફિક પોલીસને 6 મહિનામાં 22 કરોડની આવક ઘટીને 7 કરોડ થઈ ગઈ હતી. અત્યાર સુંધી 20 લાખ ઈ-મેમોમાંથી 13 લાખ ઈ-મેમોનો દંડ ભરાયો જ નથી.

2 વર્ષ પહેલા ટ્રાફિક ઈ-મેમો યોજના શરુ કરી હતી. 20લાખ ઈ-મેમો હેઠળ લોકના ઘરે મોકલ્યાં હતાં. જેમાંથી માત્ર 7 લાખ ચાલકે દંડ ભર્યો છે.

હવે નવા નિયમ મુજબ જો ટ્રાફિકનું નિયમનો ભંગ કરવામાં આવશે તો દંડ પોલસ તે જ સ્થળ પર વસુલશે તેમ જાણવા મળ્યું છે. આં નવા નિયમનો અમલ અમદાવાદમાં આજથી જ લાગુ કરવામાં આવશે.