Not Set/ અમદાવાદમાં કાયદાની ઐસી કી તૈસી, સ્વસ્તિક ચાર રસ્તા પાસે એક યુવાનની હત્યા કરી શખ્સ ફરાર

અમદાવાદ, સેફ અને સલામત અમદાવાદનો દાવો કરતા પોલીસ વિભાગની શહેરમાં શુ કાર્યવાહી છે તેને પુરવાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે.અમદાવાદ શહેરના સ્વસ્તિક ચાર રસ્તા પાસે ભરચક બજારમાં એક યુવાનની હત્યા કરવામાં આવી અને શખ્સો ફરાર થઈ ગયા છે. હકીકતમાં, રવિવારે શહેરના પૂર્વના અમરાઈવાડી વિસ્તારના સ્વસિતક ચાર રસ્તા પાસે મેટ્રો રેલવે નીચે ૨૫ વષઁના યુવાનની […]

Ahmedabad Gujarat
Untitled 2 અમદાવાદમાં કાયદાની ઐસી કી તૈસી, સ્વસ્તિક ચાર રસ્તા પાસે એક યુવાનની હત્યા કરી શખ્સ ફરાર

અમદાવાદ,

સેફ અને સલામત અમદાવાદનો દાવો કરતા પોલીસ વિભાગની શહેરમાં શુ કાર્યવાહી છે તેને પુરવાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે.અમદાવાદ શહેરના સ્વસ્તિક ચાર રસ્તા પાસે ભરચક બજારમાં એક યુવાનની હત્યા કરવામાં આવી અને શખ્સો ફરાર થઈ ગયા છે.

હકીકતમાં, રવિવારે શહેરના પૂર્વના અમરાઈવાડી વિસ્તારના સ્વસિતક ચાર રસ્તા પાસે મેટ્રો રેલવે નીચે ૨૫ વષઁના યુવાનની હત્યા કરી અજાણ્યો શખ્સો ફરાર થઈ ગયા છે.

આ ઘટનાની ખાસ વાત એ છે કે, આ વિસ્તારમાં ભરચક બજાર અને ટાફિઁકથી ધમધમતા ચાર રસ્તા નજીક જ આ યુવાનની હત્યા કરવામાં આવી છે..

પ્રાપ્ત અહેવાલ મુજબ, કેટલાક અજાણ્યા શખ્સો વડા મરનાર યુવકને છાતીના ભાગે છરી ના ઘા ઝીંકવામાં આવ્યા હતા અને ત્યારબાદ તે અડધો કલાક સુધી આ ચાર રસ્તા પર તરફડતો રહ્યો હતો..

જો કે ત્યારબાદ આ યુવકને સારવાર અર્થે એલ જી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

બીજી બાજુ, આ ઘટનાની જાણ અમરાઈવાડી પોલિસને થતા પોલીસનો કાફલો એલ જી હોસ્પિટલ દોડી આવ્યો આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે..