Gujarat election 2022/ ગુજરાત વિધાનસભા ચૂંટણીનો દોરીસંચાર હવે શાહના હાથમાં

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો દોરીસંચાર હવે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોતાના હાથમાં લઈ લીધો છે. તેઓ પોતાના પક્ષના કાર્યકરો સાથે દિવાળી તો મનાવવાના જ છે, પણ છ દિવસ રાજ્યમાં ધામા નાખીને ગ્રાઉન્ડ લેવલ સુધીની સુધ મેળવવાના છે.

Top Stories Gujarat
  • શાહના ગુજરાતમાં ધામાઃ છ દિવસ ગુજરાતમાં રહેશે
  • ગુજરાતને પાંચેય ઝોનમાં વહેંચી અમિત શાહ દરેક ઝોનની સુધ મેળવશે
  • ઉત્તર, મધ્ય અને દક્ષિણ ઝોનના સથવારે ભાજપને વિજયનો વિશ્વાસ
  • અમિત શાહ તળિયાથી લઈને ટોચ સુધીના અંકોડા મેળવશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો દોરીસંચાર હવે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોતાના હાથમાં લઈ લીધો છે. તેઓ પોતાના પક્ષના કાર્યકરો સાથે દિવાળી તો મનાવવાના જ છે, પણ છ દિવસ રાજ્યમાં ધામા નાખીને ગ્રાઉન્ડ લેવલ સુધીની સુધ મેળવવાના છે. બીજા શબ્દોમાં કહીએ તો અમિત શાહ ગુજરાતના રાજકારણમાં ટોચથી લઈને તળિયા સુધીની સુધ મેળવશે.

ગયા વખતે પાટીદાર આંદોલન ભાજપને નડતા ભાજપ 99 પર સમેટાયું હતું . અમિત શાહ આ વખતે આવી કોઈ કસર છોડવા માંગતા નથી. તેમાં પણ તાજેતરમાં કૂદી પડેલો બીજા પક્ષ આપ કોઈપણ બિનજરૂરી લાભ ખાટી ન જાય તે માટે મતોની વાડબંધી કરવાની તૈયારીમાં લાગી ગયા છે.

અમિત શાહે ગુજરાતમાં અપનાવેલી વ્યૂહરચના જોઈએ તો ગુજરાતને તેમણે પાંચ ઝોનમાં વહેંચી દીધું છે. તેમા ઉત્તર ઝોન, મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના ઝોનનો સમાવેશ થાય છે. ઉત્તર ઝોનનું કેન્દ્ર પાલનપુર, મધ્ય ઝોનનું વડોદરા, અને દક્ષિણ ઝોનનું સુરત છે. જ્યારે સૌરાષ્ટ્રનું સોમનાથ તો કચ્છનું ભુજ છે. ગયા વખતે મજબૂત દેખાવ કરનારા દક્ષિણ, મધ્ય અને ઉત્તર ઝોનની મજબૂતાઈના લીધે ભાજપ સરકાર રચવાને આશ્વસ્ત છે. હવે તેનું ધ્યાન બે તૃતિયાંશ કરતાં વધુ મેળવવા પર છે. તેથી તે સૌરાષ્ટ્રમાં વધારે મહેનત કરી રહ્યુ છે. કોસ્ટલ હાઇવેની જાહેરાત આ દિશાનું પગલું મનાય છે.

ગીર સોમનાથની વાત કરવામાં આવે તો ગત ચૂંટણીમાં ભાજપ અહીં ખાતુ પણ ખોલી શક્યુ ન હતુ. ભાજપને અહીં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ગીર સોમનાથ હવે સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર મતદારોને આકર્ષવા પર ચિંતન કરવામાં આવશે.

મધ્ય ઝોનની વાત કરવામાં આવે તો તે વડોદરામાં યોજાશે. મધ્ય ઝોનની બેઠક લઇને વડોદરામાં ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવશે. તો દક્ષિણ ઝોનની બેઠક સુરતમાં કરવામાં આવશે. દક્ષિણ ઝોન મહત્વનું એટલે પણ છે કેમ કે દક્ષિણ ઝોનમાં આદિવાસી વિસ્તાર છે. ત્યારે આ મુદ્દાઓને લઇને સુરતમાં જે બેઠક મળવાની છે તેમાં ચર્ચા કરવામાં આવશે.

દક્ષિણ ઝોનની વાત કરવામાં આવે તો 7 જિલ્લાની 35 વિધાનસભા બેઠકો છે કે જે પૈકી ભાજપ પાસે 27 બેઠક, કોંગ્રેસ પાસે 6 અને બીટીપી પાસે 2 બેઠકની સ્થિતિ છે. વર્ષ 2017 માં 35 માંથી 25 બેઠકો ભાજપને મળી હતી,જ્યારે 2 બેઠક બીટીપી પાસે તથા 8 બેઠક કોંગ્રેસ ને મળી હતી. 2022 સુધીમાં કોંગ્રેસની 8 માંથી 6 બેઠક થઈ ગઈ જયારે ભાજપની 25માંથી 27 બેઠક થઈ. 2017 માં દક્ષિણ ઝોનનો રોલ સરકાર રચવામાં મહત્વપૂર્ણ હતો અને એટલે જ અમિત શાહની અધ્યક્ષતામાં મળી રહેલી બેઠકમાં તેના પર ખાસ ફોકસ કરવામાં આવી રહ્યું છે.

દક્ષિણ ઝોનની વાત કરવામાં આવે તો 7 જિલ્લાની 35 વિધાનસભા બેઠકો છે કે જે પૈકી ભાજપ પાસે 27 બેઠક, કોંગ્રેસ પાસે 6 અને બીટીપી પાસે 2 બેઠકની સ્થિતિ છે. વર્ષ 2017 માં 35 માંથી 25 બેઠકો ભાજપને મળી હતી,જ્યારે 2 બેઠક બીટીપી પાસે તથા 8 બેઠક કોંગ્રેસ ને મળી હતી. 2022 સુધીમાં કોંગ્રેસ ની 8 માંથી 6 બેઠક થઈ ગઈ.