Not Set/ ગીરના સિંહની હાલત રસ્તે રખડતા કૂતરા જેવી કોણે કરી ? જુઓ વિડિયો

અમરેલી, અમરેલીમાં અબોલા પ્રાણીની પજવણી કરતો ચકચાર મચાવી દે તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાજુલાની નજીક આવેલા પીપાવાવ પોર્ટના ટ્રકના ડ્રાઈવરએ ૫ સિંહની  જાન જોખમમાં મૂકી દીધી હતી. અમરેલીમાં આવેલું પીપાવાવ પોર્ટ એ ભારતનું પ્રથમ ખાનગી સેક્ટરનું પોર્ટ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, ટ્રકના ડ્રાઈવર દ્વારા સિંહને પજ્વવાનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી પરંતુ […]

Top Stories

અમરેલી,

અમરેલીમાં અબોલા પ્રાણીની પજવણી કરતો ચકચાર મચાવી દે તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાજુલાની નજીક આવેલા પીપાવાવ પોર્ટના ટ્રકના ડ્રાઈવરએ ૫ સિંહની  જાન જોખમમાં મૂકી દીધી હતી. અમરેલીમાં આવેલું પીપાવાવ પોર્ટ એ ભારતનું પ્રથમ ખાનગી સેક્ટરનું પોર્ટ છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે, ટ્રકના ડ્રાઈવર દ્વારા સિંહને પજ્વવાનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી પરંતુ તેઓ અવારનવાર આવી હરકત કરતા હોય છે. અમરેલીમાં પીપાવાવ પોર્ટની આજુબાજુનો વિસ્તાર એ સિંહોની રહેણાંક જગ્યા છે.અહી આશરે ૩૫ થી ૪૦ સિંહ વસવાટ કરે છે. આથી અમુક સમયે સિંહ ફરતા ફરતા પીપાવાવ પોર્ટમાં ઘુસી જાય છે અને ત્યાના ટ્રકના ડ્રાઈવર રસ્તા પર ભૂલથી સિંહ આવી ગયા હોય તો બ્રેક મારવાના બદલે તેમની પાછળ ફુલ સ્પીડમાં ટ્રક ચલાવે છે. જો વનવિભાગ સાચેમાં સિંહોની રક્ષા કરી રહ્યું હોય તો આવી હરકત વારંવાર ન થાય. ઘટના સ્થળ પર હાજર લોકોના કહેવા પ્રમાણે આ ડ્રાઈવર એ હિન્દી ભાષી હતો અને રસ્તા પર દોડી રહેલા સિંહોમાં ૨ સિંહણ અને ૩ સિંહબાળ હતા.

જુઓ આ વિડીયોમાં ડ્રાઈવર કેવી રીતે સિંહોની પજવણી કરે છે.

 

અમરેલીના ડીવીઝનલ ફોરેન્સિક ઓફિસર શકીરા બેગમને આ ઘટનાની જાણ થતા તેમણે તપાસના આદેશ આપ્યા છે. મહત્વનું છે કે, આ ઘટના એ પીપાવાવ પોર્ટની અંદર બની હોવાના લીધે પોર્ટના સીસીટીવીની મદદથી તે ડ્રાઈવર કોણ હતો તેની શોધખોળ હાથ ધરી છે.