સારવાર/ બ્લડ પ્રેશર લૉ થતાં ગુરમીત રામ રહીમને હોસ્પિટલમાં દાખલ કર્યા

રામ રહીમને દાકલ કરવામાં આવ્યા હોસ્પિટલમાં

India
ram rahim બ્લડ પ્રેશર લૉ થતાં ગુરમીત રામ રહીમને હોસ્પિટલમાં દાખલ કર્યા

રોહતક જેલમાં સજા કાપી રહેલા ગુરમીત રામ રહીમ ને બુધવારના સાંજે 6 કલાકે બ્લડ પ્રેશર લો થઇ જતાં તેમને પીજીઆઇમાં દાખલ કરવામાં આવ્યા હતાં .જેલમાં અચાનક બ્લડ પ્રેશર લો થઇ જતાં તેમની હાલત બગડી ગઇ હતી .જેલના પોલીસ કર્મીએ તેની જાણ પોલીસ અધિકારીને આપી હતી .ડોકટરની ટીમે નિરીક્ષણ કર્યા બાદ રામ રહીમને પીજીઆઇમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર બપોરે 3 વાગે જાણ થઇ હતી કે રામ રહીમની હાલત બગડી રહી છે તેમને પીજીઆઇમાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે ,પહેલા તેમને જેલના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં ,પરતું ત્યા તેમની તબિયત વધુ લથડતાં જેલની આરોગ્ય ટીમે તેમને પીજીઆઇ હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લીધો. અત્યારે રામ રહીમ વોર્ડનં 7 માં સારવાર હેઠળ છે.તેમની સારવાર થઇ રહી છે. રામ રહીમને દાખલ કર્યા બાદ હોસ્પિટલ બહાર ભારી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે .ઉલ્લેખનીય છે કે સાંધ્વીઓના બળાત્કાર કેસમાં રામ રહીમ સજા કાપી રહ્યો છે.