Not Set/ હવે ગુરૂએ ‘ના’ કહેતા કાંતિલાલ મુછડીયા જીવતા સમાધિ નહીં લે !! શું તંત્ર કંઇ પગલા લેશે ?

સમાધી ન લેવાનુ નિવેદન આપ્યુ સમાધી ન લેવાની વાતને મુલતી રાખી ગુરૂએ સમાઘી લેવાની પાડી ના નિવેદનો નોંધી પોલીસ સતત નજર રાખી રહી હતી મોરબીના પીપળીયા ગામના રહેવાસી કાંતિલાલ મુછડીયાએ જીવતા સમાધિ લેવાની જાહેરાત કર્યા બાદ જિલ્લા તંત્ર અને પોલીસ તંત્ર દોડતું થયું હતું. અને કાંતિલાલના નિવેદનો નોંધી પોલીસ સતત નજર રાખી રહી હતી. ત્યારે […]

Top Stories Gujarat Others
kanti muchadiya હવે ગુરૂએ 'ના' કહેતા કાંતિલાલ મુછડીયા જીવતા સમાધિ નહીં લે !! શું તંત્ર કંઇ પગલા લેશે ?
  • સમાધી ન લેવાનુ નિવેદન આપ્યુ
  • સમાધી ન લેવાની વાતને મુલતી રાખી
  • ગુરૂએ સમાઘી લેવાની પાડી ના
  • નિવેદનો નોંધી પોલીસ સતત નજર રાખી રહી હતી

મોરબીના પીપળીયા ગામના રહેવાસી કાંતિલાલ મુછડીયાએ જીવતા સમાધિ લેવાની જાહેરાત કર્યા બાદ જિલ્લા તંત્ર અને પોલીસ તંત્ર દોડતું થયું હતું. અને કાંતિલાલના નિવેદનો નોંધી પોલીસ સતત નજર રાખી રહી હતી. ત્યારે હવે ફરી કાંતિલાલ મુછડીયાએ નિવેદન કર્યું છે, અને જાહેરાત કરી છે કે, પોતનાં ગુરૂએ સમાઘી લેવાની ના પાડતા, હવે હાલ સમાધીનો કાર્યક્રમ મુલતવી રાખ્યો છે. હેવ બાબાએ નિવેદનમાં ફરીને સમાધી ન લેવાનુ  જાહેર કર્યુ હતુ.

કાંતિલાલ મુછડીયા હાલ સમાધી ન લેઇ, આ મામલો હાલ મુલતવી રાખવાનું જણાવી રહ્યા છે. પરંતુ પ્રશ્નએ છે કે, શું તંત્રને આના સિવાય કોઇ બીજુ કામ જ નથી, કે કોઇ મનસુફ માણસ એક નિવેદન કરે અને અંધ જનતા તો તેની પાછળ દોડે જ દોડે(તો જ આવા કહેવાતા સિધ્ધ પુરૂષો આવા નિવેદન કરે), પરંતુ પોલીસ અને પ્રસાશન પણ તેની પાછળ દોડતું થઇ જાઇ અને મફતમાં પોતાની પ્રસિધ્ધી કરાવી અને પછી બધું કેન્સલ……

આપને જણાવી દઇએ કે પૂર્વે પણ રાજકોટની બાજુમાં આવેલા ગામમાંથી આવીજ રીતે જીવતા સમાધિ લેવાની વાત આવી હતી અને ખુબ દિવસ ચાલેલા ડ્રામાનાં અંતમાં પોતાની પબ્લીસિટી કરાવી સમાધી લેવાની વાતો કરતા પ્રસિધ્ધી પામી ગયા હતા અને તંત્રને નાહકમાં અનેક દિવસ તેની પાછળ દોડવું પડ્યું હતું. શું તંત્ર આવી જાહેરાતો  માટે છે ? ક્યાં છે કાયદો કેમ આવા લોકોને સરકારી કામમાં રૂકાવટ અને અંધશ્રધ્ધા ફેલાવવાનાં ગુનામાં અંદર કરી દેવામાં નથી અવતા?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.