New Delhi : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારના નામને મંજૂરી આપવામાં આવી છે. કાયદા મંત્રાલયે આગામી સીઈસી તરીકે નિમણૂક માટે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. ૧૯૮૮ બેચના કેરળ કેડરના IAS અધિકારી ગયા વર્ષે માર્ચથી ચૂંટણી કમિશનર તરીકે કાર્યરત છે. તેઓ વર્તમાન સીઈસી રાજીવ કુમારની નિવૃત્તિ પછી ચાર્જ સંભાળશે, જેઓ આવતીકાલે 18 ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે.
૧૫ મે, ૨૦૨૨ ના રોજ ૨૫મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળનારા રાજીવ કુમાર તેમના કાર્યકાળ દરમિયાન અનેક ઐતિહાસિક ચૂંટણીઓનું નિરીક્ષણ કર્યા બાદ ૧૮ ફેબ્રુઆરીએ પદ છોડશે. તેઓ 2022 માં 16મી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓ તેમજ 11 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવા માટે જવાબદાર હતા.
આ પણ વાંચો:જામનગરના ગોરધનપર ગામમાં 10 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત
આ પણ વાંચો:જામનગરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો માતબર જથ્થો પકડાયો
આ પણ વાંચો:51000 લીટર દારૂ, 77 કરોડની કિંમતનો ડ્રગ્સ, ચૂંટણી પહેલા પોલીસની મોટી કાર્યવાહી